scorecardresearch
Premium

બીસીસીઆઈ એન્યુલ કોન્ટ્રાક્ટ લિસ્ટ : શ્રેયસ ઐયર અને ઇશાન કિશનની વાપસી, જુઓ 34 ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ

BCCI Contracts List 2025: બીસીસીઆઇના વાર્ષિક કોન્ટ્રાક્ટ લિસ્ટમાં કુલ 34 ખેલાડીઓ છે. તેમને 4 ગ્રેડ (A+, A, B અને C ગ્રેડ)માં રાખવામાં આવ્યા છે. A+ ગ્રેડમાં ફક્ત 4 ખેલાડીઓનો સમાવેશ

Virat Kohli, Rohit Sharma
વિરાટ કોહલી અને રોહિત શર્મા બીસીસીઆઈના A+ ગ્રેડમાં છે (તસવીર – બીસીસીઆઈ)

BCCI Annual Contract List 2025, BCCI Grade Wise Players List And Salary : ભારતીય ક્રિકેટ બોર્ડે 21મી એપ્રિલના રોજ 2024-25ની સિઝન (1 ઓક્ટોબર, 2024થી 30 સપ્ટેમ્બર, 2025) માટે ટીમ ઈન્ડિયા (સિનિયર મેન્સ) માટે વાર્ષિક કરારની જાહેરાત કરી છે. બીસીસીઆઇના વાર્ષિક કોન્ટ્રાક્ટ લિસ્ટમાં કુલ 34 ખેલાડીઓ છે. તેમને 4 ગ્રેડ (A+, A, B અને C ગ્રેડ)માં રાખવામાં આવ્યા છે.

આ વખતે 8 ખેલાડીઓનો ઉમેરો કરવામાં આવ્યો

બીસીસીઆઇએ હજુ સુધી ચાર કોન્ટ્રાક્ટ કેટેગરી માટેની રકમનો ઉલ્લેખ કર્યો નથી, પણ ગત વર્ષના બેઝને ધ્યાનમાં લેતાં તે રુપિયા 7 કરોડ (A+), રુપિયા 5 કરોડ (A), રુપિયા 3 કરોડ (B) અને રુપિયા 1 કરોડ (C) હોવાની શક્યતા છે. ગત સિઝનમાં બીસીસીઆઇના વાર્ષિક કોન્ટ્રાક્ટની યાદીમાં માત્ર 30 ખેલાડીઓને જ સામેલ કરવામાં આવ્યા હતા. આ વખતે 8 ખેલાડીઓનો ઉમેરો કરવામાં આવ્યો છે, જ્યારે જૂના 4 ખેલાડીઓને બાકાત રાખવામાં આવ્યા છે.

જે ખેલાડીઓનો વાર્ષિક કોન્ટ્રાક્ટ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે તેમાં શ્રેયસ ઐયર, ઈશાન કિશન, વરુણ ચક્રવર્તી, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ, અભિષેક શર્મા, આકાશદીપ અને હર્ષિત રાણાનો સમાવેશ થાય છે. બીસીસીઆઈના સચિવ દેવજીત સૈકિયાએ એક નિવેદનમાં કહ્યું હતું કે શાર્દુલ ઠાકુર, જીતેશ શર્મા, કેએસ ભરત અને આવેશ ખાનને બહાર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો – ભારત પ્રથમ વખત બાંગ્લાદેશમાં ટી 20 શ્રેણી રમશે, વન-ડે અને ટી 20 શ્રેણીનો સંપૂર્ણ કાર્યક્રમ

ઋષભ પંતને પ્રમોશન, એ ગ્રેડમાં આવ્યો

ગત વર્ષે કોન્ટ્રાક્ટ લિસ્ટમાંથી બહાર થઈ ગયેલા શ્રેયસ ઐયર અને ઈશાન કિશનની વાપસી થઈ છે. આ સિઝનમાં શ્રેયસ ઐયરને બી ગ્રેડમાં સ્થાન આપવામાં આવ્યું છે, જ્યારે ઇશાન કિશનને સી ગ્રેડમાં સ્થાન આપવામાં આવ્યું છે. ઋષભ પંતને પણ પ્રમોટ કરવામાં આવ્યો છે. તે હવે બી થી એ ગ્રેડમાં ગયો છે.

34 ખેલાડીઓની ગ્રેડ પ્રમાણે યાદી

  • A+ ગ્રેડ : રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ, રવિન્દ્ર જાડેજા
  • A ગ્રેડ : મોહમ્મદ સિરાજ, કેએલ રાહુલ, શુભમન ગિલ, હાર્દિક પંડ્યા, મોહમ્મદ શમી, ઋષભ પંત.
  • B ગ્રેડ : સૂર્યકુમાર યાદવ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, યશસ્વી જયસ્વાલ, શ્રેયસ ઐયર.
  • C ગ્રેડ : રિંકુ સિંહ, તિલક વર્મા, રુતુરાજ ગાયકવાડ, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, વોશિંગ્ટન સુંદર, મુકેશ કુમાર, સંજુ સેમસન, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા, રજત પાટીદાર, ધ્રુવ જુરેલ, સરફરાઝ ખાન, નીતિશ કુમાર રેડ્ડી, ઇશાન કિશન, અભિષેક શર્મા, આકાશ દીપ, વરુણ ચક્રવર્તી, હર્ષિત રાણા.

Web Title: Bcci annual contract list 2025 announce shreyas iyer ishan kishan returned 34 players full list ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×