-
Hack for ants: ચોમાસું શરૂ થઈ ગયું છે. ત્યારે આજકાલ ઘરોમાં કીડી અને મકોડાઓનો ભરાવો થવા લાગે છે. દરેક વ્યક્તિ તેનાથી લગભગ પરેશાન થાય છે. આપણે લાલ કીડીઓની વાત કરીએ કે કાળી કીડીની, કે ઉડતા મકોડાઓની તક મળતાં જ તે રોટલીથી લઈ કપડા અને છોડ સુધીની દરેક વસ્તુમાં જોવા મળશે. આવી સ્થિતિમાં કીડીઓથી પરેશાન ન થાઓ અને આ ઉપાયો અપનાવો. (ફોટો ક્રેડિટ – ફ્રી પીક)
-
વાસ્તવમાં, આ ઉપાય એટલા અસરકારક છે કે કીડીઓ ભાગી ગયા પછી, દૂરથી જ તેની ગંધને ઓળખી લેશે અને પાછી ફરશે પણ નહીં. તો ચાલો જાણીએ કે, કીડી-મકોડા ભગાવવાના આ ઉપાયો શું છે (કુદરતી રીતે કીડીઓને ઘરમાં આવતાં કેવી રીતે રોકી શકાય). (ફોટો ક્રેડિટ – ફ્રી પીક)
-
સરકો (વિનેગર) સ્પ્રે : જો તમે કીડીઓથી પરેશાન છો, તો તમારે તે જગ્યાએ વિનેગર છાંટવું જોઈએ જ્યાંથી કીડીઓ તમારા ઘરમાં આવે છે. આ સિવાય રોટલીના ડબ્બાની આસપાસ પણ વિનેગર સ્પ્રે કરો, અથવા જ્યાં તેનું દર હોય કે જ્યાંથી તે ઘરમાં પ્રવેશ કરતી હોય ત્યાં પણ છાંટો. આ માટે 50 ટકા પાણીમાં 50 ટકા વિનેગર મિક્સ કરો. તેને કીડીના પ્રવેશની જગ્યાએ, તથા ઘરની આસપાસ સ્પ્રે કરો. આમ કરવાથી કીડીઓને ભગાડવામાં મદદ મળે છે. વાસ્તવમાં, વિનેગરની તીવ્ર ગંધ કીડીઓને ભગાડે છે અને પછી તે પાછી આવતી નથી. (ફોટો ક્રેડિટ – ફ્રી પીક)
-
ખાટાં ફળની છાલનો પાઉડર : તમારે ફક્ત લીંબુ અને નારંગીની છાલને સાચવીને સૂકવી દેવાની છે. સૂકી છાલને ફૂડ પ્રોસેસર અથવા ગ્રાઇન્ડરમાં મૂકો અને તેને પાવડરમાં પીસી લો. જ્યાં કીડીઓ ઘરમાં પ્રવેશે છે ત્યાં છાલનો પાવડર છાંટવો. આમ કરવાથી કીડીઓ તમારા ઘરથી હંમેશા દૂર રહેશે. (ફોટો ક્રેડિટ – ફ્રી પીક)
-
ખાંડ અને બોરેક્સ પાવડરની પેસ્ટ બનાવો : બોરેક્સ કીડીઓ માટે ખૂબ જ ઝેરી છે અને કીડી-મકોડા તેનાથી મરી જાય છે. તે કરિયાણાની દુકાનોમાં સરળતાથી મળી રહે છે. તો તમારે ફક્ત બોરેક્સ પાવડર લેવાનો છે અને તેમાં ખાંડ અને પાણી ભેળવીને પેસ્ટ તૈયાર કરવાનું છે. તેને બાઉલમાં અથવા અન્ય કોઈ પાત્રમાં રાખો. કીડીઓ આ મીઠી પેસ્ટથી આકર્ષાય છે, અને તેને લઈ પોતાની રાણી પાસે લઈ જશે. આ રીતે તમે કીડીની આખી વસાહતનો નાશ કરી શકો છે. (ફોટો ક્રેડિટ – ફ્રી પીક)
-
આ પદ્ધતિઓ દ્વારા તમે તમારા ઘરમાંથી કીડીઓને ભગાડી શકો છો. તેથી, જો આ સિઝનમાં તમારા ઘરમાં કીડીઓ આવે છે, તો આ વસ્તુઓનું ધ્યાન રાખો અને આ ઉપાયો અજમાવો. (ફોટો ક્રેડિટ – ફ્રી પીક)