-
Monsoon Recipe, Chilly fry Recipe : અત્યારે ચોમાસું એકદમ જામી ગયું છે. વરસતા વરસાદમાં ગરમાગરમ ભજીયા કે દાળવડા ખાવાનું મન થાય છે. બજારમાં પણ લારીથી લઈને પ્રખ્યાત દુકાનોમાં પણ દાળવડા, ભજીયા લેવા માટે પડાપડી થાય છે. વરસાદની મોસમમાં દાળવડા, ભજીયા ખાઈને લોકો મોજ કરતા હોય છે. (photo freepik)
-
Monsoon Recipe, Chilly fry Recipe : જોકે, દાળવડા હોય કે ભજીયા તેના સાથીદાર વગર સ્વાદ પુરો થતો નથી. અહીં તળેલા મરચાની વાત થાય છે. તળેલા મરચાની સાથે દાળવડા કે ભજીયાનો સ્વાદ બમણો થઈ જાય છે. (photo freepik)
-
Monsoon Recipe, Chilly fry Recipe : કેટલી માતાઓ બહેનો દાળવડા અને ભજીયા જેવો નાસ્તો ઘરે બનાવવાનું પસંદ કરે છે. ત્યારે પરફેક્ટ તળેલા મચરાં સ્વાદમાં ઉમેરો કરે છે. (photo freepik)
-
Monsoon Recipe, Chilly fry Recipe : અહીં ચોમાસા સ્પેશિયલ રેસીપીમાં બજાર જેવા તળેલા મરચાની રેસીપી જણાવીશું. આ જાણીને નવાઈ લાગશે કે મચરાં તળવામાં શું રેસીપી હોય. તેલ ગરમ કરીને તળી નાંખવાના હોય. પરંતુ મરચા તળવાની પણ ટેકનીક હોય છે. જે અહીં જણાશું. (photo freepik)
-
Monsoon Recipe, Chilly fry Recipe : દાળવડા હોય કે ભજીયા કે પછી ભોજન સમયે ખાવા માટે મરચા તળતાં હોય ત્યારે તમારે મરચા પસંદ કરવામાં ખુબ જ ધ્યાન રાખવું જોઈએ. નહીં તો એકદમ તીખા મરચાં ભોજન કે નાસ્તાનો આનંદ બગાડી શકે છે. (photo freepik)
-
Monsoon Recipe, Chilly fry Recipe : કુણા અને નમર જેવા લાગતા મરચા પસંદ કરવા એકદમ પતલા મચરા તીખા હોય થે. જોકે, મરચા લીધા પછી મરચામાં ઊભા ચીરા કરી દેવા અને અંદરના બીજ દૂર કરવા. (photo freepik)
-
Monsoon Recipe, Chilly fry Recipe : એક તપેલીમાં બે ત્રણ સ્પૂન જેટલું તેલ લેવું અને ગરમ કરવું ત્યારબાદ મરચાં નાખીને ધીમા તાપે હલાવવા. આ સમયે ખાસ ધ્યાન રાખવું કે સ્ટવનો ફ્લેમ વધારે ન હોવો જોઈએ. ધીમા તાપે તેલમાં શેકવા ત્યારબાદ જરૂર પ્રમાણે હળદર, મીઠું અને અડથી ચમચી લીંબોનો રસ નાંખવો.(photo freepik)
-
Monsoon Recipe, Chilly fry Recipe : જે લોકોને ગરમ મસાલો ગમતો હોય તેઓ ઉપરથી થોડો ગરમ મસાલો અને ધાણા જીરું પણ નાંખી શકે છે. આમ તમારા તળેલા મરચા તૈયાર થઈ જશે.(photo freepik)