-
Toll Tax in India : કોઈપણ દેશને ઝડપથી વિકાસ માટે એક સારા અને મોટા રોડ નેટવર્કની જરૂર હોય છે. હાલમાં ભારતમાં નવા નેશનલ હાઇવે અને એક્સપ્રેસ વે ઝડપથી બની રહ્યા છે. (Photo: Indian Express)
-
ભારત સમગ્ર વિશ્વમાં સૌથી મોટું રોડ નેટવર્ક હોવાના સંદર્ભમાં વિશ્વમાં બીજા ક્રમે છે. જોકે આ રસ્તાઓ પર દોડતા વાહનોને ટેક્સ ચૂકવવો પડે છે. (Photo: Indian Express)
-
પરંતુ કેટલાક કેટેગરીના લોકો એવા છે જેમને ટેક્સ ચૂકવવાની જરૂર નથી. ભારત સરકારે આ લોકોને ટોલ ટેક્સમાં રાહત આપી છે. ચાલો જાણીએ કે ટોલ ટેક્સમાં કોને છૂટ મળે છે.(Photo: Indian Express)
-
દેશના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડા પ્રધાન, મુખ્ય ન્યાયાધીશ, રાજ્યપાલ, ઉપ રાજ્યપાલ, રાજ્યોના મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ, હાઇકોર્ટના ન્યાયાધીશોને ટોલ ટેક્સ ચૂકવવાની જરૂર નથી. (Photo: Indian Express)
-
આ ઉપરાંત રાજ્યસભાના અધ્યક્ષ, લોકસભાના અધ્યક્ષ, રાજ્ય વિધાન પરિષદના સભાપતિ, રાજ્ય વિધાનસભાના અધ્યક્ષને પણ ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે. (Photo: Indian Express)
-
હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને અન્ય ન્યાયાધીશો, રાજ્યના મંત્રીઓ, સાંસદો, ભારત સરકારના સચિવોને પણ ટોલ ટેક્સ આપવો પડતો નથી.(Photo: Indian Express)
-
રાજકારણીઓ ઉપરાંત સરકાર એવા લોકોને પણ છૂટ મળે છે જેમને ભારત સરકાર તરફથી પુરસ્કારો મળ્યા છે. આમાં પરમવીર ચક્ર વિજેતાઓ, અશોક ચક્ર, મહાવીર ચક્ર, કીર્તિ ચક્ર, શૌર્ય ચક્ર વિજેતાઓનો સમાવેશ થાય છે. (Photo: Indian Express)
-
આ ઉપરાંત સત્તાવાર કામ માટે જતા રક્ષા મંત્રાલયના અધિકારીઓએ પણ ટોલ ટેક્સ ચૂકવવાની જરૂર નથી. (Photo: Indian Express)
-
સરકારી કર્મચારીઓની વાત કરીએ તો ભારતીય સેના, નેવી, વાયુસેનાના અધિકારીઓ, અર્ધલશ્કરી દળો, પોલીસની વર્દીમાં કેન્દ્રીય અને સશસ્ત્ર દળોના સૈનિકોને પણ ટોલ ટેક્સ ચૂકવવાની જરૂર નથી. જોકે તેમને ટોલ પ્લાઝા પર તેમનું ઓળખપત્ર બતાવ્યા પછી જ છૂટ મળે છે.(Photo: Indian Express)