-
દ્રષ્ટિ IAS કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના માલિક વિકાસ દિવ્યકીર્તિને કોણ નથી ઓળખતું. વિકાસ દિવ્યકીર્તિ વિદ્યાર્થીઓમાં તેમની અલગ-અલગ શિક્ષણ શૈલી માટે પ્રખ્યાત છે. (Photo: Vikas Divyakirti/Insta)
-
વિકાસ દિવ્યકીર્તિ દ્રષ્ટિ આઇએસ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ UPAC અને અન્ય ઘણી સરકારી પરીક્ષાઓની તૈયારી કરાવે છે. વિકાસ દિવ્યકીર્તિ સોશિયલ મીડિયા પર પણ ખૂબ ફેમસ છે. દરરોજ તેમનો એક યા બીજા મોટિવેશનલ વીડિયો વાયરલ થાય છે. (Photo: Vikas Divyakirti/Insta)
-
શું તમે જાણો છો કે આજે કરોડોની સંપત્તિના માલિક વિકાસ દિવ્યકીર્તિ તેમના કોલેજના દિવસોમાં કેવી રીતે કમાણી કરતા હતા. (Photo: Vikas Divyakirti/Insta)
-
ખરેખરમાં વિકાસ દિવ્યકીર્તિનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે વિદ્યાર્થીઓ સાથે મોટિવેશનલ વાત કરતા જોવા મળી રહાયો છે. આ દરમિયાન તેમણે જણાવ્યું કે તેઓ તેમના કોલેજના દિવસોમાં કેવી રીતે કમાણી કરતા હતા. (Photo: Vikas Divyakirti/Insta)
-
વિકાસ દિવ્યકીર્તિનું કહેવું છે કે જ્યારે તેઓ વર્ષ 1990માં હરિયાણાના ભિવાની શહેરથી દિલ્હી ભણવા આવ્યા ત્યારે તેમણે દિલ્હી યુનિવર્સિટીમાં એડમિશન લીધું હતું. દિલ્હી યુનિવર્સિટીની હંસરાજ કોલેજ તેમના સપનાની કોલેજોમાંની એક હતી પરંતુ તેમને ઝાકિર હુસૈન કોલેજમાં પ્રવેશ મળ્યો. (Photo: Vikas Divyakirti/Insta)
-
તેમની સાથે તેમનો એક મિત્ર પણ હરિયાણાથી આવ્યો હતો, જે હંસરાજ કોલેજમાં એડમિશન લીધુ હતું. બંને લોકો તેમના શાળાના દિવસોથી જ સારા ડિબેટર્સ હતા. (Photo: Vikas Divyakirti/Insta)
-
બંને દિલ્હી યુનિવર્સિટીમાં પણ ચર્ચામાં ખૂબ સક્રિય હતા. વિકાસ દિવ્યકીર્તિએ લગભગ 5 વર્ષ સુધી દિલ્હી યુનિવર્સિટીમાં ચર્ચા કરી અને લગભગ 300 થી 400 ડિબેટ જીતી હતી. જોકે તેમણે એ પણ જણાવ્યું કે તે કેટલીક ચર્ચાઓમાં હારી ગયા હતા. (Photo: Vikas Divyakirti/Insta)
-
વિકાસ દિવ્યકીર્તિ વધુમાં જણાવે છે કે તેમના કોલેજના દિવસોમાં તેઓ ડિબેટ દ્વારા પોતાનો ખર્ચ મેનેજ કરતા હતા. (Photo: Vikas Divyakirti/Insta)
-
વિકાસ દિવ્યકીર્તિનું કહેવું છે કે તેમણે ઘરેથી પૈસા લીધા નથી. જો કે તે દરમિયાન સ્થિતિ એવી હતી કે ઘરેથી પૈસા પણ મળ્યા ન હતા. આવી સ્થિતિમાં ડિબેટ એ તેમનો રોજગાર હતો અને તે અહીંથી પોતાના આખા મહિનાનો ખર્ચ ઉઠાવતા હતા. (Photo: Vikas Divyakirti/Insta)