-
2023નું વર્ષ પુરું થવાને હવે થોડા જ દિવસો બચ્યા છે. આ વર્ષે ઘણા ક્રિકેટરે વન-ડેમાં પોતાની છાપ છોડી છે. અમે તમને આ વર્ષે વન-ડેમાં સૌથી વધારે રન બનાવનાર ટોપ-5 ક્રિકેટર વિશે જણાવી રહ્યા છીએ. શુભમન ગિલ 2023માં ODIમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે અને તેણે અત્યાર સુધી 29 મેચોમાં 1584 રન બનાવ્યા છે. (ફોટો સોર્સ-BCCI X)
-
જેમાં 5 સદી સામેલ છે. આ સિવાય તેણે 9 અડધી સદી ફટકારી છે. (ફોટો સોર્સ-BCCI X)
-
વિરાટ કોહલી 2023માં સૌથી વધુ રન ફટકારવાના મામલે બીજા ક્રમે છે. (ફોટો સોર્સ-BCCI X)
-
તેણે 2023માં 27 મેચમાં 1377 રન બનાવ્યા છે, જેમાં 6 સદી અને 8 અડધી સદી સામેલ છે. (ફોટો સોર્સ-BCCI X)
-
2023માં સૌથી વધુ રન બનાવનારની યાદીમાં રોહિત શર્મા ત્રીજા સ્થાને છે. (ફોટો સોર્સ-BCCI X)
-
તેણે 27 મેચમાં બે સદી સહિત 1255 રન બનાવ્યા છે. (ફોટો સોર્સ-BCCI X)
-
ન્યૂઝીલેન્ડનો ડેરીલ મિશેલ 2023માં સૌથી વધુ રન બનાવનાર ચોથા ક્રમે છે. (ફોટો સોર્સ- બ્લેકકેપ્સ એક્સ)
-
તેણે 26 મેચમાં 5 સદી સહિત 1204 રન બનાવ્યા છે. (ફોટો સોર્સ- બ્લેકકેપ્સ એક્સ)
-
આ મામલે શ્રીલંકાના પથુમ નિસાંકા પાંચમા ક્રમે છે. (ફોટો સોર્સ – એક્સ)
-
તેણે 29 મેચમાં 1151 રન બનાવ્યા છે જેમાં બે સદી અને નવ અડધી સદી સામેલ છે. (ફોટો સોર્સ – એક્સ)
