-
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકરને તેના ચાહકો ‘ક્રિકેટનો ભગવાન’ કહે છે. તેણે પોતાના બેટથી ઘણા રેકોર્ડ બનાવ્યા છે અને તોડ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે સચિન પોતાના બેટ અને બોલને ભગવાનની જેમ પૂજે છે.
-
હાલમાં જ સચિને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે પોતાના ઘરના મંદિરમાં જોવા મળી રહ્યો છે.
-
તેમના મંદિરમાં અનેક દેવી-દેવતાઓની મૂર્તિઓ અને ચિત્રો જોવા મળે છે. આ તસવીરોમાં સચિનના બેટ અને બોલે તેના ચાહકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે.
-
ક્રિકેટરે મંદિરમાં ભગવાનની સાથે પોતાનું બેટ અને બોલ પણ રાખ્યા છે. તસવીરોમાં સચિન ભગવાન અને બેટ-બોલની સામે બેસીને પ્રાર્થના કરતો જોવા મળે છે.
-
ક્રિકેટરે તેની માતા સાથેની એક તસવીર પણ પોસ્ટ કરી છે જેમાં તે તેની માતાના ચરણોમાં નમીને આશીર્વાદ લેતો જોવા મળી રહ્યો છે.
-
આ તસવીરો શેર કરવાની સાથે જ સચિને પોસ્ટને એક કેપ્શન પણ આપી છે, જેમાં તેણે તેના ચાહકોને વિજયાદશમીની શુભકામનાઓ આપી છે.
-
સચિને લખ્યું છે કે વિજયાદશમીની ઉજવણી કરનારા બધાને દશેરાની શુભકામનાઓ! જેમ બોલ બાઉન્ડ્રીને પાર કરે છે, તેવી જ રીતે બુરાઇ પર અચ્છાઇની જીત તમારા જીવનના તમામ અવરોધોને દૂર કરે. યોગ્ય હેતુ માટે બેટિંગ કરતા રહો. હંમેશા ખુશ રહો.
(ફોટો સ્ત્રોત: @sachintendulkar/instagram)