-
Gujarat Weather Change rain : ગુજરાતમાં અત્યારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. મોટાભાગના વિસ્તારોમાં શિયાળામં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. ઠેકઠેકાણે કડાકા ભડાકા સાથે વરસાદી ઝાપટા પણ પડવા લાગ્યા છે. જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કરા પડ્યાના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.
-
શિયાળામાં પણ ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. સૌરાષ્ટ્રભરમાં વાતાવરણમાં પલટો આવતા કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રભરના જુનાગઢ, કચ્છ, ગીર – સોમનાથ, ઉના, ગોડલ, જેતપુર સહિતના અનેક એરિયાઓમાં માવઠું થયું છે. મોરબીમાં કરા સાથે વરસાદ પડ્યો હતો.
-
કમોસમી વરસાદ થાય તો પાકમાં રોગ આવે તેમજ નાશ થવા તેવો ડર છે. હાલ મોટાભાગના ખેડૂતોએ ઘઉં, જુરું, મગ સહિતના પાકોનું વાવેતર કરી દેવાનું આવ્યું છે. ત્યારબાદ વરસાદી શરુઆત થતાં ખેડૂતો પણ મુંઝવણમાં મુકાયા છે.
-
ગાજવીજ સાથે માવઠું થતાં ચણા, જુરું અને કપાસ સહિતના પાકને નુકાસ થવાનો ડર છે. કમોસમી વરસાદ થાય તો પાકમાં રોગ આવે તેમજ નાશ થવા તેવો ડર છે. બીજી તરફ મોરબીમાં ભારે પવન ફૂંકાવાના કારણે સિરામીક ફેક્ટરીના છાપરું ઉડી ગયું હતું.
-
રાજકોટમાં કુવાડવા રોડનાં માલિયાસણ નજીક રસ્તા ઉપર બરફ પથરાયો. બરફથી રસ્તો બંધ થતા લોકોએ રસ્તા પર ઉતરી મનાલી જેવો માહોલ માણી રહ્યાં છે. લોકો બરફથી રસ્તા પર મોજ મસ્તી કરતા જોવા મળ્યા હતા.