-
હેર કેર ટીપ્સ
સફેદ વાળ કાળા કરવા માટે હેર કલર કે હેર ડાયનો ઉપયોગ થાય છે. સફેદ વાળમાં એક સમાન હેર કલર લાગે, લાંબા સમય સુધી રહે અને વાળને નુકસાન ન થાય તેની માટે વાળમાં હેર ડાય કરતા પહેલા અમુક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. અહીં વાળમાં હેર કલર લગાવતા પહેલા આ 5 બાબત ધ્યાનમાં રાખવી જોઇએ. (Photo: Freepik) -
ભીના વાળ પર હેર કલર ન લગાવો
સફેદ વાળમાં હેર ડાય લગાવતા પહેલા સારી રીતે વાળ ધોઇને બરાબર સુકાવવ દો. તેલ વાળા, ચીકણા અને મેલા વાળમાં હેર કલર કરવાનું ટાળો. ભીના વાળમાં હેર કલર લગાવવાથી રંગ આવતો નથી. ભીના હોય ત્યારે વાળ વધુ સંવેદનશીલ હોય છે, આ સ્થિતિમાં હેર કલરમાં રહેલા કેમિકલ્સ વાળને વધુ નુકસાન પહોંચાડી શકે છે. આ નુકસાનથી બચવા માટે સૌ પ્રથમ વાળને સારી રીતે સુકવી લો.(Photo: Canva) -
વાળ ગરમ પાણીથી ન ધોવા
હેર કલર કર્યા બાદ હેર વોશ માટે ગરમ પાણીનો ઉપયોગ ન કરો. તેનાથી હેર ડાયનો કલર ઝડપથી ઝાંખો પડી શકે છે, સાથે જ તમારા વાળ શુષ્ક થઇ શકે છે. આવી સ્થિતિમાં વાળ ધોયા બાદ હંમેશા ઠંડા કે સામાન્ય પાણીથી વાળ ધોવા જોઇએ. (Photo: Freepik) -
એમોનિયા મુક્ત હેર કલર
સફેદ વાળ કાળા કરવા માટે હંમેશા એમોનિયા ફ્રી નેચરલ હેર ડાયનો ઉપયોગ કરવો જોઇએ. હેર કલરમાં એમોનિયા એ સૌથી અગ્રણી ઘટક છે. તેનાથી વાળનું PH લેવલ વધે છે. એમોનિયાનો ઉપયોગ એટલા માટે કરવામાં આવે છે કારણ કે તે વાળના ક્યુટિકલ્સને ખોલે છે, જેનાથી વાળ પર સારી રીતે રંગ લાગી જાય છે. જો કે વાળ પર એમોનિયાનો ઉપયોગ અત્યંત હાનિકારક પણ હોઈ શકે છે. એમોનિયા પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે, જે ત્વચામાં બળતરા કરી શકે છે. આ સિવાય તે ત્વચાને પણ બાળી શકે છે, સાથે જ તેનો વધુ પડતો ઉપયોગ કરવાથી પણ ક્યુટિકલ્સને નુકસાન પહોંચી શકે છે. આ કિસ્સામાં, એમોનિયા ફ્રી હેર કલર પસંદ કરવા જોઇએ. (Photo: Freepik) -
વાળની સ્થિતિ પર ધ્યાન આપો
હેર કલર કરાવતા પહેલા વાળની સ્થિતિ પર ધ્યાન આપવું સૌથી જરૂરી છે. જો તમારા વાળ ખૂબ જ શુષ્ક અને ક્ષતિગ્રસ્ત છે, તો આ પરિસ્થિતિમાં સફેદ વાળમાં હેર કલર કરવાનું ટાળો. શુષ્ક વાળમાં હેર કલર કરવાથી રંગ સારી રીતે લાગતો નથી, અને તેનાથી તમારા વાળને વધુ નુકસાન થઈ શકે છે, જેનો તમને પાછળથી પસ્તાવો થઈ શકે છે. આવી સ્થિતિમાં, ફક્ત તંદુરસ્ત વાળને રંગીન કરો. (Photo: Freepik) -
હેર માસ્ક
આ બધાથી અલગ હેર કલર કરાવ્યા બાદ શેમ્પૂ બાદ સારા હેર માસ્ક અથવા કન્ડિશનરનો ઉપયોગ કરો. તેનાથી વાળમાં ભેજ રહે છે. આ ઉપરાંત, હેર માસ્ક અને કન્ડિશનરમાં સિલિકોન હાજર હોય છે, જે વાળ પર એક કોટિંગ બનાવે છે. આ વાળની શુષ્કતા અને ફ્રિઝીનેસ ઘટાડવામાં મદદ કરી શકે છે. (Photo: Freepik)