-
Health Tips For Navratri Vrat : નવરાત્રી વ્રત ઉપવાસ હેલ્થ ટીપ્સ
શારદીય નવરાત્રી આજથી શરૂ થઇ છે. નવરાત્રીના 9 દિવસ દરમિયાન દેવી દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીમાં ઘણા લોકો 9 દિવસ સુધી વ્રત ઉપવાસ પણ કરે છે. (Photo: Freepik) -
વ્રત ઉપવાસ દરમિયાન ફળ અથવા ફરાળી વાનગીનું સેવન કરવામાં આવે છે. પરંતુ કેટલાક એવા ફળ અને જ્યુસ છે જેનું વર્ત ઉપવાસ દરમિયાન ખાલી પેટે સેવન ન કરવું જોઈએ. ચાલો જાણીએ આ ફળ ક્યા છે અને તેનું સેવન કેમ ન કરવું જોઈએ. (Photo: Freepik)
-
પાઈનેપલ (Pineapple Fruit)
નવરાત્રી જ નહીં અન્ય વ્રત ઉપવાસ દરમિયાન પણ અનાનસનું સેવન ન કરવું જોઈએ. હકીકતમાં ખાલી પેટે અનાનસ ખાવાથી પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. (Photo: Freepik) -
વ્રત ઉપવાસમાં ખાલી પેટે અનાનસ ખાવાથી શું થાય છે?
પાઈનેપલમાં બ્રોમેલેન નામનું એન્ઝાઇમ હોય છે, જે ખાલી પેટ ખાવાથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. આથી વર્ત ઉપવાસ દરમિયાન તેનું સેવન ટાળવું જોઈએ. (Photo: Freepik) -
કીવી (Kiwi)
કીવીમાં આવા ઘણા પોષક તત્વો જોવા મળે છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ ઉપવાસ દરમિયાન કીવીનું સેવન ટાળવાની સલાહ આપવામાં આવે છે. (Photo: Freepik) -
વ્રત ઉપવાસમાં કીવી કેમ ન ખાવું જોઈએ? (Kiwi Side Effects)
કીવીમાં એક્ટિનિડિન નામનું એન્ઝાઇમ જોવા મળે છે, જેના સેવનથી પેટમાં ખેંચાણ અને દુખાવો થઈ શકે છે. આવી સ્થિતિમાં વ્રત ઉપવાસ હોય ત્યારે ખાલી પેટ કીવીનું સેવન કરવાનું ટાળવું જોઈએ. (Photo: Freepik) -
ચીકુ
ચીક પણ એવા ફળમાં સામેલ છે જે વ્રત ઉપવાસ દરમિયાન ખાલી પેટ ન ખાવા જોઈએ. (Photo: Pexels) -
ખાલી પેટ ચીકુ કેમ ન ખાવું જોઇએ?
હકીકતમાં ચીકુનો રસ વાત પ્રકૃતિ ધરાવે છે. વ્રત ઉપવાસ દરમિયાન ખાલી પેટે ચીકુ ખાવાથી એસિડિટી અને અન્ય ઘણી સમસ્યાઓ સાથે પેટમાં બળતરા થઈ શકે છે. (Photo: Pexels) -
ઉપવાસ દરમિયાન આ પીણાંથી દૂર રહો
ઉપવાસ દરમિયાન પેક્ડ જ્યુસનું સેવન ટાળવું જોઈએ. તેમાં આર્ટિફિશિયલ સ્વીટનર્સ અને પ્રિઝર્વેટિવ્સ હોય છે જે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. (Photo: Freepik) -
ચા-કોફી પીવી જોઈએ કે નહીં? (Tea Coffee Side Effects)
આ સાથે ચા, કોફી અને સોડા જેવા કેફીનયુક્ત પીણાં પણ ઉપવાસ દરમિયાન ન લેવા જોઈએ. જ્યારે કેફીન શરીરમાં પ્રવેશે છે, ત્યારે વ્યક્તિને વધુ તરસ લાગે છે. આવી સ્થિતિમાં, ઉપવાસ દરમિયાન તેનું સેવન ટાળવાની સલાહ આપવામાં આવે છે. (Photo: Freepik)
