-
ચોમાસામાં વાતાવરણમાં ભેજના વધારાને કારણે ”કન્જેકટિવાઈટિસ” એટલે કે, ”આંખ આવવી”, ના કેસોમાં વધારો થાય છે.જેના માટે સાવચેતીના પગલાં લેવી જરૂરી છે.
-
લક્ષણો : આંખમાં લાલાશ જણાય અને આંખમાં ખંજવાળ આવવી,આંખમાં દુખાવો થવો અને આંખમાં પોપચાં ચોંટી જવા.
-
આંખ આવવાના કારણો : છીંક/ ખાંસી દ્વારા ચેપ લાગવાથી, ચેપી વ્યક્તિના સીધા સંપર્કમાં આવવાથી, ચેપી વ્યક્તિના સંપર્કમાં આવવાથી, ધૂળ-રજકણ, ફૂલના પરાગરજ દ્વારા
-
શું કરવું?: હાથ અને મોં ચોખ્ખા રાખવા અને સમયાંતરે સાબુથી સાફ કરવા,
-
ચેપી વ્યક્તિએ નજીકના તબીબ પાસે જઈને સારવાર કરાવવી, ડોકટરે આપેલ ટીપા નાખતા પહેલા અને પછી સાબુથી હાથ ધોવા.
-
ચેપી વ્યક્તિએ હાથ રૂમાલ, નાહવાનો ટુવાલ તથા વ્યક્તિગત વપરાશની તમામ ચીજો અલગ રાખવી.
-
ચેપી વ્યક્તિએ આંખોના રક્ષણ માટે ચશ્માં અવશ્ય પહેરવા, ચેપી વ્યક્તિએ ગભરાયા વગર ડોક્ટરની સલાહ હેઠળ સારવાર ચાલુ રાખવી અને જરૂરી સૂચનાઓનું પાલન કરવું.
-
શું ના કરવું? : ભીડ ભાળ વાળી જગ્યાઓ જેવી કે હોટેલ, થિયેટર, મોલ, મેળાવડા વગેરે જેવા સ્થળોને જવાનું ટાળો.
-
વારંવાર આંખને સ્પર્શ ના કરવી, ચેપી વ્યક્તિની ચીજવસ્તુઓથી દૂર રહેવું. ચેપી વ્યક્તિએ મેડિકલ સ્ટોરમાંથી જાતે કોઈપણ દવાના ટીપા લઇ આંખમાં નાખવા નહિ.
-
કોઈપણ બાળકને આંખમાં કન્જેક્ટિવાઇટિસની અસર જણાય તો વાયરસ વધુ ન ફેલાય તે માટે બાળકને શાળાએ ન મોકલવું હિતાવહ છે.