-
Rath yatra 2023: ભગવાન જગન્નાથ દર્શન આપવા ભક્તોની વચ્ચે આવતાં અમદાવાદ જાણે હરખ ઘેલું બન્યું હતું. રથયાત્રાના માર્ગો પર ભક્તોના ઘોડાપૂર ઉમટ્યા હતા. (તસવીર – એક્સપ્રેસ ફોટો, નિર્મલ હરિન્દ્રન)
-
Ahmedabad Rath Yatra: ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળતાં હજારોની સંખ્યામાં ભક્તો રથયાત્રામાં જોડાયા હતા. નગરના માર્ગો જય રણછોડ, માખણચોર ના નાદથી ગૂંજી ઉઠ્યા હતા. (તસવીર – નિર્મલ હરિન્દ્રન)
-
Rath Yatra 2023: ભગવાન જ્યારે સામે ચાલીને ભક્તો માટે દર્શન આપવા આવતા હોય તો ભક્તો માટે આનાથી રૂડુ શું હોઇ શકે? ભક્તોનો હરખ સમાતો ન હતો અને ભગવાનના દર્શન કરવા અને ભગવાનને આવકારવા માટે માર્ગો શ્રધ્ધાળુઓથી ઉભરાયા હતા. (તસવીર – નિર્મલ હરિન્દ્રન)
-
Rath Yatra 2023: ભગવાન જ્યારે સામે ચાલીને ભક્તો માટે દર્શન આપવા આવતા હોય તો ભક્તો માટે આનાથી રૂડુ શું હોઇ શકે? ભક્તોનો હરખ સમાતો ન હતો અને ભગવાનના દર્શન કરવા અને ભગવાનને આવકારવા માટે માર્ગો શ્રધ્ધાળુઓથી ઉભરાયા હતા. (તસવીર – નિર્મલ હરિન્દ્રન)
-
Rathyatra 2023: અમદાવાદ સ્થિત જગન્નાથ મંદિર ખાતે વહેલી સવારે મંગળા આરતી. પહિંન્દ વિધિ બાદ ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ કરાયો હતો. જે સાથે જ જય જગન્નાથના નાદ ગૂંજી ઉઠ્યા હતા. (તસ્વીર – નિર્મલ હરિન્દ્રન)
-
Ahmedabad Rathyatra Photos: ભગવાન જગન્નાથની રથયાત્રામાં ભક્તોની સાથોસાથ વિવિધ કરતબબાજ પણ જોડાયા હતા. એક્સપ્રેસ ફોટોગ્રાફર નિર્મલ હરિન્દ્રને પણ કેમેરાની ક્લિકમાં પોતાનો કરતબ બતાવતાં ભગવાન જગન્નાથની અલૌકિક તસવીર કેમેરામાં કેદ કરી.
-
Rathyatra 2023: ગુજરાતનું માન્ચેસ્ટર કહેવાતું અમદાવાદ પણ આજે જાણે નાનું લાગતું હતું. ભગવાન જગન્નાથની રથયાત્રામાં હજારોની સંખ્યામાં ભક્તોના ઘોડાપુર ઉમટ્યા હતા. રસ્તા પર જાણે પગ મુકવાની જગ્યા દેખાતી ન હતી. (તસવીર – નિર્મલ હરિન્દ્રન)
-
Rath Yatra Special: બિન્દાસ્ત ફોડ, તુ તારે બિન્દાસ્ત માર… જગતનો નાથ જ્યાં મારી સાથે છે ત્યાં મને કોઇ ચિંતા નથી. રથયાત્રામાં હિંમત, શ્રધ્ધાના દ્રશ્યો જોવા મળ્યા હતા. (તસ્વીર- નિર્મલ હરિન્દ્રન)
-
Rath Yatra stunt: આવા દે… ગુજરાત ટાઇટન્સની થીમ લાઇન જાણે અહીં જીવંત દેખાઇ રહી છે. એક ઉપર ત્રણ કરતજબાજ જાણે બાઇક ચાલકને પડકાર ફેંકી રહ્યા છે… જય રણછોડ જય માખણચોર…. આવા દે… (તસવીર- નિર્મલ હરિન્દ્રન)
-
Ahmedabad Rathyatra 2023: ભલે તને લાગતું હોય કે હું ચિત થઇ ગયો, તારામાં તાકાત હોય એટલા વાર કર, મારો નાથ મારા શ્વાસમાં જીવંત છે…કરતબબાજના કરતબ જોઇ રથયાત્રામાં ઉપસ્થિત શ્રધ્ધાળુઓ પણ ચકિત થયા હતા. (તસવીર – નિર્મલ હરિન્દ્રન)
-
Rath Yatra Ahmedabad 2023: ઇસ કદર વાકિફ હૈ મેરી કલમ મેરે જજ્બાતો સે, અગર મે ઇશ્ક લિખના ભી ચાહુ તો ઇંકલાબ લિખ જાતા હૈ, રાખ કા હર એક કણ મેરી ગર્મી સે ગતિમાન હૈ, મૈ એક એસા પાગલ હું જો જેલમે ભી આઝાદ હૈ, મેરા ધર્મ કી સેવા કરના હૈ…રથયાત્રામાં મૂછોને મરોડ આપતા આ દ્રશ્ય જોઇ ભગતસિંહના વિચાર સ્પષ્ટ ઉભરી આવતા હતા. (તસવીર – નિર્મલ હરિન્દ્રન)
-
Ahmedabad Rath Yatra 2023: જગન્નાથની રથયાત્રામાં લાઠી દાવ, કુસ્તી દાવ સહિતના કરતબ જોવા મળ્યા હતા. તો વળી બોડી બિલ્ડરોએ પોતાની શક્તિનું અંગ પ્રદર્શન કર્યું હતું. (તસવીર – નિર્મલ હરિન્દ્રન)
-
Rath Yatra Prasad: આ તો મારા નાથ આવ્યા છે. જગતના નાથ મારે આંગણે આવ્યા, ભક્તો શ્રધ્ધાળુઓમાં હરખની હેલી ઉઠી હતી. ભગવાનનો પ્રસાદ ઝીલી લેવા ભક્તોમાં જાણે હોડ લાગી હતી. (તસવીર – નિર્મલ હરિન્દ્રન)
-
Rath Yatra Prasad: આ તો મારા નાથ આવ્યા છે. જગતના નાથ મારે આંગણે આવ્યા, ભક્તો શ્રધ્ધાળુઓમાં હરખની હેલી ઉઠી હતી. ભગવાનનો પ્રસાદ ઝીલી લેવા ભક્તોમાં જાણે હોડ લાગી હતી. (તસવીર – નિર્મલ હરિન્દ્રન)
-
Rath Yatra Modi: અમદાવાદની પરંપરાગત રથયાત્રામાં વિવિધ ટેબ્લો અને ટ્રક આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. રથયાત્રામાં જી-20 સમિટની ઝલક પણ દેખાઇ જેમાં મોદી જાપાન અને અમેરિકાના પ્રેસિડેન્ટ સાથે દેખાઇ રહ્યા છે. (તસ્વીર – નિર્મલ હરિન્દ્રન)
-
Modi ki Pathshala: રથયાત્રામાં નરેન્દ્ર મોદી કી પાઠશાળા પણ દેખાઇ હતી. શિક્ષણ ઉપર ભાર મુકવાના આશય સાથેની આ ઝલકમાં મોદી સાથે કમાન્ડો પણ દેખાતા હતા. (તસ્વીર – નિર્મલ હરિન્દ્રન)
-
Baba Bageshwar Dham: તાજેતરમાં જ ગુજરાતમાં દિવ્ય દરબાર કરી ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની માંગ કરી ચર્ચામાં આવેલા બાલાજી બાગેશ્વર ધામ સરકાર પણ રથયાત્રાનું આકર્ષણ રહ્યા. મહંત ધીરેન્દ્ર શાસ્ત્રી એમની આગવી અદામાં દેખાઇ રહ્યા છે. (તસ્વીર – નિર્મલ હરિન્દ્રન)
-
Ramayana in Rath Yatra: ભગવાન જગન્નાથ, ભાઇ બલરામ અને બહેન સુભદ્રા સાથે જ્યારે નગરચર્ચાએ નીકળ્યા હોય ત્યારે જાણે ભગવાન રામ પણ આ પળના સાક્ષી બનવા ઇચ્છતા હોય એમ ભગવાન શ્રીરામ, સીતાજી અને લક્ષ્મણ સાથે રથયાત્રામાં જોડાયા હતા. આદિપુરૂષ મુવીનો વિવાદ ચાલી રહયો છે ત્યારે રામાયણનો આ ટેબ્લો પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. (તસવીર – નિર્મલ હરિન્દ્રન)