- 						
										
									આપણે મોટેભાગે મગફળીને શેકીને ખાધી હશે, પરંતુ મગફળીમાંથી સબ્જી બનાવી શકાય છે જ 15 મિનિટમાં બની જાય છે અને ખુબજ સ્વાદિષ્ટ પણ બને છે!
 - 						
										
									આ સાદી સબ્જી તમારા પરિવારમાં ઓલ ટાઈમ ફેવરિટ બની શકે છે. તે એક કમ્ફર્ટ ખોરાક છે જે ગરમ ચપાટી, ચોખાની રોટલી, પરાઠા અથવા સાદા ભાત સાથે પણ તમે કોમ્બિનેશન કરીને ખાઈ શકો છો.
 - 						
										
									સામગ્રી : 1 ટેબલસ્પૂન સરસવનું તેલ, 1 ટેબલસ્પૂન જીરા, 1 સમારેલ ડુંગળી, 2 લીલું મરચું, 2-3 લસણની કળીઓ, 1 કપ મગફળી, થોડી કોથમીર
 - 						
										
									મગફળી સબ્જી રેસીપી : સૌ પ્રથમ કઢાઈમાં, સરસવનું તેલ ઉમેરો. એમાં જીરું ઉમેરો અને જીરું તતડે એટલે એમાં ડુંગળી ઉમેરો અને સાંતળો. આ ઉપરાંત એમાં લસણ અને લીલા મરચા ઉમેરો.
 - 						
										
									તેને 2 મિનિટ માટે કુક કરો. મગફળી ઉમેરો અને 3-4 મિનિટ સુધી કુક થવા દો. એમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને કોથમીરથી ગાર્નિશ કરો. હવે ગેસ બંધ કરો અને ઠંડુ થવા દો. આ મિશ્રણને બ્લેન્ડરમાં સ્થાનાંતરિત કરો, બરછટ ગ્રાઇન્ડ કરો એટલે તમારી મગફળીની સબ્જી તૈયાર છે તેને ચપાટી સાથે સર્વ કરો.