-
Tuver na Totha Recipe (તુવેર ટોઠા બનાવવાની રીત): ગુજરાતમાં શિયાળાની શરૂઆત થવાની સાથે જ શિયાળાની ઋતુમાં પ્રસિદ્ધ વાનગીઓ લોકો ઘરે બનાવે છે અમે માર્કેટમાં પણ મળવા લાગે છે ત્યારે ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાની પ્રખ્યાત ડીસ તુવેર ટોઠાને લોકો ખુબ જ પ્રેમથી ખાય છે. (photo – Social media)
-
Tuver Totha Recipe : તુવેર ટોઢાનું નામ આવે ત્યારે લોકોના મોંઠામાં પાણી ચોક્કસ આવી જતું હોય છે. ઉત્તર ગુજરાતની ફેમસ પૌષ્ટિક વાનગી તુવેર ટોઠા ઘરે બનાવવા સરળ છે. અહીં તમને ઘરે તુવેર ટોઠા બનાવવાની સરળ રીત જણાવીશું. તો ફટાફટ તુવેર ટોઠાની રેસીપી નોંધીલો.(photo – Social media)
-
Ingredients for making tuver totha : તુવેર ટોઠા બનાવવા માટે સામગ્રીની વાત કરીએ તો તુવેર દાણા 1 કપ, ઝીણી સમારેલી ડુંગળી 2, ટમેટા ઝીણા સમારેલા 2, લીલું લસણ/ સૂકું લસણ ઝીણું સમારેલું 3-4 ચમચી, લીલા મરચા 2 ઝીણા સુધારેલા, કોથમીર ઝીણી સમારેલી 3-4 ચમચી, આદુ લસણની પેસ્ટ 1 ચમચી. (photo – Social media)
-
સામગ્રીઃ રાઈ 1 ચમચી, જીરું 1 ચમચી, લાલ મરચાનો પાઉડર 1 ચમચી, ધાણા જીરું પાઉડર 1 ચમચી, હળદર 1/2 ચમચી, ગરમ મસાલો 1/2 ચમચી, હિંગ 1/4 ચમચી, તેલ 4-5 ચમચી, જરૂર મુજબ પાણી, સ્વાદ મુજબ મીઠું જરૂર પડશે.(photo – Social media)
-
Tuver totha making : સૌ પ્રથમ તુવેર દાણાને સાફ કરી પાણીથી 2-3 વખત ધોઈ લો ત્યાર બાદ 2 ગ્લાસ પાણી નાખી 6-7 કલાક પલાળી મુકો સાત કલાક પછી પાણી નિતારી એક પાણીથી ધોઈ નાખો.(photo – Social media)
-
હવે તુવેર દાણાને કુકરમાં નાખોને સાથે સ્વાદ મુજબ મીઠું અને પા ચમચી હળદર નાખી બે કપ પાણી નાખી ધીમા તાપે બે સીટી સુધી બાફી નાખોને ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દો.(photo – Social media)
-
હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરું નાખી તતડાવી લો ત્યારબાદ એમાં હિંગ અને સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરોને ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો.(photo – Social media)
-
ડુંગળી શેકાઈ થાય એટલે એમાં લીલું લસણ/ લસણ સુધારીને નાખો સાથે આદુની પેસ્ટ નાખી એક મિનિટ શેકી લો હવે એમાં લીલા મરચા, ટામેટા નાખી મિક્સ કરી લો ત્યારબાદ જરૂર મુજબ મીઠું નાખી મિક્સ કરી ઢાંકીને 3-4 મિનિટ થવા દો.ચાર મિનિટમાં ટામેટા કુક થાય એટલે એમાં પા ચમચી હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી અડધી મિનિટ શેકી લો.(photo – Social media)
-
ત્યારબાદ એમાં બાફેલા ટોઠા નાખી બારોબર મિક્સ કરી લો અને 2 મિનિટ ઢાંકીને ધીમી આંચ પર થવા દો, 2 મિનિટ પછી એમાં ગરમ મસાલો અને એક કપ પાણી નાખીને મિક્સ કરી ફરી ઢાંકીને 2 મિનિટ થવા દો.(photo – Social media)
-
ત્યારબાદ એમાં લીલા ધાણા અને લીંબુનો રસ નાખી મિક્સ કરો અને ગેસ બંધ કરી લો અને બ્રેડ કે બાજરાના રોટલા સાથે સર્વ કરો ગરમ ગરમ તુવેરના ટોઠા.(photo – Social media)
