-
માખી ભગાડવાના ઘરેલું ઉપાય | Makkhi Bhagadvana Upay
ચોમાસું શરૂ થતા માખી સહિત જીવજંતુઓનો ઉપદ્રવ વધી જાય છે. માખી પરેશાન જ નથી કરતી, બીમારી પણ ફેલાવે છે. વરસાદ પડતા જ ભેજ વધવાના કારણે ઘરમાં અનેક પ્રકારના જીવજંતુઓ પણ આવવા લાગે છે. જેમા માખી સૌથી વધુ પરેશાન કરે છે. જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો આ આર્ટીકલ તમને મદદરૂપ થશે. (Photo: Freepik) -
માખીને ભગાડવા માટે સ્પ્રે કેવી રીતે બનાવવો? | Makhhi Bhagane Ka Spray
ચોમાસાના વરસાદની સીઝનમાં માખીઓ સહિત અન્ય જીવજંતુઓના સંવર્ધન માટે અનુકૂળ પરિસ્થિતિઓ સર્જાય છે. આવી સ્થિતિમાં માખી અને જીવજંતુઓ ભગાડવા માટે અમુક ઘરેલું ઉપાયો અપનાવી શકો છો. જો તમે પણ માખીઓના ઝુંડથી પરેશાન છો, તો અહીં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે તેનાથી કેવી રીતે છુટકારો મેળવી શકાય. ડિજિટલ કન્ટેન્ટ નિર્માતા શશાંક અલશીએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કરીને માખી ભગાડવાના ઘરેલું ઉપાયો શેર કર્યા છે.(Photo: Freepik) -
મીઠું અને લીંબના રસનો સ્પ્રે
ઘર માંથી માખી ભગાડવા માટે સ્પ્રે બનાવી શકાય. આ સ્પ્રે બનાવવા માટે 1 કપ પાણીમાં 1 લીંબુનો રસ અને 2 ચમચી મીઠું મિક્સ કરો. દરેક વસ્તુને સારી રીતે મિક્સ કરો અને સ્પ્રે બોટલમાં ભરો. હવે જ્યાં પણ માખી દેખાય ત્યાં આ સ્પ્રેનો છટકાંવ કરો. આ સ્પ્રેસની ખાટી ગંધથી માખી ભાગી જશે. (Photo: Freepik) -
મીઠું અને કાળા મરીનો સ્પ્રે
માખી ભગાડવા માટે મીઠું અને કાળા મરી માંથી પણ સ્પ્રે બનાવી શકાય છે. આ સ્પ્રે બનાવવા માટે સૌથી પહેલા એક બોટલમાં પાણી ભરો. તેમાં મીઠું અને કાળા મરી પાઉડર ઉમેરો. હવે તમે જ્યાં માખી હોય ત્યાં આ સ્પ્રે છાંટો કરો. આમ કરવાથી માખી ભાગી જશે. (Photo: Freepik) -
આદુંના રસનો સ્પ્રે
આદુ એક્સિડેન્ટ ગુણોથી ભરપૂર ઔષધી માનવામાં આવે છે. આદુનો ઉપયોગ કરીને પણ માખી ભગાડી શકાય છે. એક વાટકી પાણીમાં એક ચમચી આદુનો પાવડર નાંખી બરાબર મિક્સ કરી દો. આ પાણી સ્પ્રે બોટલમાં ભરી રાખો. ઘરમા જ્યાં માખી હોય ત્યાં આ સ્પ્રેનો છટકાંવ કરવાથી માખી ભાગી જશે. (Photo: Freepik)