-
IND vs ENG: ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન જો રૂટે ભારત સામેની ઓવલ ટેસ્ટ મેચની બીજી ઇનિંગમાં પોતાની ટીમ માટે શાનદાર ઇનિંગ રમી હતી. તેણે 152 બોલમાં 12 ફોરની મદદથી 105 રન બનાવ્યા હતા. ટેસ્ટ ક્રિકેટમાં રુટની આ 39મી સદી હતી જ્યારે ભારત સામે તેની 13મી ટેસ્ટ સદી ફટકારી હતી. (તસવીર – સોશિયલ મીડિયા)
-
આ સદી સાથે જો રુટ કુમાર સંગાકારાને પાછળ છોડીને ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેનોની યાદીમાં ચોથા નંબર પર આવી ગયો હતો. આ ઉપરાંત તે હોમ ગ્રાઉન્ડ પર ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન પણ બની ગયો છે. સૌથી ઓછી ઇનિંગમાં 39 ટેસ્ટ સદી ફટકારનાર બેટ્સમેનોની યાદીમાં તે ચોથા ક્રમે આવી ગયો છે.(તસવીર – સોશિયલ મીડિયા)
-
ટેસ્ટમાં સૌથી વધારે સદી ફટકાનાર પ્લેયર્સ : જો રૂટે ટેસ્ટ કારકિર્દીની 39મી સદી ફટકારી હતી. આ સાથે જ તેણે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે કુમાર સંગાકારા (38 સદી)ને પાછળ રાખી દીધો છે. આ યાદીમાં તેંડુલકર 51 સદી સાથે નંબર વન પર છે. જેક કાલિસ 45 સદી સાથે બીજા નંબર પર અને રિકી પોન્ટિંગ 41 સદી સાથે ત્રીજા નંબર પર છે. (તસવીર – સોશિયલ મીડિયા)
-
હોમ ગ્રાઉન્ડ પર સૌથી વધુ સદી : જો રૂટે પોતાના હોમ ગ્રાઉન્ડ પર ટેસ્ટ ક્રિકેટ કરિયરની 24મી સદી ફટકારી હતી અને હવે તે ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસમાં હોમગ્રાઉન્ડ પર સૌથી વધુ સદી ફટકારનાર પ્લેયર બની ગયો છે. તેણે મહેલા જયવર્દને, જેક કાલીસ અને રિકી પોન્ટિંગને પાછળ છોડી દીધા હતા. ત્રણેય ખેલાડીઓએ પોતપોતાના હોમ ગ્રાઉન્ડ પર 23-23 સદી ફટકારી હતી. સચિનના નામે 22 સદી છે.(તસવીર – સોશિયલ મીડિયા)
-
જો રૂટે 288 ઇનિંગ્સમાં 39 મી સદી ફટકારી : જો રૂટે ટેસ્ટ ક્રિકેટમાં 39 સદી ફટકારવા માટે 288 ઈનિંગ્સ રમ્યો છે. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઓછી ઈનિંગમાં 39 સદી ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં તે ચોથા ક્રમે આવી ગયો છે. સચિન તેંડુલકરે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઓછી ઈનિંગમાં 39 સદી ફટકારી છે. આ માટે સચિન 239 ઈનિંગ્સ રમ્યો હતો. રિકી પોન્ટિંગ 239 ઇનિંગ્સ સાથે બીજા, કાલિસ 245 ઇનિંગ્સ સાથે ત્રીજા ક્રમે છે.(તસવીર – સોશિયલ મીડિયા)
-
જો રુટ સિવાય ઇંગ્લેન્ડના હેરી બ્રુકે પણ સદી ફટકારી હતી. બ્રુકે પોતાની 50મી ટેસ્ટ ઇનિંગ્સમાં 10મી ટેસ્ટ સદી ફટકારી હતી. આ સાથે તે ડોન બ્રેડમેન પછી 50થી ઓછી ઇનિંગ્સમાં 10 ટેસ્ટ સદી ફટકારનાર પ્રથમ ક્રિકેટર બન્યો છે. બ્રેડમેને 1955માં પોતાની 23મી ઇનિંગ્સમાં 10મી ટેસ્ટ ફટકારી હતી.(તસવીર – સોશિયલ મીડિયા)