-
ISRO પ્રથમ સૌર મિશન: ચંદ્ર મિશનની સફળતા પછી ઇસરોએ દેશના પહેલા સૂર્ય મિશન અંતર્ગત આદિત્ય એલ1 ને આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા અંતરિક્ષ કેન્દ્રથી શનિવારે લોન્ચ કર્યું હતું.
-
તેની ચોક્કસ ભ્રમણકક્ષામાં લગભગ 125 દિવસનો સમય લાગશે.
-
‘PSLV C57’ શક્તિશાળી કેરિયર ‘આદિત્ય L1’ને અવકાશમાં લઈ ગયું છે.
-
ઇસરોએ શનિવારે સવારે 11.50 મિનિટ પર ઇસરોના વિશ્વાસપાત્ર પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ પીએસએલવી થકી શ્રીહરીકોટા અંતરિક્ષ કેન્દ્રથી લોન્ચ કરવામાં આવ્યું હતું.
-
ઈસરોના પ્રમુખ એસ. સોમનાથે જણાવ્યું હતું કે આદિત્ય L1’ને ચોક્કસ ભ્રમણકક્ષા (L1 Lagrangian point) સુધી પહોંચવામાં 125 દિવસ લાગશે.
-
‘આદિત્ય L1’ પૃથ્વીથી લગભગ 15 લાખ કિલોમીટર દૂર ‘L1’ (સૂર્ય-પૃથ્વી લેગ્રેંજિયન બિંદુ) પર સૌર પવન અને સૂર્યના પ્રભામંડળના દૂરસ્થ અવલોકન માટે રચાયેલ છે.
-
ત્યાં પાંચ બિંદુઓ (લેગ્રેન્જિયન બિંદુઓ) છે જેના પર પૃથ્વી અને સૂર્યના ગુરુત્વાકર્ષણ બળ સંતુલિત થાય છે.
-
તે બિંદુઓથી સૂર્યનો અભ્યાસ કરવો એ વિશેષ અને મહત્વપૂર્ણ છે.
-
‘આદિત્ય એલ1’ અભિયાનમાં બિંદુ ‘L1’નો ઉપયોગ કરવામાં આવશે.
-
‘આદિત્ય L1’ને ‘L1’ બિંદુથી અવરોધ વિના (ગ્રહણ વિના) સૂર્યનું અવલોકન કરવાની ઉત્તમ તક મળશે.
-
સૂર્ય સૌથી નજીકનો તારો હોવાથી અન્યોની સરખામણીમાં તેનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી શકાય છે, એમ ઈસરોએ આ જટિલ મિશન વિશે માહિતી આપતા જણાવ્યું હતું.
-
ઈસરોએ એ પણ સમજાવ્યું કે સૂર્યના અભ્યાસ દ્વારા, આકાશગંગા તેમજ અન્ય વિવિધ તારાઓ વિશે ઘણી માહિતી મેળવી શકાય છે.
-
સૂર્ય ઘણા વિસ્ફોટોનું કારણ બને છે.
-
તે સૂર્યમંડળમાં પ્રચંડ માત્રામાં ઊર્જાનું ઉત્સર્જન કરે છે.
-
સંશોધકો કહે છે કે આવી વિસ્ફોટક સૌર ઘટનાઓ પૃથ્વીની નજીકની અવકાશમાં વિવિધ અસરો કરી શકે છે.
-
આદિત્ય એલ1 સૂરજથી નિકળનારી ગર્મી અને ગરમ હવાની સ્ટડી કરશે. અને સૌર હવાઓને વિભાજન અને તાપમાનની સ્ટડી કરશે. સૌર વાયુમંડળને સમજવાનો પ્રયત્ન કરશે.
-
સાત સાધનો સૂર્યનો અભ્યાસ કરશે, વિવિધ અવલોકનો રેકોર્ડ કરશે.
-
આ મિશન દ્વારા સૂર્યનું પ્રકાશ ક્ષેત્ર, સૂર્યનું બાહ્ય પડ, સૂર્યનો પ્રભામંડળ, સૂર્યનું તાપમાન, યુવી કિરણો વગેરેનો અભ્યાસ કરવામાં આવશે.
-
(તમામ તસવીરો સૌજન્યઃ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન / ટ્વિટર)
