-
રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે આજે અમદાવાદમાં રથયાત્રા પૂર્વ નેત્રોત્સવ વિધિ કરવામાં આવી છે. આજે મોસાળથી નિજ મંદિર પ્રભુ જગન્નાથ પરત ફર્યા છે. (તસવીર: સોશિયલ મીડિયા)
-
જળયાત્રા બાદ આજે નિજ મંદિરમાં પ્રભુના પ્રથમ દર્શન થયા છે. જગન્નાથ, બળભદ્ર અને સુભદ્રાજીની નેત્રોત્સવ વિધિ સંપન્ન કરાઈ છે. (તસવીર: સોશિયલ મીડિયા)
-
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં પ્રભુની નેત્રોત્સવ વિધિ કરવામાં આવી છે. આજે મોટી સંખ્યામાં ભાવિકો પ્રભુ જગન્નાથના દર્શન કરવા માટે ઉમટ્યા છે. (તસવીર: સોશિયલ મીડિયા)
-
રથયાત્રા પહેલા ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ રથયાત્રાના રુટનું નિરીક્ષણ કર્યું હતું. રુટનું નિરીક્ષણ કરવા માટે ગયેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું લોકોએ સ્વાગત કર્યું હતું. રથયાત્રાના દિવસે કોઈ પણ પ્રકારની સમસ્યા ન સર્જાય તે માટે નિરીક્ષણ કરવામાં આવ્યું છે. (તસવીર: સોશિયલ મીડિયા)
-
અમદાવાદના જમાલપુર ખાતે આવેલ જગન્નાથ મંદિરે આજે નેત્રોત્સવ વિધિના અવસરે અહીં “મહા ભંડારા”નું આયોજન કરાયું છે. જેમાં સાધુ-સંતો સહિત ભક્તો મંદિરનો અત્યંત પ્રસિદ્ધ એવો “ધોળી દાળ અને કાળી રોટી”નો પ્રસાદ ગ્રહણ કરે છે. જેના માટે મોટાપાયે તૈયારી હાથ ધરાતી હોય છે. (તસવીર: સોશિયલ મીડિયા)
-
તમને જણાવી દઈએ કે, અમદાવાદ મહાનગરમાં ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં યોજાતી આ રથયાત્રાના 16 કિલોમીટર લાંબા રૂટ પરની કાયદો વ્યવસ્થા તેમજ યાત્રા દરમિયાનની સુરક્ષા-સલામતી, વ્યવસ્થાઓ અંગે અમદાવાદ શહેર પોલીસ દ્વારા જે તૈયારીઓ કરવામાં આવી છે તેની તલસ્પર્શી વિગતો મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી સમક્ષ આ બેઠકમાં વિસ્તૃત પ્રેઝન્ટેશન દ્વારા આપવામાં આવી હતી. આ વર્ષે રથયાત્રામાં પહેલી વાર આર્ટીફિશ્યલ ઈન્ટેલીજન્સ A.I.નો શહેર પોલીસ તંત્ર દ્વારા ક્રાઉડ એલર્ટ અને ફાયર એલર્ટ માટે ઉપયોગ કરવામાં આવશે તેમ પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું હતું. (તસવીર: સોશિયલ મીડિયા)