-
Best Time to Drink Buttermilk | છાશ પીવાનો શ્રેષ્ઠ સમય : ગરમી એટલે દહીં, છાશ અને ઠંડા પીણાનું સેવન કરવાનો યોગ્ય સમય છે. જો આપણે માત્ર છાશ વિશે વાત કરીએ, તો લોકો તેને સવારે, સાંજે અથવા દિવસ દરમિયાન ગમે ત્યારે પીવાનું પસંદ કરે છે. પરંતુ છાશ શરીર માટે જેટલી ફાયદાકારક છે, તેટલી સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ બની શકે છે, જો તેને યોગ્ય સમયે ન પીવામાં આવે તો. (ફોટો – એક્સપ્રેસ)
-
વિટામિન સીથી ભરપૂર આ છાસ માત્ર પેટને ઠંડક આપવા માટે જ નહીં પરંતુ શરીરમાં વાત, પિત્ત અને કફને સંતુલિત કરવામાં પણ મદદરૂપ છે. પરંતુ જ્યારે તમે ખોટા સમયે તેનું સેવન કરો છો, તો તે તમારા શરીરમાં આ ત્રણનું અસંતુલન બનાવી શકે છે, જેના કારણે તમે શરદી અને ખાંસીનો ભોગ બની શકો છો. તેથી, તે મહત્વનું છે કે, તમે છાશ પીવાનો યોગ્ય સમય જાણી લો. તો ચાલો જાણીએ કે ખોરાક લીધા બાદ કેટલા સમય પછી છાશ પીવી જોઈએ. (ફોટો – એક્સપ્રેસ)
-
તમારે ખોરાક લીધા પછી 10 મિનિટ પછી છાશ પીવી જોઈએ. ખોરાક સાથે છાશ પીવાથી તમારા પાચન ઉત્સેચકોને અસર થઈ શકે છે અને તમારા પેટના મેટાબોલિક રેટને ખલેલ પહોંચી શકે છે. આના કારણે પેટ ફૂલવાની સમસ્યા થઈ શકે છે. તેથી, છાશને ભોજન સાથે નહીં પરંતુ, ભોજન પછી જ લો અને તે પણ 10 મિનિટ પછી. (ફોટો – એક્સપ્રેસ)
-
છાશ પીવાનો યોગ્ય સમય કયો છે (best time to drink buttermilk) – છાશ પીવાનો શ્રેષ્ઠ સમય બપોરે ભોજન પછીનો છે, તે પણ થોડુ મીઠું અને જીરૂ ઉમેરીને. (ફોટો – એક્સપ્રેસ)
-
હકીકતમાં, આપણું પેટ સામાન્ય રીતે pH 1-3 પર કામ કરે છે. તો આપડા જમ્યા બાદ પેટનું pH ઘટીને 3-5 થઈ જાય છે. જો જમ્યા પછી ખાવામાં આવેલી કોઈપણ વસ્તુ છાશ જેવી એસિડિક હોય, તો તે તમારા પેટમાં રહેલા આંતરડાના બેક્ટેરિયાને પ્રોત્સાહન આપે છે, પાચનને ઠીક કરે છે અને પછી પીએચને સંતુલિત કરે છે અને એસિડિટી અને અન્ય સમસ્યાઓને અટકાવે છે. (ફોટો – ફ્રીપીક)
-
જમ્યા પછી છાશ પીવાના ફાયદા (benefits of drinking buttermilk after lunch) – બપોરે છાશ પીવાના ઘણા ફાયદા છે. દિવસના આ સમયે તેનું સેવન કરવાથી શરીરને એનર્જી મળે છે, પાચનમાં સુધારો થાય છે અને શરીરમાં મેટાબોલિક એક્ટિવિટી વધે છે. (ફોટો – ફ્રીપીક)
-
આ ઉપરાંત, તે તૃપ્તિની લાગણી આપે છે, જેથી તમને ખાધા પછી ક્રેવિંગ ન થાય અને તમારું વજન સંતુલિત થઈ શકે છે. તેથી, આ બધા કારણોસર તમારે દિવસ દરમિયાન છાશ પીવી જોઈએ. તેનાથી તમારા સ્વાસ્થ્યને ઘણા ફાયદા થશે. (ફોટો – ફ્રીપીક)