-
Gujarat Tour Plan In Diwali : દિવાળી પર ગુજરાત પ્રવાસ
દિવાળી ફરવા માટે ગુજરાતમાં ઘણા પ્રખ્યાત સ્થળો છે, જ્યાં તમે પરિવાર અને મિત્રો સાથે ફરવાનો ભરપૂર આનંદ માણો શકો છો. અહીં કુદરતના ખોળ રહેવાની સાથે એડવેન્ચર ટુરની મજા માણવા મળશે. અહીં તમે 1 દિવસથી 3 દિવસ માટેનો ટુર પ્લાન બનાવી શકો છો. (Photo: Gujarat Tourism) -
Saputara Hill Station : સાપુતારા હિલ સ્ટેશન
સાપુતારા ગુજરાતનું પ્રખ્યાત હિલ સ્ટેશન છે. ચોમાસાના વરસાદ બાદ શિયાળાની ઋતુમાં સાપુતારા હિલ સ્ટેશન પણ માઉન્ટ આબુ જેવો અનુભવ થાય છે. સાપુતારમામાં પ્રવાસીઓ કુદરતના ખોળે હોવાનો અહેસાસ કરે છે. સાપુતારામાં કુદરતી સૌંદર્ય સાથે આદિવાસી સંસ્કૃતિનો માણી શકાય છે. સાપુતારામાં આસપાસમાં ઘણા ફરવા લાયક ઘણા સ્થલો છે, જેમા હાથગઢ કિલ્લો, વાંસદા નેશનલ પાર્ક, ડાંગી સંસ્કૃતિ જોવા માટે નવા નગર, સનસેટ પોઇટ, સાપુતારા તળાવમાં બોટિંગ કરવાની પ્રવાસીઓને મજા પડે છે. નજીકમાં જોવા માટે વનસ્પિત ઉદ્યાન, ગિરા ધોધ, સપ્તશૃંગી ગઢ લોકપ્રિય પ્રવાસન સ્થળ છે. (Photo: Gujarat Tourism) -
Statue Of Unity : સ્ટેચ્યુ ઓફ યુનિટી
સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતનું સૌથી લોકપ્રિય પ્રવાસન સ્થળ છે. નર્મદા નદી કિનારે બનેલી સરદાર વલ્લભભાઇ પટેલની વિશાળ મૂર્તિ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર છે. અહીં સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રતિમા, વિશ્વ વન, એકતા નર્સરી, બટકફ્લાય ગાર્ડન, એકતા ઓડિટોરિયમ, રિવર રાફ્ટિંગ, કેક્ટસ ગાર્ડન, ભારત વન, ફેરી સર્વિસીઝ, જંગલ સફારી, એકતા મોલ ફરવાની મજા માણી શકાય છે. (Photo: Gujarat Tourism) -
Shivrajpur Beach : શિવરાજ પુર બીચ
શિવરાજ પુર બીચ પ્રસિદ્ધ તીર્થધાર્મ દ્વારકાની નજીક દરિયા કિનારે આવેલું સુંદર બીચ છે, ભારતના સૌથી પ્રખ્યાત બ્લુ ફ્લેગ માન્યતા બીચમાં શિવરાજ પુર બીચનો સમાવેશ થાય છે. અહીં દરિયાના સ્વચ્છ પાણીમાં નાહવાની અને સમુદ્રી જીવો જોવાની મજા માણી શકાય છે. ઉપરાંત પ્રવાસીઓ સ્નોર્કલિંગ, સ્કુબા ડાઇવિંગ, આઇલેન્ડ ટુર, સી બાથીંગ અને શાંત દરિયા કિનારે બેસી સૂર્યાસ્તની ક્ષણોને માણે છે. (Photo: Gujarat Tourism) -
Gir National Park : ગીરનાર પર્વત અને સિંહ અભ્યારણ
ગીરનાર પર્વત અને ગીર અભ્યારણ દિવાળીમાં ફરવા જઇ શકાય છે. ચાંદની રાતમાં ગીરનાર પર્વત પર ચઢવું યાદગાર અનુભવ બની રહે છે. ઉપરાંત ગીર અભ્યારણમાં સિંહ દર્શન જોવાની મજા પડે છે. દિવાળી બાદ યોજાતી 5 દિવસની લીલી પરિક્રમા કરવા મોટી સંખ્યામાં લોકો ગીરનાર આવે છે. ગીરનાર પર્વત, ઉપરકોટ કિલ્લો, મકબરા, ગીર વન્ય અભ્યારણ સહિત ઘણા જોવાલાયક સ્થળો છે. (Photo: Gujarat Tourism) -
Nadabet Border : નડાબેટ સીમા દર્શન
નડાબેટ સીમા દર્શન બાળકો સાથે દિવાળીમાં ફરવા માટે શ્રેષ્ઠ સ્થળ છે. ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના સુઈગામના નડાબેટ પાસે ભારત પાકિસ્તાન ઝીરો પોઇન્ટ બોર્ડર આવેલી છે. આ સ્થળ ભારત અને પાકિસ્તાન વચ્ચે આવેલું છે હોવાથી સુરક્ષાની દ્રષ્ટિએ ખાસ મહત્વ ધરાવે છે. વાઘા બોર્ડર જેમ નડાબેટ સરહદ પર બીએસએફ જવાનો બહાદૂરીપૂર્વક દેશની સરહદની સુરક્ષા કરે છે. નડાબેટ સીમા પર પણ ડ્રિલ રીટ્રીટ થાય છે જે મુખ્ય આકર્ષણ છે. બીએસએફના રિટરેટ સેરિમની, ફ્યુઝન બેન્ડ અને ઊંટ શો, સરહદ પર પ્રવાસન કોર્પોરેશન (ટીસીજીએલ) દ્વારા નવા વિકસિત સ્થાન પર પ્રવાસીઓ હથિયાર પ્રદર્શની, ફોટો ગેલેરી અને બીએસએફના એક ડોક્યુમેન્ટરી ફિલ્મ જોવા લાયક હોય છે. (Photo: Gujarat Tourism)