Zarwani Waterfall Visit in Monsoon: ચોમાસામાં વરસાદની સિઝનમાં પ્રવાસ કરવાની ઘણી મજા આવે છે. ચોમાસામાં એકદમ આહલાદક વાતાવરણ હોય છે. વરસાદમાં ધોધની મુલાકાત લેવાનો અલગ રોમાંચ હોય છે. આ ગાળામાં તમે ગુજરાતના નર્મદા જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ ઝરવાણી ધોધની મુલાકાત લઇ શકો છો. ભારે વરસાદના કારણે હાલ ધોધ રમણીય બન્યો છે. (Photo – instagram)ઝરવાણી ધોધ નર્મદા જિલ્લામાં આવેલું પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ છે. નર્મદા ડેમ સાઇટ પર રાજપીપળા થી કેવડિયા કોલોની તરફ 28 કિમીના અંતરે ઝરવામી ધોધ છે. ઝરવાણી ધોધ શુલપાણેશ્વર અભ્યારણની અંદર આવેલું છે. આથી પ્રવાસીઓને અહીં સુંદર કુદરતી નજારો માણવાનો મોકો મળે છ. (Photo – instagram)સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે જતા સમયે ચોમાસામાં પ્રવાસીઓએ ઝરવાણી ધોધની મુલાકાત અવશ્ય લેવી જોઈએ. ઝરવાણીનો ધોધ અમદાવાદથી 200 કિલોમીટરના અંતરે આવેલો છે. તે થાવડિયા ચેકપોસ્ટથી 7 કિ.મી. છે. (Photo – instagram)આ ધોધ સુધી પહોંચવા માટે ધોધના પાણીમાંથી પસાર થઇને ત્યાં સુધી પહોંચવું પ્રવાસીઓને આહલાદક અનુભવ કરાવે છે. આ ધોધ અંદાજે 40 ફૂટ ઊંચાઈથી પડે છે. (Photo – narmada.nic.in)સકડ દ્વારા કેવી રીતે પહોંચવું: તમે સડક દ્વરા પોતાની કાર લઇને કે બસમાં પણ પહોંચી શકો છો. તે નર્મદા ડેમ સાઇટ પર રાજપીપળાથી કેવડિયા કોલોની તરફ 28 કિ.મી. છે. (Photo – instagram)ટ્રેન દ્વારા કેવી રીતે પહોંચવું: નજીકનું રેલવે સ્ટેશન કેવડિયા રેલવે સ્ટેશન છે જે લગભગ 15 કિલોમીટર દૂર છે. રેલવે સ્ટેશન પર ઉતર્યા પછી અહીંથી તમે પ્રાઇવેટ વાહનમાં પણ જઇ શકો છો.(Photo – instagram)વિમાન દ્વારા કેવી રીતે પહોંચવું: આ ધોધથી નજીકનું હવાઇમથક વડોદરા છે જે 100 કિલોમીટર દૂર છે. આ એરપોર્ટ પર ઉતર્યા પછી તમે પ્રાઇવેટ વાહન કરીને કે બસ દ્વારા પણ પહોંચી શકો છો. (Photo – narmada.nic.in)