-
ચોમાસામાં ફરવા લાયક ભારતના શ્રેષ્ઠ 5 હિલ સ્ટેશન
ચોમાસાના વરસાદમાં ફરવું દરેક વ્યક્તિને ગમે છે. ઝરમર વરસાદ ઉનાળાની કાળઝાળ ગરમીથી રાહત આપે છે. વરસાદમાં કુદરત સોળે કળા એ ખીલી ઉઠે છે. લીલાછમ પર્વત, ખળખળ વહેતી નદી અને ઝરણાં, વાદળછાયા આકાશ અને ધુમ્મસ જોઇ મન પ્રફુલ્લિત થઇ જાય છે. જો તમે ચોમાસાના વરસાદમાં ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છે, તો અહીં ભારતના બેસ્ટ મોનસૂન ટુરિસ્ટ ડેસ્ટિનેશન વિશે જણાવી રહ્યા છે. અહીં. ચોમસાના વરસાદમાં તમે સ્વર્ગ જેવો અનુભવ કરશો. -
કોડાઇકનાલ, તમિલનાડુ (Kodaikanal Tamil Nadu)
ચોમસાના વરસાદમાં ફરવાના પ્રખ્યાત સ્થલોની યાદીમાં પ્રથમ નામ તામિલનાડુના કોડાઇકનાલ છે. આમ જોવા જઈએ તો આ જગ્યા દરેક સીઝન ખૂબ જ સુંદર લાગે છે, જોકે ખાસ કરીને વરસાદની સીઝનમાં કોડાઇકનાલની સુંદરતા મનને આકર્ષિત કરે છે. આ હિલ સ્ટેશન પર તમને લીલાછમ જંગલો, પાણીથી ભરેલા સરોવરો, શાંત અને સ્વપ્ન જેવું વાતાવરણ જોવા મળશે. ખાસ કરીને અહીં કોડાઇકનાલ લેકનો સુંદર નજારો જોઇને તમે તમારા તમામ ચિંતા પળવારમાં ભૂલી જશો. (Tamil Nadu Tourism) -
શિલોંગ, મેઘાલય (Shillong Meghalaya)
શિલોંગને પૂર્વનું સ્કોટલેન્ડ પણ કહેવામાં આવે છે. ચોમાસાની સીઝનમાં આ જગ્યા એટલી સુંદર બની જાય છે કે એક વાર ગયા પછી અહીંનો નજારો જીવનભર લોકોની નજરમાં વસી જાય છે. અહીં સુધી પહોંચીને તમે ઉમિયામ લેક અને એલિફન્ટ ફોલ્સ જેવા સ્થળોએ ફરી શકો છો, જેની આસપાસ ધુમ્મસવાળી ટેકરીઓ છે. (Meghalaya Tourism) -
ચેરાપુંજી, મેઘાલય (Cherrapunji, Meghalaya)
ચેરાપુંજીમાં તમને ચોમાસા દરમિયાન એકથી વધુ જાદુઈ નજારો જોવા મળી શકે છે. નોહકલિકાઇ ધોધથી લઈને સેવન સિસ્ટર્સ ધોધ સુધી, ઘણા ધોધ તમને પૃથ્વી પર સ્વર્ગ જેવો અહેસાસ કરાવશે. આવી સ્થિતિમાં, ચોમાસા દરમિયાન, તમે તમારા પરિવાર અથવા લાઇફ પાર્ટનર કે મિત્રો સાથે આ મનપસંદ સ્થળે ફરવા જઈ શકો છો. (Meghalaya Tourism) -
મુન્નાર, કેરળ (Munnar, Kerala)
ચોમાસાના વરસાદમાં ફરવાની વાત હોય અને કેરળનો ઉલ્લેખ ન થાય તે અશક્ય છે. ખાસ કરીને અહીં વરસાદ બાદ મુન્નારની સુંદરતા સોળે કળા એ ખીલી ઉઠે છે. પશ્ચિમ ઘાટની ગોદમાં વસેલું આ હિલ સ્ટેશન ચોમાસા દરમિયાન લીલાછમ વાતાવરણમાં ફેરવાઈ જાય છે. અહીં પહોંચ્યા બાદ તમને સ્વર્ગ જેવો અનુભવ થવા લાગે છે. (Kerala Tourism Munnar) -
કુર્ગ, કર્ણાટક (Coorg, Karnataka)
આ બધા ઉપરાંત કર્ણાટકમાં ચોમાસા દરમિયાન કુર્ગ ફરવા માટેનું અદ્વિતીય સ્થળ છે. આ સ્થળ તેના શાંત અને સુંદર દૃશ્યો માટે પ્રખ્યાત છે, અને ખાસ કરીને ચોમાસાની ઋતુમાં, અહીંના પહાડો, જંગલો અને કોફીના બગીચાઓ સ્વર્ગના દૃશ્યમાં ફેરવાય છે. આવી સ્થિતિમાં, તમે આ ખૂબ જ સુંદર સ્થળની મુલાકાત લેવાનું પણ વિચારી શકો છો. (Karnataka Tourism)