-
Darjeeling Tourism, summer travel tips :દાર્જિલિંગ પશ્ચિમ બંગાળનું પ્રખ્યાત હિલ સ્ટેશન છે. દાર્જિલિંગને પહાડોની રાણી (Queen of the Hills) કહેવામાં આવે છે. વાદળો સાથે વાતો કરતા બરફાચ્છાદિત હિમાલય પર્વત, ઉંચા લીલાછમ વૃક્ષો, ધુમ્મસો, રંગબેરંગી ફુલોશી સજેલું કુદરતી સૌદર્યથી ભરપૂર દાર્જિલિંગ પ્રવાસીઓને ખેંચી લાવે છે. (photo- wikipedia)
-
ઉનાળામાં દાર્જિલિંગની મુલાકાત એક અદભુત અને રોમાંચક મુસાફરી બની શકે છે. તો અમદાવાદથી દાર્જલિંગ આશરે 2150 કિલોમીટર દૂર આવેલું છે. અમદાવાદથી પશ્વિમ બંગાળનું પ્રખ્યાત અને પહાડોની રાણી ગણાતા હિલસ્ટેશન દાર્જિલિંગ કેવી રીતે જવાય એની માહિતી અહીં આપવામાં આવી છે. (photo- wikipedia)
-
હવાઈ માર્ગેથી અમદાવાદથી દાર્જિલિંગ : દાર્જિલિંગમાં કોઈ એરપોર્ટ નથી. સૌથી નજીકનું એરપોર્ટ બાગડોગરા (એરપોર્ટ કોડ: IXB) ખાતે છે, જે દાર્જિલિંગથી 67.5 કિમી દૂર છે અને એરપોર્ટથી કાર દ્વારા પહોંચવામાં લગભગ 3 કલાક લાગે છે. બાગડોગરાને અમદાવાદ સાથે જોડતી ઘણી ફ્લાઇટ્સ છે, કારણ કે તેને તાજેતરમાં એક મુખ્ય એરપોર્ટનો દરજ્જો મળ્યો છે. કોલકાતા ઇન્ટરનેશનલ એરપોર્ટ (એરપોર્ટ કોડ: CCU) પર વન-સ્ટોપ ફ્લાઇટ દ્વારા બાગડોગરા પહોંચવામાં લગભગ 8-9 કલાક લાગે છે. (photo-freepik)
-
ટ્રેન દ્વારા અમદાવાદ થી દાર્જિલિંગ: અમદાવાદથી દાર્જિલિંગની સીધી રેલવે કનેક્ટિવિટી નથી. દાર્જિલિંગ પાસે અમદાવાદ સાથે સીધી રેલ કનેક્ટિવિટી ધરાવતું કોઈ મોટું રેલવે સ્ટેશન નથી. જો કે, તમે ન્યૂ જલપાઈગુડી માટે ટ્રેન લઈ શકો છો, જે એક મુખ્ય સ્ટેશન છે, અને પછી કાર દ્વારા 4-5 કલાકમાં દાર્જિલિંગ પહોંચી શકો છો. રસ્તો સુંદર છે, અને પર્વતોનો અદ્ભુત અનુભવ આપે છે.(photo- wikipedia)
-
જો તમને અનોખો અનુભવ જોઈતો હોય અને તમારી પાસે સમય હોય, તો યુનેસ્કો-વર્લ્ડ હેરિટેજ સાઇટ દાર્જિલિંગ-હિમાલયન રેલ્વે ન્યૂ જલપાઈગુડી જંક્શનથી દાર્જિલિંગ સુધીની પસંદગી કરો. (photo- wikipedia)
-
રોડ માર્ગેથી અમદાવાદ થી દાર્જિલિંગ: હવાઈ અથવા ટ્રેન માટે ઘણા બધા વિકલ્પો ન હોવાથી, તમે લાંબા અંતર માટે કાર દ્વારા મુસાફરી કરવાનો પ્રયાસ કરી શકો છો કારણ કે તે એક અદ્ભુત મુસાફરી બની શકે છે. અને તમને ભારતના વારસાથી પણ વાકેફ કરશે. આ માર્ગોમાં NH-27, NH-48 અને આગરા-લખનૌ એક્સપ્રેસવેનો સમાવેશ થાય છે. ત્રણ મુખ્ય માર્ગો છે.(photo- wikipedia)
-
રૂટ 1 – 2213 કિમીનું અંતર કાપે છે અને દાર્જિલિંગ પહોંચવામાં 39 કલાક લે છે. પશ્ચિમ બંગાળ જવા માટે આ રસ્તો રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહારમાંથી પસાર થાય છે. રાત્રી રોકાણના વિકલ્પો અનુક્રમે જયપુર, લખનૌ, પટના અને સિલીગુડીમાં છે. તમને જેમ યોગ્ય લાગે એ પ્રમાણે રાત્રી રોકાણ કરી શકો છો.(photo-freepik)
-
રૂટ 2-આશરે 2184 કિમી અને રૂટ 3 2142 કિમીનું અંતર કવર કરે છે અને બંને દાર્જિલિંગ પહોંચવામાં 39 કલાક લે છે. આ માર્ગ ઉદયપુરમાંથી પસાર થાય છે અને જયપુર પછી રૂટ 1 માં જોડાય છે. રૂટ 3 ચિત્તૌરગઢ, કાનપુર વગેરેમાંથી પસાર થાય છે અને લખનૌ પછી રૂટ 1 માં જોડાય છે. આ કિસ્સામાં, રાત્રિ રોકાણના વિકલ્પો અનુક્રમે ઉદયપુર અને કાનપુરમાં છે.(photo-freepik)