-
Ratan Tata Passed Away: દિગ્ગજ ઉદ્યાગપતિ અને ટાટા જુથના વડા રતન ટાટા બુધવારે 86 વર્ષની વયે નિધન પામ્યા છે. મુંબઇની બ્રિચ કેન્ડી હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન તેઓનું નિધન થયું છે. દેશમાં ઉદ્યોગ વિકાસમાં ટાટા જુથનું મોટું યોગદાન છે. તેઓ સફળ ઉદ્યોગપતિની સાથોસાથ ઉત્કૃષ્ઠ લીડર, સમાજસેવી, દાનવીર અને યુવા વર્ગના પ્રેરણાત્મક વિચારપૂંજ હતા.
-
રતન ટાટા સફળ ઉદ્યોગપતિ | રતન ટાટાએ 21 વર્ષ સુધી ટાટા જુથનું નેતૃત્વ કર્યું. ટાટાએ કંપનીને સફળતાના સાતમા આસમાને પહોંચાડી. એમના કાર્યકાળ દરમિયાન કંપનીની આવકમાં 40 ગણો અને નફામાં 50 ગણો વધારો થયો. એમના કાર્યકાળ દરમિયાન ટાટાએ મોટી કંપનીઓને હસ્તગત કરી. જેમાં ટાટા ટીએ ટેટલી, ટાટા મોટર્સે જગુઆર લેન્ડ રોવર, ટાટા સ્ટીલે કોરસ હસ્તગત કરી જે મોટી સિધ્ધિ સમાન છે.
-
Ratan Tata Success Mantra: રતન ટાટા દિગ્ગજ ઉદ્યોગપતિ હોવા છતાં લાગણીશીલ અને પ્રેરક વિચારક વ્યક્તિત્વ ધરાવતા હતા. યુવાનો માટે એમનું જીવન પ્રેરણાદાયી છે. જીવનમાં ઉતારવા જેવી ઘણી વાતો એમણે કરી છે. તેઓનું માનવું હતું કે, જીવનમાં સૌથી મોટી નિષ્ફળતા એટલે પ્રયત્ન ન કરવો એ છે. દરેક નાની નાની તક એ મોટી સફળતાનું પ્રથમ ડગલું છે. રતન ટાટા સફળતા મંત્ર વિશે વધુ જાણવા અહીં ક્લિક કરો.
-
રતન ટાટા કરિયર અને સફળતા : રતન ટાટા 1970 ના દાયકામાં ટાટા જૂથમાં સંચાલકીય પદે આવ્યા અને સફળતાનો પાયો નાંખ્યો. 1991 માં જેઆરડી ટાટાએ ટાટા સન્સના ચેરમેન પદેથી રાજીનામું આપ્યું અને રતન ટાટા એમના અનુગામી બન્યા. શરુઆતના સમયમાં તેમને ઘણા પડકારનો સામનો કરવો પડ્યો. આકરી મહેનત બાદ તેમણે ટાટા જુથને સફળતાનો પર્યાય બનાવી દીધું
-
રતન ટાટા શિક્ષણ : રતન ટાટાએ મુંબઇની કેમ્પિયન સ્કૂલમાં ધોરણ 8 સુધી અભ્યાસ કર્યો હતો. ત્યાર બાદ તેઓ મુંબઇની કેથેડ્રલ, જોન કોનન સ્કૂલ, શિમલાની બિશપ કોટન સ્કૂલ અને ન્યૂયોર્ક સિટીની રિવરડેલ કન્ટ્રી સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. ત્યાર બાદ તેઓએ કોર્નેલ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો અને 1959 માં આર્કિટેક્ચરમાં ગ્રેજ્યુએટ થયા.
-
રતન ટાટા જન્મ અને ઉછેર
રતન ટાટા નવલ ટાટાના પુત્ર હતા.રતન ટાટાનો જન્મ બ્રિટિશ રાજ દરમિયાન મુંબઇ ખાતે 28 ડિસેમ્બર 1937 ના રોજ પારસી ઝોરોસ્ટ્રિયન પરિવારમાં થયો હતો. તેઓ 10 વર્ષના હતા ત્યારે માતા પિતા અલગ થતાં દાદી નવજબાઇ ટાટાએ ઉછેર્યા અને દત્તક લીધા હતા. -
રતન ટાટા સાદગી
રતન ટાટા અબજોપતિ હોવા છતાં એમની રહેણી કરણી સામાન્ય વ્યક્તિ જેવી હતી. તેઓ સાદગી પ્રિય વ્યક્તિ હતા. સત્તા અને પૈસાને તેમણે ક્યારેય પોતાની પર હાવી થવા દીધું ન હતું. તેઓ ઘણીવાર ઇકોનોમી ક્લાસમાં મુસાફરી કરતા જોવા મળ્યા છે. તેઓ સાદા કપડાં પહેરવામાં કોઇ ક્ષોભ અનુભવતા ન હતા. તેઓ નાના માણસ સાથે પણ એટલા જ પ્રેમથી મળતા. કર્મચારીઓ પ્રત્યે એમને બેહદ લાગણી હતી. કર્મચારીઓ માટે તેઓ એક સમયે ગુંડાઓ સામે લડ્યા હતા. કંપનીનો એક કર્મચારી બે વર્ષથી બીમાર છે એ વાતની એમની ખબર થતાં તેઓ મુંબઇથી પૂણે કર્મચારીના ઘરે પહોંચી ગયા હતા અને ખબરઅંતર પુછ્યા હતા. એમને પશુઓ પ્રત્યે ભારે લગાવ હતો. -
રતન ટાટા રાજીનામું : રતન ટાટા 75 વર્ષના થતાં એમણે 28 ડિસેમ્બર 2012 ના રોજ ટાટા જૂથની કારોબારી સત્તાઓમાંથી રાજીનામું આપ્યું. એમના અનુગામી તરીકે સાયરસ મિસ્ત્રીની નિમણૂકને લઇને વિવાદ થયો. 24 ઓક્ટોબર 2016ના રોજ સાયરસ મિસ્ત્રીને ટાટા સન્સના ચેરમેન પદેથી દૂર કરવામાં આવ્યા અને રતન ટાટાને વચગાળાના ચેરમેન બનાવાયા. એમના અનુગામી શોધવા માટે નિમાયેલી પસંદગી સમિતિ દ્વારા 12 જાન્યુઆરી 2017 ના રોજ નટરાજન ચંદ્રશેકરનને ટાટા સન્સના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા
-
Ratan Tata : મેં હંમેશા દેશના જુસ્સાદાર અને ઉત્સાહી યુવાનોનો સાથ માણ્યો છે. તેમની ઊર્જા ખરેખર ચેપી છે, અને તેઓ મને એવું અનુભવે છે કે હું બિલકુલ વૃદ્ધ થયો નથી. 33,000 યુવા દિમાગ સાથેનો આજનો વેબિનાર એ મારા થોડા સમય દરમિયાન થયેલી સૌથી ઉત્સાહી વાર્તાલાપમાંની એક હતી. હું તેમને તેમની પોતાની યાત્રામાં ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આશા રાખું છું કે તેઓ ભારતને વૈશ્વિક આર્થિક પાવરહાઉસમાંથી એક બનાવવામાં યોગદાન આપે. (All Photos Credit Instagram)