-
Mulayam Singh Yadav Life Story: મુલાયમ સિંહ યાદવ નામ આવે ને ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) યાદ આવી જાય. ભારતીય રાજકીય ક્ષેત્રનો કદાવર ચહેરો અસ્ત થયો છે. 82 વર્ષની વયે એમનું નિધન થયું છે. એમના અંતિમ સંસ્કાર 11 ઓક્ટોબરે સૈફઇમાં કરવામાં આવશે. એમના પાર્થિવ દેહને ગુરૂગ્રામના મેદાંતા હોસ્પિટલમાંથી પહેલા 16 અશોકા અને બાદમાં સૈફઇ ખાતે લઇ જવાશે.
-
ગૃહમંત્રી અમિત શાહે મેદાંતા હોસ્પિટલ પહોંચી મુલાયમ સિંહ યાદવના અંતિમ દર્શન કર્યા હતા. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઇને યૂપીના મુખ્યમંત્રી સહિતે મુલાયમ સિંહના નિધન અંગે શોક વ્યક્ત કર્યો છે.
-
યૂપીના મુખ્યમંત્રી આદિત્યનાથ યોગીએ મુલાયમ સિંહના નિધનને પગલે રાજ્યમાં ત્રણ દિવસના રાજકીય શોકની પણ જાહેરાત કરી છે.
-
મુલાયમ સિંહ યાદવ 1967માં પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેઓ ઇટાવાની જસવંતનગર બેઠક પરથી જીત્યા હતા.
-
સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલા મુલાયમ સિંહ યાદવે આકરી મહેનત અને સૂઝબૂઝથી રાજકીય ક્ષેત્રે ઉંચાઇ પ્રાપ્ત કરી હતી.
-
મુલાયમ સિંહ યાદવ આપ બળે 9 વખત ધારાસભ્ય બન્યા હતા. તેઓ 8 વખત વિધાનસભામાં એક વખત વિધાન પરિષદમાં ચૂંટાયા હતા.
-
આ ઉપરાંત તેઓ 1996થી 2019 દરમિયાન 7 વખત લોકસભામા ચૂંટાયા હતા.
-
57 વર્ષની રાજકીય સફરમાં તેઓ 9 વખત ધારાસભ્ય તો 7 વખત સાંસદ અને ત્રણ વખત મુખ્યમંત્રી બન્યા હતા. રાજકીય સફરની આવી સિધ્ધિ કોઇ પ્રાપ્ત કરી શક્યું નથી.
-
(All Photos: PTI)