-
South India travel plan : ઉનાળાનું વિકેશન પડવામાં હવે થોડા દિવસો બાકી રહ્યા છે ત્યારે લોકો અત્યારથી જ બહાર ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. ઉનાળાની ઋતુમાં લોકો ઓછી ગરમીવાળા સ્થળો પર જવાનું વધારે પસંદ કરે છે. લોકોને રોમાંચની સાથે મજા પડે એવી જગ્યાઓ વધું ગમે છે. (Photo-freepik)
-
ભારતમાં સૌથી વધુ વૈવિધ્યસભર અને આકર્ષક વન્યજીવ અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો છે, જે જંગલ સફારીના શોખીનો માટે સ્વર્ગ સમાન છે. દક્ષિણ ભારતમાં અનેક નેશનલ પાર્ક આવેલા છે. જ્યાં ગાઢ જંગલો અને હરિયાળી છે. જો તમે પણ સાઉથના નેશનલ પાર્કમાં સસ્તી સફારી કરવા માંગો છો તો તમારે અહીં જવું જ પડશે. આ લેખમાં અમે તમને દક્ષિણ ભારતના રાષ્ટ્રીય ઉદ્યાનો વિશે વિગતવાર માહિતી આપીશું.(Photo-freepik)
-
બાંદીપુર નેશનલ પાર્ક (કર્ણાટક) – હરિયાળી અને જંગલ સફારી એક અલગ પ્રકારની મજા છે. જીપમાં બેસીને વન્યજીવોને નજીકથી જોવાનો મોકો મળશે. (photo-wikipedia)
-
આ પાર્કની એન્ટ્રી ફી 350 રૂપિયા પ્રતિ વ્યક્તિ છે. જો તમે જીપ સફારી કરો છો, તો તમારે 3000 રૂપિયા ચૂકવવા પડશે. આ સિવાય જો તમે શેરિંગ બસમાં મુસાફરી કરો છો, તો તે વ્યક્તિ દીઠ 100 રૂપિયા ચાર્જ કરે છે.(photo-wikipedia)
-
પેરિયાર નેશનલ પાર્ક (કેરળ) : આ નેશનલ પાર્કમાં એક તળાવ છે, જ્યાં તમે બોટિંગનો આનંદ માણી શકો છો. તમને જણાવી દઈએ કે, આ સ્થળ કેરળના ઇડુક્કી અને પથાનમથિટ્ટા જિલ્લામાં આવેલું છે. (photo-wikipedia)
-
પેરિયાર નેશનલ પાર્કની એન્ટ્રી ફી 155 રૂપિયા પ્રતિ વ્યક્તિ છે. નેશનલ પાર્કની મુલાકાત લેવાનો સમય સવારે 7 થી 10:00 અને બપોરે 2 થી સાંજે 5 છે. તે જ રીતે, સફારી ફી- વ્યક્તિ દીઠ આશરે રૂ. 150 થી 200 છે.(photo-wikipedia)
-
મુદુમલાઈ નેશનલ પાર્ક (તામિલનાડુ): મુદુમલાઈ રાષ્ટ્રીય ઉદ્યાન દક્ષિણ ભારતના પ્રખ્યાત રાષ્ટ્રીય ઉદ્યાનોમાંનું એક છે. તમને અહીં હાથીઓની મોટી વસ્તી જોવા મળશે. બાળકોને આ જગ્યાએ લઈ જાઓ. (photo-wikipedia)
-
તમને જણાવી દઈએ કે અહીં એક ગ્રુપ જીપ સફારી છે, જેની કિંમત ઉપલબ્ધતા અનુસાર નક્કી કરવામાં આવે છે. તેનું ભાડું 5000 થી 5500 રૂપિયા છે.(photo-wikipedia)