-
અયોધ્યા રામ મંદિરમાં રામ લલ્લા બિરાજમાન થયા છે. વર્ષોથી જે ક્ષણની રાહ જોવાઇ રહી હતી તે ઐતિહાસિક ક્ષણના આપણે સૌ સાક્ષી બન્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રામ લલ્લાની સ્થાપના થઇ હતી. (Photo – Social Media)



વડાપ્રધા નરેન્દ્ર મોદીએ લાઇટ પિસ્તા કલરનો ગોલ્ડન કુર્તો પહેર્યો હતો. પિસ્તા કલરની કુર્તાની સાથે તેમણે ક્રીમ રંગની ધોતી પહેરી હતી. તેમણે કુર્તાની ઉપર પેસ્ટલ કલરની ગોલ્ડન કોટી પણ પહેરી હતી. આ ટ્રેડિશનલ લૂકને પરફેક્ટ કરવા માટે તેમણે ગળામાં લાઇટ વ્હાઇટ કલરનું ઉપવસ્ત્ર ધારણ કર્યુ હતુ. (Express Photo)

પીએમ મોદી નવનિર્મિત રામ મંદિરના મુખ્ય દ્વારથી ચાલીને સ્થળ પર પહોંચ્યા અને ગર્ભગૃહમાં પ્રવેશ્યા. આ દરમિયાન પીએમ પોતાના હાથમાં લાલ કપડામાં ચાંદીનું છત્ર લાવ્યા હાતા. (Express Photo)




