-
ઉનાળામાં મોબાઇલ બેટરી ગરમ થતી રોકવાની ટીપ્સ
ઉનાળાની ગરમીમાં સ્માર્ટફોનની બેટરી ઝડપથી ગરમ થઇ જાય છે. વધારે ગરમ થતા મોબાઇલની બેટરીને નુકસાન થઇ શકે છે. બેટરી ઝડપથી ડ્રાય થવાની સમસ્યા થઇ શકે છે. ઘણી વખત તો બેટરી વધારે ગરમ થતા બ્લાસ્ટ પણ થવાની ઘટનાઓ બને છે. આવી અનિશ્ચિનિય ઘટનાથી બચવા ઉનાળામાં ફોનની બેટરીનું ધ્યાન રાખવું જરૂરી છે. અહીં 5 ટીપ્સ આપી છે, જે અનુસરી તમે ઉનાળાની ગરમીમાં મોબાઇલ બેટરી ગરમ થતી બચાવી શકો છો. (Photo: Freepik) -
મોબાઇલ લોકેશન બંધ રાખો
સ્માર્ટફોનમાં લોકેશન સર્વિસ બંધ રાખવાથી બેટરી ઓછી વપરાશે. આ સાથે બેટરી ઓછો લોડ પડશે અને બેટરી હીટ થશે નહીં. (Photo: Freepik) -
બ્લૂટૂથ, વાઇફાઇ બંધ રાખો
સ્માર્ટફોનમાં બ્લૂટૂથ અને વાઇફાઇ જરૂર ન હોય ત્યારે બંધ રાખો. તેનાથી બેટરી ઓછી વપરાશે અને વારંવાર ચાર્જ કરવી પડશે નહીં. તો એપલ ફોન યુઝર્સ air drop ને પણ બંધ રાખે. (Photo: Freepik) -
સ્ક્રીન બ્રાઇટનેસ ઓછી રાખો
મોબાઇલ સ્ક્રીનની બાઇટનેસ વધારે હશે તો બેટરી વધારે વપરાશે. આથી બેટરી ઝડપથી ગરમ થઇ જાય છે. સ્માર્ટફોન ઓટો બ્રાઇટનેસ ફીચરનો ઉપયોગ કરી બેટરીનો વપરાશ ઘટાડી શકાય છે. (Photo: Freepik) -
ઓરિજનલ મોબાઇલ ચાર્જ વાપરો
બેટરી ચાર્જ કરવા માટે હંમેશા સ્માર્ટફોન સાથે આવેલા કંપનીના ઓરિજનલ ચાર્જરનો જ ઉપયોગ કરવો જોઇએ. જેનાથી બેટરી હીટ થવાની સમસ્યા નહીં થાય. કંપનીના ઓરિજનલ ચાર્જ સિવાય અન્ય કોઇ ચાર્જર વડે મોબાઇલ ચાર્જ કરવાથી બેટરી હીટ થાય છે, જે નુકસાન પહોંચાડી શકે છે. (Photo: Freepik) -
મોબાઇલ બેટરી 100 ટકા ચાર્જ ન કરવી
ફોનની બેટરી 100 ટકા ફુલ ચાર્જ ક્યારેય કરવી નહીં. તેનાથી મોબાઇલ બેટરી ગરમ થાય છે. સ્માર્ટફોન બેટરી સારું પર્ફોર્મન્સ આપે તેની માટે બેટરી 80 થી 85 ટકા સુધી ચાર્જ કરવી યોગ્ય ગણાય છે. (Photo: Freepik)