-
ઉનાળામાં કાકડી ખાવાના ફાયદા
ઉનાળાની ઋતુમાં ડાયટમાં એવી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ જે શરીરને હંમેશા હાઇડ્રેટેડ રાખે છે અને પાણીની ઉણપ ન થાય. આવી સ્થિતિમાં લોકોને આ સીઝનમાં તરબૂચ, શક્કરટેટી, ઉપરાંત કાકડી પસંદ આવે છે. (Photo: Freepik) -
કાકડી શરીરને હાઇડ્રેટેડ રાખે છે
ઉનાળાની ગરમમાં કાકડી શરીરને હાઇડ્રેટેડ રાખે છે તેમજ પાચનક્રિયા પણ સારી રહે છે. જો કે, ઘણી વખત કાકડી એટલી કડવી હોય છે, જે મોંઢાનો સ્વાદ બગાડી નાંખે છે. આવી સ્થિતિમાં, બજારમાંથી કાકડી ખરીદતી વખતે કાકડી કડવી છે કે મીઠી ઓળખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ લેખમાં અમે તમને કડવી કાડવી છે કે મીઠી કેવી રીતે ઓળખવી તે અંગે જણાવીશું. (Photo: Freepik) -
કાકડીનો રંગ
કાકડી ખરીદતી વખતે, તેના રંગ અને આકાર જોવાનું ભૂલશો નહીં. હકીકતમાં મીઠી કાકડી ખૂબ જ નરમ તેમજ લીલા રંગની હોય છે. ખૂબ જ ઘાટા રંગ અથવા કરચલીઓવાળી કાકડી કડવી હોઈ શકે છે. (Photo: Freepik) -
કાકડીમાં ઓછા બીયાં
કાકડી ખરીદતી વખતે હંમેશા નાની-પાતળી કાકડી પસંદ કરવી જોઈએ. નાની અને પાતળી કાકડીમાં ઓછા દાણા હોય છે, જે ખાવામાં ખૂબ જ સારા હોય છે. સાથે જ મોટી અને જાડી કાકડી કડવી હોવાની શક્યતા રહે છે. આવા કાકડી ખાવામાં સ્વાદિષ્ટ લાગતી નથી. (Photo: Freepik) -
કાકડની દાંડી
કાકડી ખરીદતી વખતે દાંડી તપાસવાનું ભૂલશો નહીં. શક્ય હોય તો આ ભાગનો સ્વાદ પણ ચાખી શકો છો. દાંડી પાસે કોઈ ભાગ ચાખતી વખતે જો કડવાશ લાગે તો આખી કાકડી કડવી હોઇ શકે છે. (Photo: Freepik) -
કાકડી ખાવાના ફાયદા
ઉનાળામાં કાકડી ખાવી ખૂબ જ ફાયદાકારક છે. તેમાં લગભગ 95 ટકા પાણી હોય છે, જે શરીરને હાઇડ્રેટેડ રાખે છે. તેમાં લગભગ 95 ટકા પાણીનું પ્રમાણ છે. કાકડીમાં વિટામિન સી, વિટામિન કે અને પોટેશિયમ હોય છે, જે ત્વચા, વાળ અને હાડકાં માટે ફાયદાકારક છે. તેમાં કેલરી ખૂબ ઓછી હોય છે, જે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. (Photo: Freepik)
