Asia Cup 2025 India Team: એશિયા કપ 2025 માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. કેપ્ટન તરીકે સૂર્યકુમાર યાદવ યથાવત્ રહ્યો છે. જ્યારે વાઇસ કેપ્ટન તરીકે શુભમન ગિલની વરણી કરવામાં આવી છે. શ્રેયસ ઐયરની ટીમમાં સ્થાન મળ્યું નથી. વિકેટકિપર તરીકે સંજુ સેમસન અને જીતેશ શર્માની પસંદગી કરાઇ છે. જસપ્રીત બુમરાહ પણ ટીમમાં છે.
ટીમ ઇન્ડિયા એશિયા કપ સ્ક્વોડ 2025 લાઇવ અપડેટ્સ:
એશિયા કપ 2025 માટે ભારતીય ટીમની પસંદગી કરવા માટે અજિત અગરકરની આગેવાની હેઠળની સિનિયર મેન્સ સિલેક્શન કમિટીની મંગળવારે (19 ઓગસ્ટ) મુંબઇમાં બીસીસીઆઇના મુખ્યાલયમાં બેઠક યોજાઇ હતી.
2025નો એશિયા કપ 9 થી 28 સપ્ટેમ્બર દરમિયાન દુબઈ અને અબુધાબીમાં યોજાશે. ટી-20 ફોર્મેટમાં યોજાનારા એશિયા કપ 2025માં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, સંયુક્ત આરબ અમીરાત, હોંગકોંગ અને ઓમાન એમ કુલ આઠ ટીમો ભાગ લેશે.
એશિયા કપ માટે ભારતની ટીમ
સૂર્ય કુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઇસ કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા (વિકેટકીપર), જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, રિકુ સિંહ, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, હર્ષિત રાણા.
હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), પ્રતિકા રાવલ, હરલીન દેઓલ, દીપ્તિ શર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, રેણુકા સિંહ ઠાકુર, અરુંધતિ રેડ્ડી, ઋચા ઘોષ (વિકેટકીપર), ક્રાંતિ ગૌડ, અમનજોત કૌર, રાધા યાદવ, શ્રી ચરણી, યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), સ્નેહ રાણા.
હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), પ્રતિકા રાવલ, હરલીન દેઓલ, દીપ્તિ શર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, રેણુકા સિંહ ઠાકુર, અરુંધતિ રેડ્ડી, ઋચા ઘોષ (વિકેટકીપર), ક્રાંતિ ગૌડ, સયાલી સતઘરે, રાધા યાદવ, શ્રી ચરણી, યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), સ્નેહ રાણા.
સ્ટેન્ડબાય પ્લેયર તરીકે પ્રસિદ્ધ ક્રિષ્ના, વોશિંગ્ટન સુંદર, યશસ્વી જયસ્વાલ, રિયાન પરાગ અને ધ્રુવ જુરેલને સામેલ કરાયા છે.
સૂર્ય કુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઇસ કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા (વિકેટકીપર), જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, રિકુ સિંહ, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, હર્ષિત રાણા.
https://platform.twitter.com/widgets.js🚨 #teamindia's squad for the #asiacup 2025 🔽Surya Kumar Yadav (C), Shubman Gill (VC), Abhishek Sharma, Tilak Varma, Hardik Pandya, Shivam Dube, Axar Patel, Jitesh Sharma (WK), Jasprit Bumrah, Arshdeep Singh, Varun Chakaravarthy, Kuldeep Yadav, Sanju Samson (WK), Harshit Rana,…
— BCCI (@BCCI) August 19, 2025
એશિયા કપ 2025 ભારતીય ક્રિકેટ ટીમ થોડીવારમાં જાહેર થવાની તૈયારીમાં છે. જોકે અહીં એક વાત નક્કી છે કે, ટીમ ઇન્ડિયાનું નેતૃત્વ સૂર્યકુમાર યાદવના હાથમાં રહેશે. સૂર્યકુમાર યાદવ ફરી એકવાર ટી-20 ટીમનો કેપ્ટન બનશે એની પ્રબળ સંભાવના છે.
એશિયા કપ માટેની ટીમ ઇન્ડિયાની જાહેરાત 1-30 વાગે થવાની હતી પરંતુ હવે એ પ્રેસ કોન્ફરન્સનો સમય બદલાયો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા 2-30 વાગે પ્રેસ કોન્ફરન્સ કરાશે અને ટીમ અંગેની જાહેરાત કરાશે.
એશિયા કપ 2025 માટે મેન્સની બે અને એક વુમન મળી ત્રણ ટીમોની પસંદગી કરાશે. જેમાં દરેક ટીમમાં 15 ખેલાડીઓની આજે પસંદગી કરાશે.
એશિયા કપ 2025 ભારતીય ક્રિકેટ ટીમ પસંદગી માટે સૂર્યકુમાર યાદવ મુંબઇ સ્થિત ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની ઓફિસ પહોંચી ગયો છે.
https://platform.twitter.com/widgets.jsDespite heavy rainfall today in Mumbai, Indian T20I captain Suryakumar Yadav has reached #bcci office before time for #asiacup selection.
— Devendra Pandey (@pdevendra) August 19, 2025
પૂર્વ પસંદગીકાર કૃષ્ણમાચારી શ્રીકાંતે કહ્યું કે, યુવા વૈભવ સૂર્યવંશીએ હવે વધુ રાહ જોવી ન જોઈએ. તેમણે સૂચન કર્યું કે સંજુ સેમસનના રિપ્લેસમેન્ટ તરીકે વૈભવને એશિયા કપની ટીમમાં સામેલ કરવો જોઇએ. કારણ કે તે પહેલેથી જ પરિપક્વતા અને ધમાકેદાર બેટિંગનું એક મોટું સ્તર બતાવી રહ્યો છે.
એશિયા કપમાં ભારતના ફાસ્ટ બોલિંગની વાત કરીએ તો જસપ્રિત બુમરાહ પસંદગી માટે ઉપલબ્ધ છે. આ ઉપરાંત અર્શદીપ સિંહની પસંદગી નિશ્ચિત છે. એક બોલર પ્રસિધ કૃષ્ણા અને હર્ષિત રાણા બંનેમાંથી કોઇ એકને તક મળી શકે છે.
ભારતીય ક્રિકેટ માટે આજે મોટો દિવસ છે. આ પહેલીવાર હશે જ્યારે એક સાથે 3 ટીમોની જાહેરાત કરાશે. બે મેજર ટુર્નામેન્ટ માટે મેન્સ અને વિમેન્સ ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવશે. ભારતીય ટીમ મહિલા વન ડે વર્લ્ડકપ અને ઓસ્ટ્રેલિયા સામેની વન ડે શ્રેણી માટેની ટીમની જાહેરાત પણ કરશે.