scorecardresearch
Premium

ચહલ, બુમરાહ કે ભુવનેશ્વર નહીં, ટી-20માં ભારતનો સર્વશ્રેષ્ઠ બોલર છે અર્શદીપ, જાણો આંકડા

Arshdeep Singh : સાઉથ આફ્રિકા સામેની ત્રીજી ટી-20માં ભારત તરફથી અર્શદીપ સિંહ સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે 4 ઓવરમાં 37 રન આપીને 3 વિકેટ ઝડપી હતી

Arshdeep singh, IND vs SA
સાઉથ આફ્રિકા સામેની ત્રીજી ટી-20માં અર્શદીપ સિંહે 4 ઓવરમાં 37 રન આપીને 3 વિકેટ ઝડપી હતી (તસવીર – જય શાહ ટ્વિટર)

IND vs SA : સાઉથ આફ્રિકા સામેની ત્રીજી ટી-20માં ભારત તરફથી અર્શદીપ સિંહ સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે 4 ઓવરમાં 37 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. આ સાથે તે ટી-20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ વિકેટ ઝડપવામાં ભારતનો બીજા ક્રમનો ખેલાડી બની ગયો છે. તેણે જસપ્રીત બુમરાહ અને ભુવનેશ્વર કુમારને પાછળ છોડી દીધા છે. ચહલને ઓવરટેક કરવા માટે તેને 5 વિકેટની જરૂર છે.

બોલિંગના આંકડાની વાત કરીએ તો અર્શદીપ સિંહનું પ્રદર્શન ચહલ, ભુવનેશ્વર અને બુમરાહ કરતા સારુ છે. અર્શદીપ સિંહે 2022માં ટી-20 માં પ્રવેશ કર્યો હતો. તે માત્ર 59 મેચ રમ્યો છે. તેનો સ્ટ્રાઇક રેટ ત્રણેય બોલરો કરતા ઘણો સારો છે. જોકે એવરેજના મામલે તે જસપ્રીત બુમરાહથી પાછળ છે. ઇકોનોમી તેની સૌથી ખરાબ છે.

અર્શદીપ સિંહે માત્ર 59 ઈનિંગમાં 92 વિકેટ ઝડપી

અર્શદીપ સિંહે 59 મેચની 59 ઈનિંગ્સમાં 92 વિકેટ ઝડપી છે. ચહલે 80 મેચની 79 ઇનિંગ્સમાં 96 વિકેટ ઝડપી છે. ભુવનેશ્વરે 87 મેચની 86 ઇનિંગ્સમાં 90 વિકેટ ઝડપી છે. જસપ્રીત બુમરાહે 70 મેચની 69 ઇનિંગ્સમાં 89 વિકેટ ઝડપી છે. હાર્દિક પંડ્યાએ 108 મેચની 96 ઇનિંગ્સમાં 88 વિકેટ ઝડપી છે. અર્શદીપે બોલ પણ ઓછા ફેંક્યા છે. તેણે માત્ર 1222 બોલ નાંખ્યા છે.

આ પણ વાંચો – ચહલથી લઇને વોશિંગ્ટન સુંદર સુધી, આ 7 સ્પિનર્સ પર ફ્રેન્ચાઇઝી ખર્ચી શકે છે કરોડો રૂપિયા

આંતરરાષ્ટ્રીય ટી-20માં ભારત તરફથી સૌથી વધારે વિકેટ ઝડપનાર બોલરો

પ્લેયરવર્ષમેચઇનિંગ્સબોલઓવરમેડનરન આપ્યાવિકેટઇનિંગ્સ શ્રેષ્ઠ બોલિંગ એવરેજઇકોનોમીસ્ટ્રાઇક રેટએક ઈનિંગમાં 4 વિકેટએક ઈનિંગમાં 5 વિકેટ
યુઝવેન્દ્ર ચહલ2016-20238079176429422409966/2525.098.1918.3721
અર્શદીપ સિંહ2022-202459591222203.421700924/918.478.3413.282
ભુવનેશ્વર કુમાર2012-202287861791298.3102079905/423.16.9619.932
જસપ્રીત બુમરાહ2016-202470691509251.3121579893/717.746.2716.95
હાર્દિક પંડ્યા2016-2024108961721286.532362884/1626.848.2319.553

Web Title: Arshdeep singh india most successful t20i fast bowler ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×