Renewable Energy Summit PM Modi Speech : પીએમ મોદી સોમવારે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહાત્મા મંદિરમાં રિન્યુએબલ એનર્જી સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રિન્યુએબલ એનર્જી ઉપરાંત વિવિધ વિષય પર સંબોધન આપ્યું હતું
Renewable Energy Summit PM Modi Speech : આજે સોમવારે એટલે 16 સપ્ટેમ્બર 2024ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિવિધ કાર્યક્રમમાં ભાગ લેશે. પીએમ મોદી સોમવારે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહાત્મા મંદિરમાં રિન્યુએબલ એનર્જી સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રિન્યુએબલ એનર્જી ઉપરાંત વિવિધ વિષય પર સંબોધન આપ્યું હતું. (Express Photo By Bhupendra Rana)ચોથી રિન્યુએબલ એનર્જી સમિટના ઉદ્ઘાટન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહેમાનોને સંબોધતા જણાવ્યું હતું કે, મને પૂરો વિશ્વાસ છે કે, આવનારા 3 દિવસ સુધી એનર્જીનું ફ્યુચર, ટેકનોલોજી અને પોલિસી પર ગંભીર ચર્ચા થશે. આ કોન્ફરન્સથી એકબીજાથી શીખીશું. મિત્રો તમે બધા જાણો છો કે, ભારતની જનતાને 60 વર્ષ પછી લગાતાર આ સરકારને ત્રીજીવાર ચૂંટી છે. 140 કરોડ ભારતીય ભારતને ઝડપથી ટોપ 3 ઇકોનોમીમાં પહોંચડવાના સંકલ્પ સાથે કામ કરે છે. આજની ઇવેન્ટ આઇસોલેટેડ ઇવેન્ટ નથી, એક મોટા મિશનનો હિસ્સો છે. ભારતને ડેવલોપમેન્ટનો હિસ્સો બનાવવાનો એક્શન પ્લાન છે. (Express Photo By Bhupendra Rana)રિન્યુએબલ એનર્જી સમિટને સંબોધતા તેમણે વધુ જણાવ્યું હતું કે ગ્રીન એનર્જી માટે મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. ભારત આવનારા સમયમાં 31 હજાર મેગા વોટ પાવર ઉત્પાદન કરશે. જે ધરતી પર સૂર્ય ક્રાંતિનો ઉદય થયો છે ત્યાં આ કાર્યક્રમ થઈ રહ્યો છે. ભારતમાં સોલાર પાવરની ચર્ચા પણ નહોતી ત્યારે ગુજરાતમાં સેંકડો સોલાર પ્લાન્ટ લાગી ચૂક્યા હતા. ક્લાઇમેન્ટ ચેન્જનો મુદ્દો ઉઠ્યો નહોતો ત્યારે મહાત્મા ગાંધીએ વાત કરી હતી. મહાત્મા ગાંધીનું વિઝન ભારતની મહાન પરંપરામાંથી નિકળ્યું છે. (Express Photo By Bhupendra Rana)વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે ઘરમાં દીકરીનો જન્મ થાય અને આ રકમ PPFમાં નાખે તો એ દીકરી 20 વર્ષની થાય ત્યારે આ રકમ 10-12 લાખ થઈ જશે અને દીકરીના ફ્યુચર માટે બહુ કામ આવશે. ગ્રીન જોબ ઘણી ઝડપથી વધશે, હજારો વેન્ડરની જરૂર પડશે. આ યોજનાથી 20 લાખ રોજગારી ઊભી થશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમા જણાવ્યું હતું કે, અમે દરેક સેક્ટર અને ફેક્ટર ચેક કર્યા છે જે ભારતના ઝડપી વિકાસ માટે જરૂરી છે. આપણા વિદેશી મહેમાનોને જાણીને નવાઈ લાગશે કે 7 કરોડ ઘર બનાવી રહ્યા છીએ. (Express Photo By Bhupendra Rana)વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલી રિન્યુએબલ એનર્જી સમિનાના ઉદ્ઘાટન પ્રસંગે સંબોધનમાં જણાવ્યું હતું કે, અમારી PM સૂર્ય ઘર વીજળી યોજનાની સ્ટડી કરવી જોઈએ. આ યોજનાથી ભારતનું એક એક ઘર પાવર પ્રોડ્યુસર બનવા જઈ રહ્યું છે. સવા ત્રણ લાખ ઘરમાં આ યોજના હેઠળ ઇન્સ્ટોલેશનનું કામ પૂરું થઈ ગયું છે. એક નાનો પરિવાર 250 યુનિટ વીજળીની ખપત છે તે હવે 25 હજારની કુલ બચત કરશે. એટલે 25 હજારનો ફાયદો થશે. (Express Photo By Bhupendra Rana)રિન્યુએબલ એનર્જી સમિટને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, અમારૂ લક્ષ્ય ટોપ પર પહોંચવાનું નથી પણ ટોપ પર ટકી રહેવાનું છે. અમે એનર્જી પર આધારીત નથી. આથી અમે સોલાર પાવર, ન્યૂક્લિયર પાવર, વિન્ડ પાવર પર રહેવા નિર્ણય લીધો છે. જી20 દેશના સમુદાયમાં અમે એકલા છીએ જે કરીને બતાવ્યું છે. તેમણે વધુમાં જણાવતા કહ્યું હતું કે, 2030 સુધીમાં રિન્યુએબલ એનર્જીને પાર પાડવા માટે ઘણા પ્રયાસો કરી રહ્યા છીએ. અમારી PM સૂર્ય ઘર વીજળી યોજનાની સ્ટડી કરવી જોઈએ. આ યોજનાથી ભારતનું એક એક ઘર પાવર પ્રોડ્યુસર બનવા જઈ રહ્યું છે. (Express Photo By Bhupendra Rana)વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ભારતના લોકોએ ગામડે ગામડે હજારો અમૃત સરોવર પણ બનાવ્યા છે. ભારતમાં લોકો પોતાની માના નામે એક વૃક્ષ લગાવી રહ્યા છે. ભારતમાં રિન્યએબલ એનર્જીની ડિમાન્ડ ઝડપી બની રહી છે. એનર્જી જનરેશનમાં જ નથી પણ મેન્યુફેક્ચરિંગમાં પણ પૂરી સંભાવના છે. ભારત સાચી માન્યતામાં એક્શપેન્શનની તરફ બહેતર રિટર્નની ગેરંટી છે. આ ક્ષેત્રમાં રોકાણ માટે બીજી કોઈ જગ્યા ન હોય શકે. (Express Photo By Bhupendra Rana)
રિન્યુએબલ એનર્જી સમિટમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાને જણાવ્યું હતું કે, ગ્રીન હાઇડ્રોજન ક્ષેત્રે ભારત ગ્લોબલ લિડર બનવા જઈ રહ્યો છે. સ્ટાર્ટઅપને પણ સપોર્ટ કરી રહ્યા છીએ. ભારતે દુનિયાને મિશન લાઇફનો મંત્ર આપ્યો છે. ગ્રીન ટ્રાન્જિક્શન પર પણ અમારૂ ફોકસ રહ્યું છે. (Express Photo By Bhupendra Rana)