-
જે ક્ષણની સુરંગમાં ફસાયેલા 41 મજૂરોના પરિવારજનો જ નહીં પરંતુ આખો દેશ એકી શ્વાસ સાથે રાહ જોઈ રહ્યો હતો તે ક્ષણ આખરે પૂરી થઈ ગઈ. ઉત્તરકાશીના સિલ્ક્યારામાં 11 નવેમ્બરથી નિર્માણાધીન ટનલ તૂટી પડવાને કારણે ફસાયેલા 41 મજૂરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.
-
શ્રમિકોને સલામત રીતે બહાર કાઢવા માટે છેલ્લા 17 દિવસથી તૈયારીઓ ચાલી રહી હતી.
-
રાહત કાર્યમાં લાગેલા ટનલ નિષ્ણાંતો, એન્જિનિયરો અને બચાવ ટીમોએ શક્ય તમામ પ્રયાસો કર્યા હતા
-
તમામ ટેકનિકલ વિગતોને સમજીને દરેક પગલા લેવામાં આવી રહ્યા હતા. ક્યારેક ઘટનાસ્થળે મોટી મોટી મશીનો જોવા મળી તો ક્યારેક સુરક્ષાકર્મીઓ અને સામાન્ય લોકોના હાથ પ્રાર્થના કરી રહ્યા હતા..
-
જોકે ટનલમાં ફસાયેલા મજૂરોને બચાવવામાં ભારત અને વિદેશના મોટા મશીનો બિનઅસરકારક જણાતા હતા, ત્યારે રેટ માઇનર્સે પોતાની કમાલ બતાવી હતી.
-
કામદારોને સલામત રીતે બહાર કાઢવામાં વિજ્ઞાન અને ભગવાન બંને સાથે જોવા મળ્યા હતા. ટનલ નિષ્ણાત આર્નોલ્ડ ડિક્સ સુરંગના મુખ પર સ્થિત બાબા બૌખ નાગ દેવતાના મંદિર પાસે કામદારો સુરક્ષિત પાછા ફરે તે માટે ભગવાનને પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા.
-
તમને જણાવી દઈએ કે બાબા બૌખ નાગ ભોલે શંકરનું એક સ્વરૂપ છે. પહાડોના લોકોમાં બાબા બૌખ નાગની ઘણી માન્યતા છે.
-
સોશિયલ મીડિયા પર પણ લોકો એ વાતનો ઉલ્લેખ કરી રહ્યા છે કે જો વિજ્ઞાન અને ભગવાને સાથે કામ ન કર્યું હોત તો આ 41 મજૂરોનું શું થાત તે ખબર નથી.
-
આ બચાવ અભિયાનની સફળતા માટે દેશભરમાં અનેક જગ્યાએ યજ્ઞ, હવન અને પૂજા કરવામાં આવી હતી.