-
Child care: હાલમાં ડબલ સિઝન ચાલી રહી છે. ખાસ કરીને જ્યારે કાળાઝાળ ગરમીમાં જ્યારે વરસાદ પડે ત્યારે અનેક બીમારીઓ ફેલાતી હોય છે. આ બીમારીઓમાં બાળક જલદી ઝપેટમાં આવી જાય છે. ગરમી અને વરસાદને કારણે બાળકોમાં શરદી, ઉધરસ, વાયરલ, ઇમ્યુનિટી નબળી થવી જેવી અનેક સમસ્યાઓ થતી હોય છે. ગરમીમાં જ્યારે વરસાદ પડે ત્યારે ખાસ કરીને ટાઇફોઇડ, મેલેરિયા જેવી બીમારી પણ દેખા દેતી હોય છે. આવી સ્થિતિમાં બાળકોને બીમારીઓથી બચાવવા માટે તમે આ ફૂડ્સ ખવડાવો છો તો હેલ્થ સારી રહે છે અને ઇમ્યુનિટી સિસ્ટમ સ્ટ્રોંગ રહે છે.
-
શક્કરટેટી ખવડાવો: શરીરમાં ઇમ્યુનિટી સિસ્ટમ નબળી થવા લાગે ત્યારે અનેક સમસ્યાઓ થતી હોય છે. આ ડબલ સિઝનમાં ખાસ કરીને બાળકોને શક્કરટેટી ખવડાવો. શક્કરટેટી ખાવાથી કબજિયાત જેવી સમસ્યા થતી નથી. શક્કરટેટી ખાવાથી પેટ ભરેલું રહે છે જેના કારણે બાળકને બહારના પડીકા ખાવાનું મન થશે નહીં.
-
ડ્રાય ફ્રૂટ્સ ખવડાવો: જ્યારે શરીરની ઇમ્યુનિટી સિસ્ટમ નબળી થવા લાગે ત્યારે અનેક નાના-મોટા શરીરમાં ફેરફાર થતા હોય છે. બાળકોની ઇમ્યુનિટી સિસ્ટમ પહેલાંથી જ થોડી નબળી હોય છે એવામાં સ્ટ્રોંગ કરવી ખૂબ જરૂરી છે. તો આ દિવસોમાં તમે ખાસ કરીને બાળકોને 5 બદામ, 5 કાજુ, 5 દ્રાક્ષ જેવા બીજા અનેક ડ્રાયફ્રૂટ્સ ખવડાવો. ડ્રાયફ્રૂટ્સ ખાવાથી શરીરમાં તાકાત આવે છે.
-
વિટામીન સી ફ્રૂટ્સ ખવડાવો: ડબલ સિઝનમાં બાળકને વાયરલ ઇન્ફેક્શનથી લઇને બીજી બીમારીઓમાંથી બચાવવા માટે વિટામીન સી ફ્રૂટ્સ ખવડાવો. તમે આ સમયે જ્યૂસ પણ પીવડાવી શકો છો. બાળકોને સંતરા, મોસંબી જેવા ફ્રૂટ્સ ખવડાવો જેમાંથી એમને ફૂલ ટૂ વિટામીન સી મળી રહે.
-
પાણી અથવા જ્યૂસ: તમે બાળકોને પાણી અને જ્યૂસ પીવડાવવાનું વધારે રાખો. જ્યૂસ અને પાણી પીવાથી ડિહાઇડ્રેશ જેવી તકલીફ થતી નથી.
-
માતા-પિતાએ આવી મૌસમમાં ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કે, બાળકો ચોકલેટ, આઇસ્ક્રીમ અને ઠંડા-પીણાથી દૂર રહે.