-
ચોમાસામાં ફરવા લાયક ગુજરાત નજીક 7 હિલ સ્ટેશન
ચોમાસાના વરસાદમાં ફરવાની મજા કંઇક અલગ જ હોય છે. વરસાદમાં પ્રકૃતિ સોળે કળા ખુલી ઉઠે છે. લીલાછમ પહાડ અને મેદાન, વહેતા ઝરણાં અને નદી, ઠંડો ઠંડો પવન, વાદળછાયા વાતાવરણ વચ્ચે ધુમ્મસ જોઇ વ્યક્તિ તમામ ચિંતા પરેશાની ભુલી હળવાશ અનુભવે છે. ઓગસ્ટ મહિનામાં બે લાંબા વિકેન્ડ આવી રહ્યો છે. જો તમે મિત્રો કે પરિવાર સાથે ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો, અહીં ગુજરાત નજીક આવેલા 7 હિલ સ્ટેશન વિશે જણાવી રહ્યા છે. (Photo: Freepik) -
સાપુતારા હિલ સ્ટેશન (Saputara Hill Station)
સાપુતારા ગુજરાતનું સૌથી પ્રખ્યાત હિલ સ્ટેશન છે, જે ડાંગ જિલ્લામાં આવેલું છે. ચોમાસાનો વરસાદ પડતા સોપુતારા સોળે કળાએ ખીલી ઉઠે છે. સાપુતારામાં ચારેય બાજુ હરિયાળી, ઝરણા અને ધુમ્મુસ જોઇ મન પ્રફુલ્લિત થઇ જાય છે. મહારાષ્ટ્રની સરહદ નજીક આવેલા સાપુતારાને સાપનું ઘર કહેવામાં આવે છે. સહ્યાદિ પર્વતમાળામાં 1000 મીટર ઉંચાઇ પર આવેલા સાપુતારામાં ઉળાળામાં પણ તાપમાન આશરે 30 ડિગ્રીથી ઓછું રહે છે ત્યારે ચોમાસામાં તો અહીં તાપમાન ઘણું નીચું રહે છે. સાપુતારામાં કુદરતી દ્રશ્યો, હાથગઢ કિલ્લો, વાંસદા નેશનલ પાર્ક, ડાંગી સંસ્કૃતિ જોવા માટે નવા નગર, સનસેટ પોઇટ, સાપુતારા તળાવમાં બોટિંગ કરવાની પ્રવાસીઓને મજા પડે છે. નજીકમાં જોવા માટે વનસ્પિત ઉદ્યાન, ગિરા ધોધ, સપ્તશૃંગી ગઢ લોકપ્રિય પ્રવાસન સ્થળ છે. (Photo – Gujarat Tourism) -
ડોન હિલ સ્ટેશન (Don Hill Station)
ડોન હિલ સ્ટેશન પણ ડાંગનું એક પ્રસિદ્ધ હિલ સ્ટેશન છે. ડોન હિલ સ્ટેશન ડાંગનું સાપુતારા પછીનું સૌથી લોકપ્રિય ગિરિમથક છે, જે 1000 મીટરની ઉંચાઇ પર આવેલું છે. ટ્રેકિંગ અને કેમ્પિંગ માટે આ શ્રેષ્ઠ સ્થળ છે. પ્રવાસીઓને પેરાગ્લાઇડિંગની પણ મજા માણવા મળે છે. નજીકમાં સાલ્હેર અને સલોટા કિલ્લો પણ જોવા લાયક છે. ફેબ્રુઆરીમાં યોજાતા ડોન મહોત્સવમાં આદિવાસી સંસ્કૃતિના દર્શન થાય છે. જો તમે સાપુતારા ફરવા જાવ તો સાથે ડોલ હિલ સ્ટેશન જવાનું ચુકશો નહીં. (Photo – Gujarat Tourism) -
વિલ્સન હિલ સ્ટેશન (Wilson Hill Station)
વિલ્સન હિલ સ્ટેશન ગુજરાતના વલસાડ જિલ્લાના ધમરપુર તુલાકામાં આવેલું પ્રખ્યાત પ્રવાસન સ્થળ છે. સહ્યાદ્રિ પવર્તમાળામાં 2500 ફુટની ઉંચાઇ પર આવેલા વિલ્સન હિલ પર ચોમાસામાં વાતાવરણ ઠંડુ હોય છે. ઉંચા પર્વતો, ધુમ્મસ, ચારે બાજુ લીલાછમ જંગલો અને પક્ષીઓનો કર્ણપ્રિય અવાજ પ્રવાસીઓને આકર્ષિત કરે છે. અહીં સૂર્યોદય અને સૂર્યાસ્તનો નજારો જોવો અદભુત હોય છે. અહીં સ્થાનિક કુદરતી દ્રશ્યો ઉપરાંત બિલપુડીનો જોડિયા ધોધ સ્થાનિક આદિવાસી સંસ્કૃતિ, વાધવળ ગામનું દત્ત મંદિર, શંકર ધોધ, વરસાદી દેવ સહિતના દેવસ્થાનો અને રજવાડાના સમયમાં અપરાધીઓને રજા આપવા માટે બનાવેલા વધસ્તંભ જોવાલાયક સ્થળ છે. (Photo – Gujarat Tourism) -
લોનાવાલા ખંડાલા હિલ સ્ટેશન (Lonavala Khandala Hill Station)
લોનાવાલા ખંડાલા મહારષ્ટ્રનું પ્રખ્યાત હિલ સ્ટેશન છે. ઉનાળામાં ઉપરાંત ચોમાસામાં સહ્યાદ્રી પર્વતમાળામાં કુદરતીના ખોળે વસેલું સુંદર લોનાવાલાનો પ્રવાસ યાદગાર બની રહે છે. અદભુત કુદરતી નજારો, ગીચ જંગલ, ટાઇગર લેપ, ઇમેજીકા, ભાજા ગુફા, બુશી ડેમ, કાર્લા ગુફા, રાજમાચી કિલ્લો, રાયવુડ તળાવ, એમ્બી ખીણ, લોનાવાલા તળાવ પ્રવાસ દરમિયાન ફરવા લાયક સ્થળ છે. (Photo – Social Media) -
માથેરાન હિલ સ્ટેશન (Matheran Hill Station)
માથેરાન હિલ સ્ટેશન મહારાષ્ટ્રનું લોકપ્રિય ટુરિસટ પ્લેસ છે. દરિયાની સપાટીથી 2600 ફુટની ઉંચાઇ પર આવેલું માથેરાન હિલ સ્ટેશન વિકેન્ડમાં ફરવા માટે શ્રેષ્ઠ છે. આમ તો માથેરાન બારેમાસ ફરવા માટે શ્રેષ્ઠ છે પરંતુ ચોમાસા વરસાદ બાદ અહીંનો માહોલ જ કંઇક અલગ હોય છે. માથેરાન દુનિયાના અત્યંત ઓછા સ્થળોમાંનું એક છે, જ્યા કોઇપણ વાહનને મંજૂરી આપવામાં આવતી નથી. માથેરાનમાં 35 વ્યુપોઇન્ટ છે જ્યાંથી તમે સહ્યાદ્રી પર્વતમાળાનો આકર્ષક નજારો જોવાન આનંદ લઇ શકો છો. માથેરાનમાં લુઇસા પોઇન્ટ, ચાર્લોટ લેક, મંકી પોઇન્ટ, શિવાજીની સીડી, પેનોરમા પોઇન્ટ, વન ટ્રી હિલ પોઇન્ટ જોવા લાયક સ્થળો છે. (Photo – matheranonline.com) -
માઉન્ટ આબુ હિલ સ્ટેશન (Mount Abu Hill Station)
માઉન્ટ આબુ ગુજરાતીઓનું સૌથી પ્રિય અને રાજસ્થાનનું એક માત્ર હિલ સ્ટેશન છે. અરવલ્લીની પર્વતમાળામાં આવેલું માઉન્ટ આબુ વિકેન્ડમાં ફરવા માટે શ્રેષ્ઠ સ્થળ છે. માઉન્ટ આબુમાં ગુરુ શિખર સૌથી ઉંચું શિખર છે. ચોમાસાના વરસાદમાં માઉન્ટ આબુનો પ્રવાસ અદભુત અનુભવ બની રહે છે. લીલાછમ જંગલો, ઝરણા અને નદીઓ જોઇ પ્રવાસીઓ આનંદ અનુભવે છે. માઉન્ટ આબુમાં નકી તળાવ, ગુરુ શિખ, ટોડ રોડ, વન્યજીવ અભ્યારણ, દેલવાડા જૈન દેરાસર, સનસેટ પોઇન્ટ સહિત ઘણા ફરવા લાયક સ્થળો છે. (Photo – Rajasthan Tourism) -
સૂર્યમાલ હિલ સ્ટેશન (Suryamal Hill Station)
સૂર્યમાલ મહારષ્ટ્રના થાણેમાં આવેલું ઓછું જાણીતું પણ સુંદર હીલ સ્ટેશન છે. ચોમાના વરસાદ બાદ સૂર્યમાલ હિલ સ્ટેશન પર ફરવાનો અનુભવ જીવનભર યાદગાર રહે છે. લીલાછમ ઉંચા પહાડ અને જંગલ, નદી, ધુમ્મુસ પ્રવાસીઓને અહીં ખેંચી લાવે છે. અહીં સૂર્યમાલ ટ્રેકિંગ, સૂર્યમલ શિખર ફરવા લાયક સ્થળો છે. (Photo – Social Media)