-
10 Most Expensive Fruits: દુનિયાના 10 સૌથી મોંઘા ફળ
ફળ ખાવા આરોગ્ય માટે ફાયદાકારક છે. દરેક વ્યક્તિ પોતાની નાણાકીય ક્ષમતા અનુસાર ફળ ખરીદે છે.
સામાન્ય રીતે, આપણે આપણા ઘરમાં જે ફળો ખાઈએ છીએ તેની કિંમત મહત્તમ 50, 100, 200 કે 300 રૂપિયા પ્રતિ કિલ સુધીની હોય છે. સફરજન, દાડમ, કેરી, દ્રાક્ષ, તરબૂચ, જામફળ, નાસપતી સહિત એવા ઘણા ફળો છે જેની કિંમત બહુ નથી હોતીથી. પરંતુ દુનિયામાં એવા ઘણા ફળ છે જે એટલા મોંઘા છે કે તેને ખરીદવું સામાન્ય માણસની વાત નથી. ચાલો જાણીએ દુનિયાના 10 સૌથી મોંઘા ફળ કયા છે. (Photo: Freepik) -
બુદ્ધ આકારની નાસપતી (Buddha Shaped Pears)
વિશ્વના સૌથી મોંઘા ફળોમાં એક છે ચીનમાં વેચાતી બુદ્ધ આકારની નાસપતી. તેને બુદ્ધના આકારમાં પ્લાસ્ટિકના મોલ્ડની અંદર મૂકવામાં આવે છે. બજારમાં તેની કિંમત 700 રૂપિયાની આસપાસ છે. (Photo: @theweekjunior) -
સેકાઈ ઈચી સફરજન (Sekai Ichi Apples)
સેકાઈ ઈચી સફરજન પણ માત્ર જાપાનમાં જ જોવા મળે છે. આ જાતના એક સફરજનની કિંમત લગભગ 2 હજાર રૂપિયા છે.(Phot0: @ikitaakpoko) -
ડેકોપોન સાઇટ્સ (Dekopon Citrus)
ડેકોપોન સાઇટ્રસ ફળ પ્રથમ વખત જાપાનમાં વર્ષ 1972માં ઉગાડવામાં આવ્યું હતું. 6 ડેકાપોન સાઇટ્રસની કિંમત 6 હજાર રૂપિયાની આસપાસ છે. (Phot0: Wikipedia) -
સેમ્બિકિયા ક્વીન સ્ટ્રોબેરી (Sembikiya Queen Strawberries)
વિશ્વના 10 સૌથી મોંઘા ફળોમાંથી મોટાભાગના માત્ર જાપાનમાં જ જોવા મળે છે. સેમ્બિકિયા ક્વીન સ્ટ્રોબેરી પણ માત્ર જાપાનમાં જ જોવા મળે છે. acitgroup.com.au વેબસાઇટ અનુસાર, એક બોક્સમાં લગભગ 12 સ્ટ્રોબેરી હોય છે જેની કિંમત લગભગ 7115 રૂપિયા જેટલી હોય છે. (Photo: Freepik) -
સ્ક્વેર વોટરમેલન (Square Watermelon)
ચોરસ આકારના આ સ્ક્વેર તરબૂચની કિંમત લગભગ 200 યુએસ ડોલર જેટલી હોય છે. તે 800 ડોલરમાં વેચવામાં આવ્યું છે. જો આપણે 800 યુએસ ડૉલરને ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરીએ તો આ રકમ 66973 રૂપિયા જેટલી થાય છે. આ તરબૂચ પણ જાપાનમાં જ જોવા મળે છે. (Photo: Wikipedia) -
મિયાઝાકી કેરી (Miyazaki Mango)
મિયાઝાકી કેરી પણ માત્ર જાપાનમાં જ જોવા મળે છે. વિદેશમાં આ કેરીની કિંમત 2 થી 3 લાખ રૂપિયા પ્રતિ કિલો છે. (Photo: indiangloriousnursery.com) -
ડેન્સુકે તરબૂચ (Densuke Watermelon)
ડેન્સુકે તરબૂચની એક દુર્લભ જાત છે જેનો રંગ કાળો હોય છે. આ તરબૂચ પણ જાપાનમાં જ ઉગાડવામાં આવે છે. foodrepublic.com વેબસાઈટ અનુસાર, આ તરબૂચ વર્ષ 2008માં 6100 યુએસ ડોલર એટલે કે લગભગ 5 લાખ રૂપિયામાં વેચવામાં આવ્યું હતું. (Photo: jiomart.com) -
રૂબી રોમન દ્રાક્ષ (Ruby Roman Grapes)
આપણે દ્રાક્ષની કિંમત 200 રૂપિયા અથવા 300 રૂપિયા પ્રતિ કિલો સુધી વિચારી શકીયે છીએ, પરંતુ રૂબી રોમન દ્રાક્ષની કિંમત એટલી છે કે સામાન્ય માણસ તેને ખરીદી શકતો નથી. વર્ષ 2008માં 700 ગ્રામ રૂબી રોમન દ્રાક્ષ 8400 ડોલર એટલે કે લગભગ 7 લાખ રૂપિયામાં વેચાઈ હતી. (Photo: Freepik) -
લોસ્ટ ગાર્ડેન ઓફ હેલિગન પાઇનપેલ (Lost Gardens of Heligan Pineapple)
ઈંગ્લેન્ડનું લોસ્ટ ગાર્ડન ઓફ હેલિગન પાઈનેપલ પણ વિશ્વના સૌથી મોંઘા ફળો પૈકીનું એક છે. delish.com વેબસાઈટ અનુસાર, તેની કિંમત 1 લાખ રૂપિયાથી લઈને 12 લાખ રૂપિયા સુધીની છે. આ અનાનસ ઉગાડવામાં 1 થી 2 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. (Photo: Freepik) -
યુબારી તરબૂચ (Yubari King Melon)
દુનિયાનું સૌથી મોંઘું ફળ યુબારી તરબૂચ (Yubari King) છે જે જાપાનના હોક્કાઇડો ટાપુ પર ઉગાડવામાં આવે છે. યુબારી તરબૂચની કિંમત 10 લાખથી 24 લાખ રૂપિયા સુધીની છે. એક હરાજીમાં યુબરી તરબૂચનો એક ટુકડો 24 લાખ રૂપિયાથી વધુમાં વેચાયો હતો. (Photo: Freepik)
