scorecardresearch
Premium

ICC Test Rankings:આઈસીસીની ટેસ્ટ રેન્કિંગમાં મોટો હડકંપ, ટોપ-10માં ટીમ ઈન્ડિયાનો એક જ ખેલાડી બચ્યો

ICC Test Rankings Update: આ વખતે આઈસીસીની નવી ટેસ્ટ રેન્કિંગમાં ધરખમ ફેરફારો જોવા મળી રહ્યા છે. ન્યૂઝીલેન્ડ સામેની છેલ્લી મેચમાં ભારતીય ટીમના સ્ટાર ખેલાડીઓના ખરાબ પ્રદર્શન બાદ આઈસીસી રેન્કિંગમાં મોટા ખેલાડીઓનો નોંધપાત્ર ઘટાડો થયો છે.

ICC Rankings, ICC Test Rankings, Virat Kohli,
આ વખતે આઈસીસી દ્વારા જાહેર કરવામાં આવેલી નવી રેન્કિંગમાં ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન જો રૂટ પ્રથમ ક્રમે છે. (તસવીર: આઇસીસી)

ICC Test Rankings Update: આ વખતે આઈસીસીની નવી ટેસ્ટ રેન્કિંગમાં ધરખમ ફેરફારો જોવા મળી રહ્યા છે. ન્યૂઝીલેન્ડ સામેની છેલ્લી મેચમાં ભારતીય ટીમના સ્ટાર ખેલાડીઓના ખરાબ પ્રદર્શન બાદ આઈસીસી રેન્કિંગમાં મોટા ખેલાડીઓનો નોંધપાત્ર ઘટાડો થયો છે. સ્થિતિ એવી થઈ ગઈ છે કે હવે ટોપ-10માં ટીમ ઈન્ડિયાનો એક જ ખેલાડી બચ્યો છે, બાકીના બધાને મોટા માર્જિન સાથે બહાર જવું પડ્યું છે.

આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ઈંગ્લેન્ડનો જો રૂટ હજુ પણ નંબર વન બેટ્સમેન

આ વખતે આઈસીસી દ્વારા જાહેર કરવામાં આવેલી નવી રેન્કિંગમાં ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન જો રૂટ પ્રથમ ક્રમે છે. તેનું રેટિંગ 903 થઈ ગયું છે. ન્યૂઝીલેન્ડનો કેન વિલિયમસન 813 રેટિંગ સાથે બીજા સ્થાને યથાવત છે. આ દરમિયાન સારી વાત એ છે કે ભારતીય ઓપનર યશસ્વી જયસ્વાલ હવે એક સ્થાનના કૂદકા સાથે ત્રીજા નંબરે પહોંચવામાં સફળ રહ્યો છે. તેનું રેટિંગ હવે 790 છે.

આ પણ વાંચો: દિવાળી પહેલા રાજ્ય સરકારની મોટી જાહેરાત, ગુજરાતમાં 13,800 શિક્ષકોની થશે ભરતી

E

પાકિસ્તાનના સઈદ શકીલે ખૂબ લાંબી છલાંગ લગાવી

આ દરમિયાન ઈંગ્લેન્ડના હેરી બ્રુકે એક સ્થાન ગુમાવ્યું છે. તે હવે 778 રેટિંગ સાથે ચોથા નંબર પર પહોંચી ગયો છે. ઉસ્માન ખ્વાજાએ પણ રમ્યા વિના એક સ્થાન મેળવ્યું છે. તે હવે સાતમા સ્થાનેથી છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે. સૌથી મોટી વાત એ છે કે પાકિસ્તાનના ઉભરતા બેટ્સમેન સઈદ શકીલે એક સાથે 20 સ્થાનની છલાંગ લગાવી છે. તેનું રેટિંગ સીધું 724 થઈ ગયું છે. ન્યૂઝીલેન્ડના રચિન રવિન્દ્રને પણ આઠ સ્થાનનો ફાયદો થયો છે અને તે હવે 711 રેટિંગ સાથે 10મા સ્થાને પહોંચી ગયો છે.

રિષભ પંત અને વિરાટ કોહલીને મોટું નુક્સાન

આ દરમિયાન એક મોટી ઉથલપાથલ થઈ છે કે ભારતીય ટીમનો સ્ટાર વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંત 5 સ્થાન નીચે આવી ગયો છે. હવે તે ટોપ 10માંથી બહાર નીકળીને સીધો 11મા નંબર પર પહોંચી ગયો છે. આ તેમના માટે મોટો આંચકો છે. વિરાટ કોહલીએ પણ એક જ ઝાટકે 6 સ્થાન ગુમાવ્યા છે. તે હવે 688 રેટિંગ સાથે 14માં નંબર પર પહોંચી ગયો છે. તેને ટોપ 10માંથી પણ બહાર થવું પડ્યું છે.

Web Title: A big shake up in the icc test rankings only one player of team india remained in the top 10 rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×