-
Kaamya Karthikeyan youngest Indian to summit Mt Everest : 16 વર્ષની કામ્યા કાર્તિકેયન નેપાળમાંથી માઉન્ટ એવરેસ્ટ સર કરનાર સૌથી યુવા ભારતીય પર્વતારોહક બની ગઈ છે. આ સિદ્ધિ મેળવનારી તે વિશ્વની બીજી સૌથી નાની છોકરી બની ગઈ છે. (ફોટો ઈન્સ્ટાગ્રામ – kaamya.sahas)
-
આ સિદ્ધિના વખાણ કરતા ભારતીય નૌસેનાએ એક નિવેદન દ્વારા જણાવ્યું હતું કે, “આ સિદ્ધિ પછી, તે વિશ્વની બીજી સૌથી નાની છોકરી બની ગઈ છે, અને નેપાળ તરફથી દુનિયાના સૌથી ઊંચા શિખર પર ચઢનાર વિશ્વની સૌથી નાની ભારતીય પર્વતારોહક બની ગઈ છે.” (ફોટો ઈન્સ્ટાગ્રામ – kaamya.sahas)
-
નૌકાદળે જણાવ્યું હતું કે, કામ્યાએ તમામ સાત ખંડો પરના સૌથી ઊંચા શિખર પર ચઢવાના તેના મિશનમાં છ માઈલસ્ટોન પૂરા કર્યા છે અને ‘7 સમિટ ચેલેન્જ’ પૂર્ણ કરવા માટે આ ડિસેમ્બરમાં એન્ટાર્કટિકામાં માઉન્ટ વિન્સન મેસિફ પર ચઢવાનું લક્ષ્ય રાખ્યું છે. (ફોટો ઈન્સ્ટાગ્રામ – kaamya.sahas)
-
નૌકાદળના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કામ્યાએ સાત ખંડોમાંથી છના સૌથી ઊંચા શિખરોને જીતવામાં અપાર હિંમત અને મનોબળ દર્શાવ્યું છે. (ફોટો ઈન્સ્ટાગ્રામ – kaamya.sahas)
-
“#IndianNavy યુવાન કામ્યાને સાતેય ખંડોના સર્વોચ્ચ શિખરો સર કરવાની, આમ કરનારી સૌથી નાની છોકરી બનવાની તેની આકાંક્ષા માટે શુભેચ્છા પાઠવે છે. #7SummitsChallenge.” એ ઉમેર્યું. (ફોટો ઈન્સ્ટાગ્રામ – kaamya.sahas)
-
નેવી દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, મુંબઈની નેવી ચિલ્ડ્રન સ્કૂલની 12 મા ધોરણની વિદ્યાર્થીની કામ્યા અને તેના પિતા કમાન્ડર એસ કાર્તિકેયને 20 મેના રોજ માઉન્ટ એવરેસ્ટ (8,849 મીટર) પર સફળતાપૂર્વક ચઢાણ કર્યું હતું. (ફોટો ઈન્સ્ટાગ્રામ – kaamya.sahas)