scorecardresearch
Premium

Asia cup : એશિયા કપમાં રોહિત શર્માએ બનાવ્યો શરમજનક રેકોર્ડ, 25 વર્ષ બાદ ભારતીય કેપ્ટન સાથે આવુ બન્યુ

Rohit Sharma record Asia Cup : રોહિત શર્મા એશિયા કપની સુપર 4 મેચમાં બાંગ્લાદેશ સામે શૂન્ય પર આઉટ થયો હતો અને તેણે શરમજનક રેકોર્ડ બનાવ્યો.

Rohit Sharma | Rohit Sharma cricket records | indian cricketers 10000 runs | Rohit Sharma 10000 run odi | team india | Indian cricketers
ભારતીય ક્રિકેટ રોહિત શર્મા. (Photo – rohit sharma instagram)

Rohit Sharma Asia Cup ODI record : એશિયા કપ 2023ની સુપર 4 મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા શૂન્ય રને આઉટ થયો હતો. આ મેચમાં તેણે બે બોલનો સામનો કર્યો હતો અને સિલ્વર ડક પર આઉટ થયો હતો. આ મેચ પહેલા રોહિત શર્માએ એશિયા કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ બાંગ્લાદેશ સામે શૂન્ય પર આઉટ થતા જ રોહિત શર્માએ એશિયા કપમાં ખૂબ જ શરમજનક રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો હતો.

રોહિત શર્માએ ભુવી અને હાર્દિક પંડ્યાને પાછળ છોડ્યા

રોહિત શર્મા બાંગ્લાદેશ સામેની મેચમાં શૂન્ય રને આઉટ થયો હતો. આ સાથે જ રોહિત શર્મા એશિયા કપમાં ભારત તરફથી સૌથી વધુ વખત શૂન્ય રને આઉટ થનાર ભારતીય બેટ્સમેન બન્યો હતો. રોહિત શર્મા એશિયા કપમાં ત્રીજી વખત શૂન્ય રને આઉટ થયો હતો. આ અગાઉ એશિયા કપમાં ભારત તરફથી ભુવનેશ્વર કુમાર અને હાર્દિક પંડ્યા બે વખત એક પણ રન બનાવ્યા વગર આઉટ થયા હતા.

એશિયા કપમાં શૂન્ય રન આઉટ થનાર ભારતીય બેટ્સમેન

  • રોહિત શર્મા – 3 વખત
  • ભુવનેશ્વર કુમાર – 2 વખત
  • હાર્દિક પંડ્યા – 2 વખત

25 વર્ષ બાદ એશિયા કપમાં ભારતીય કેપ્ટન શૂન્ય રને આઉટ

એશિયા કપના ઈતિહાસમાં આવું બીજી વખત બન્યું જ્યારે કોઈ કેપ્ટન શૂન્ય પર આઉટ થયો. રોહિત શર્મા એશિયા કપમાં કેપ્ટન તરીકે શૂન્ય પર આઉટ થનાર બીજો બેટ્સમેન બન્યો. આ પહેલા વર્ષ 1988માં પાકિસ્તાન સામે પૂર્વ ભારતીય કેપ્ટન દિલીપ વેંગસરકર 2 બોલનો સામનો કર્યા બાદ શૂન્ય રને આઉટ થયા હતા. ત્યારબાદ 25 વર્ષ પછી રોહિત શર્મા એશિયા કપ 2023માં બાંગ્લાદેશ સામે બે બોલનો સામનો કરતી વખતે શૂન્ય રને આઉટ થયો હતો.

આ પણ વાંચો | રવિન્દ્ર જાડેજાનો નવો રેકોર્ડ, આ સિદ્ધિ હાંસલ કરનાર બીજો ભારતીય બોલર બન્યો

એશિયા કપમાં શૂન્ય રને આઉટ થનાર ભારતીય કેપ્ટન

  • દિલીપ વેંગસરકર – ભારત vs પાકિસ્તાન (1988)
  • રોહિત શર્મા – ભારત vs બાંગ્લાદેશ (2023)

Web Title: Asia cup ind vs ban rohit sharma zero run out bad records cricket match team india as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×