-
How to Store Ginger : વરસાદની ઋતુમાં શાકભાજી કે મસાલાને ઘણા દિવસો સુધી તાજા રાખવા ખૂબ જ પડકારજનક છે. આવી સ્થિતિમાં બજારમાંથી ખરીદ્યા પછી તેનો સંગ્રહ કરવામાં ઘણી મુશ્કેલી પડે છે. ખાસ કરીને જો આદુને યોગ્ય રીતે સંગ્રહિત ન કરવામાં આવે તો તેમાં ભેજના કારણે સડી જવાની અને ફુગ લાગવાની સમસ્યા થાય છે. (Photo : Social Media)
-
વરસાદની ઋતુમાં આદુ ઝડપથી બગડે છે. આવી સ્થિતિમાં તેને યોગ્ય રીતે સંગ્રહિત કરવું મહત્વપૂર્ણ છે, જેથી તે લાંબા સમય સુધી ફ્રેશ રહે. તમે કેટલાક સરળ અને ઘરેલું ઉપાયોને અનુસરીને આદુને ઘણા દિવસો સુધી તાજું રાખી શકો છો અને સમયાંતરે તેનો ઉપયોગ પણ કરી શકો છો. (Photo : freepik)
-
આદુ ખરીદતી વખતે ધ્યાન રાખો : જો તમે આદુ ખરીદી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખશો તો તમારે તેને લાંબા સમય સુધી તાજું રાખવા માટે વધુ મહેનત નહીં કરવી પડે. આ માટે આદુ ખરીદતી વખતે હંમેશા ફ્રેશ આદુ ખરીદો. સુકાઈ ગયેલું આદુ કે ખૂબ ભીનું આદુ લાંબા સમય સુધી ટકશે નહીં. હંમેશા તાજું આદુ ખરીદો. (Photo : freepik)
-
એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરો : વરસાદની ઋતુમાં ભેજનું પ્રમાણ વધારે હોવાને કારણે આદુ ખૂબ જ ઝડપથી બગડી જાય છે. આવી સ્થિતિમાં તેને ખુલ્લામાં રાખવાને બદલે તમે તેને એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરી શકો છો. આ માટે સૌથી પહેલા આદુને ધોઈ લો. હવે તેને સારી રીતે સૂકવીને એરટાઇટ ડબ્બામાં બંધ કરીને ફ્રિજમાં રાખી દો. આ રીતે આદુ ઘણા દિવસો સુધી તાજું રહેશે. (Photo : freepik)
-
પેસ્ટ બનાવીને સ્ટોર કરો : લાંબા સમય સુધી તેને સ્ટોર કરવા માટે તમે આદુની પેસ્ટ બનાવી શકો છો. આ માટે આદુની છીણીને તેના નાના-નાના ટુકડા કરી પેસ્ટ તૈયાર કરો. હવે તેને ફ્રીઝરમાં સ્ટોર કરી લો. આ રીતે તમે ઘણા દિવસો સુધી તેનો ઉપયોગ કરી શકો છો. (Photo : freepik)
-
મીઠું લગાવીને રાખો : તમે આદુને મીઠામાં બોળીને સ્ટોર પણ કરી શકો છો. આદુને લાંબા સમય સુધી તાજું રાખવાનો આ એક અસરકારક ઉપાય છે. આ માટે સૌ પ્રથમ આદુના ટુકડા કરી થોડું મીઠું લગાવીને કાચની બોટલમાં ભરી લો. મીઠું આદુને ભેજથી બચાવે છે, તેને લાંબા સમય સુધી ફ્રેશ રાખે છે. (Photo : freepik)
