-
ગુજરાત લોકસભા ચૂંટણી પરિણામ 2024 વિજેતા ઉમેદવારોની સંપૂર્ણ યાદી
ગુજરાત લોકસભા ચૂંટણી 2024ના પરિણામ જાહેર થાય છે. જેમા ગુજરાતની 26માંથી 25 લોકસભા બેઠકના પરિણામ જાહેર થયા છે, જેમા 1 બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર ગનીબેન ઠાકોરની જીત થઇ છે. તમને જણાવી દઇયે કે, સુરત લોકસભા બેઠક પર ભાજપના મુકેશ દલાલ ચૂંટણી વગર જ બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. -
ગાંધીનગર બેઠક પર અમિત શાહની 7.44 લાખ મતોની સરસાઇથી જીત
ગુજરાતની ગાંધીનગર બેઠક પરથી ભાજપ ઉમેદવાર અમિત શાહની 744716 મતોની સરસાઇ સાથે જીત થઇ છે. અમિત શાહને 1010972 લાખ મત સામે કોંગ્રેસના ઉમેદવાર સોનલ પટેલને 266256 મત મળ્યા છે. -
સીઆર પાટીલની 7.73 લાખ મતોની વિક્રમી સરસાઇ સાથે જીત
ગુજરાતની નવસારી લોકસભા બેઠક પર ભાજપ નેતા સીઆર પાટીલ સતત ત્રીજી વખત રેકોર્ડ બ્રેક મતની સરસાઇ સાથે ચૂંટાઇ આવ્યા છે. લોકસભા ચૂંટણી 2024માં સીઆર પાટીલને 1031065 મત મળ્યા છે. આ કોંગ્રેસ ઉમેદવાર નૈષધ દેસાઇને મળેલા 257514 મત સામે 773551લાખ મતોની સરસાઇ સાથે પાટીલે જીત હાંસલ કરી છે. -
મહેસાણામાં ભાજપના પટેલ સામે કોંગ્રેસના ઠાકોરની હાર
ગુજરાતની મહેસાણા બેઠક પર ભાજપના પટેલ ઉમેદવાર સામે કોંગ્રેસના ઠાકોર ઉમેદવારની 328046 મતોથી હાર થઇ થઇ છે. ભાજપના હીરાભાઇ પટેલને 686406 લાખ મત મળ્યા છે. તો સામે કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોરને 358360 લાખ વોટ મળ્યા છે. -
પરષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય આંદોલન બેઅસર, રાજકોટમાં 4.84 લાખ સરસાઇ સાથે જીત
ગુજરાતના રાજકોટ ભાજપ ઉમેદવાર પરષોત્તમ રૂપાલા એ ક્ષત્રિય આંદોલન વચ્ચે પણ 4.84 લાખ મતોની સરસાઇ સાથે જીત હાંસલ કરી છે. કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના 373724 મત સામે પરષોત્તમ રૂપાલાને 857984 મત મળ્યા છે. -
અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર ભાજપના હસમુખ પટેલની જીત
ગુજરાતની અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર હસમુખ પટેલની જીત થઇ છે. તો કોંગ્રેસ ઉમેદવાર હિંમતસિંહ પટેલની 461755 મતથી હાર થઇ છે. -
ગુજરાતમાં કોંગ્રેસના એક માત્ર ઉમેદવાર ગેનીબેન ઠાકોરની જીત
ગુજરાત લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ 1 બેઠક જીતવામાં સફળ થઇ છે. બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ગેનીબેન ઠાકોરની 30406 માર્જિનથી જીત થઇ છે. ભાજપના રેખાબેન ચૌધરીને 641477 મત અને ગેનીબેન ઠાકોરને 671883 મત મળ્યા છે. -
અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર ભાજપના દિનેશ મકવાણા વિજેતા
ગુજરાતની અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર દિનેશ મકવાણા 286437 મત સાથે જીત થઇ છે. દિનેશ મકવાણાના 611704 વોટ સામે કોંગ્રેસ ઉમેદમવાર ભરત મકવાણાને 325267 મત મળ્યા છે -
જામનગર બેઠક પર પૂનમ માડમની જીત
ગુજરાતની જામનગર લોકસભા બેઠક પર પૂનમ માડમ 238008 મતોની સરસાઇ સાથે ચૂંટણી જીત્યા છે. કોંગ્રેસ ઉમેદવાર જેપી મારવિયાના 382041 મત સામે ભાજપના પૂનમ માડમને 620049 મત મળ્યા છે. -
સાબરકાંઠામાં ભાજપના શોભના બારૈયા સામે કોંગ્રેસના તુષાર ચૌધરીની હાર
ગુજરાતની સાબરકાંઠા લોકસભા બેઠક પર શોભના બારૈયા સામે કોંગ્રેસના તુષાર ચૌધરની 155682 મતોથી હાર થઇ છે. કોંગ્રેસ ઉમેદવાર તુષાર ચૌધરીના 521636 મત સામે ભાજપના શોભના બારૈયાને 677318 મત મળ્યા છે. -
પાટણમાં ભરતસિંહ ડાભીની જીત
ગુજરાતમાં પાટણ લોકસભા બેઠક પર બીજેપી નેતા ભરતસિંહ ડાબીની 31876 મતોના સરસાઇથી જીત થઇ છે. કોંગ્રેસ નેતા ચંદનજી ઠાકોરના 560071 મત સામે ભાજપ નેતા ભરતસિંહ ઠાકોરને 591947 મત મળ્યા છે. -
પોરબંદરમાં મનસુખ માંડવિયાન જીત, કોંગ્રેસના લલિત વસોયા હાર્યા
ગુજરાતની પોરબંદર લોકસભા બેઠક પર ભાજપ નેતા મનસુખ માંડવિયાને 633118 મત મળ્યા છે. આમ કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયાને મળેલા 249758 મત સામે મનસુખ માંડવિયા 383360 મત માર્જિનથી ચૂંટણી જીત્યા છે. -
કચ્છ બેઠક પર ભાજપના વિનોદ ચાવડાની જીત
ગુજરાતની કચ્છ લોકસભા બેઠક પર ભાજપ નેતા વિનોદ ચાવડાની 268782 મત માર્જિનથી જીત થઇ છે. કોંગ્રેસ નેતા નિતેશ લાલનના 390792 મત સામે ભાજપના વિનોદ ચાવડાને 659574 મત મળ્યા છે. -
સુરેન્દ્રનગરમાં ચંદુભાઇ શિહોરાની જીત
ગુજરાત સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર ચંદુભાઇ શિહોરા 281617 મતોથી જીત્યા છે. ચંદ્રભાઇ શિહોરાએ કોંગ્રેસ ઉમેદવાર ઋત્વિક મકવાણાને હરાવ્યા છે. -
જૂનાગઢ લોકસભા બેઠક પર ભાજપની જીત
ગુજરાતની જૂનાગઢ બેઠક પર ભાજપ ઉમેદવાર રાજેશ ચુડાસમા સામે કોંગ્રેસના હીરાભાઇ જોટવાની 135494 મતોથી હાર થઇ છે. ભાજપના રાજેશ ચુડાસમાને 584049 અને હીરાભાઇ જોટવાને 448555 મત મળ્યા છે. -
અમરેલીમાં ભરત સુતરિયાની જીત
ગુજરાત અમરેલી લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર ભરત સુતરિયા 580872 મત સાથે વિજેતા જાહેર થયા છે. કોંગ્રેસ ઉમેદવાર જેની ઠુમ્મરને 259804 વોટ મળ્યા છે. આમ અમરેલી બેઠક પર ભરત સુતરિયાએ 321068 મતોની સરસાઇ સાથે જીત હાંસલ કરી છે. -
ભાવનગર બેઠક પર ભાજપના નિમુબેન બાંભણિયાની જીત
ગુજરાત ભાવનગર લોકસભા બેઠક પર ભાજપ નેતા નિમુબેન બાંભણિયા 455289 મત માર્જિન સાથે જીત ગયા છે. આપ ઉમેદવાર ઉમેશ મકવાણાના 261594 મત સામે ભાજપના નિમુબેન બાંભણિયાને 716883 મત મળ્યા છે. -
આણંદમાં ભાજપના મિતેષ પટેલ સામે અમિત ચાવડાની હાર
ગુજરાતની આણંદ લોકસભા બેઠક પર ભાજપ નેતા મિતેષ પટેલ (બકાભાઇ) 89939 મત માર્જિન સાથે જીત્યા છે. મિતેષ પટેલને 612484 મત અને કોંગસ ઉમેદવાર અમિત ચાવડાને 522545 મત મળ્યા છે. -
ખેડામાં ભાજપના દેવુસિંહ ચૌહાણ સામે કોંગ્રેસના કાલુસિંહ ડાભીની હાર
ગુજરાત ખેડા લોકસભા બેઠક પર ભાજપના દેવુસિંહ ચૌહાણ સામે કોંગ્રેસના કાલુસિંહ ડાભીની 357758 મતથી હાર થઇ છે. દેવું સિંહ ચૌહાણને 744435 મત અને કાલુસિંહ ડાભીને 386677 મત મળ્યા છે. -
ભરૂચ લોકસભા બેઠક પર ભગવો લહેરાયો, આપ ઉમેદવાર ચૈતર વસાવાની હાર
ગુજરાતની ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ સામે આપ પાર્ટીના ઉમેદવારની 85696 મતોથી હાર થઇ છે. ભાજપના મનસુખ વસાવાને 608157 મત અને આપ પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાને 522461 મત મળ્યા છે. -
છોટા ઉદેપુરમાં ભાજપ ઉમેદવાર જશુભાઇ રાઠવાને કોંગ્રેસ કરતા ડબલ મત
ગુજરાતમાં છોટા ઉદેપુર લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર જશુભાઇ રાઠવા કોંગ્રેસ ઉમેદવાર સુખરામ રાઠવા કરતા બમણા મતથી જીત્યા છે. ભાજપના જશુભાઇ રાઠવાના 796589 મત સામે કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાને 397812 મત મળ્યા છે. -
વડોદરામાં હેમાંગ જોશી 5.82 લાખ મતથી જીત્યા
ગુજરાતની વડોદરા લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર ડો. હેમાંશ જોશી 582126 મત માર્જિનથી કોંગ્રેસ નેતા જસપાલસિંહ પઢિયાર સામે ચૂંટણી જીત્યા છે. -
દાહોદમાં BJPના જસવંતસિંહ ભાભોર 3.33 લાખ મતથી જીત્યા
ગુજરાતની દાહોદ લોકસભા બેઠક પર ભાજપના જસવંતસિંહ ભાભોરનો 333677 મત માર્જિનથી જીત થઇ છે. ભાજપના જસવંતસિંહ ભાભોરને 688715 મત સામે કોંગ્રેસ ઉમેદવાર ડો. પ્રભાબેન તાવડિયાને 355038 મત મળ્યા છે. -
પચંમહાલમાં BJPના રાજપાલસિંહ જાવદની 5 લાખ મત માર્જિનથી જીત
ગુજરાત પંચમહાલ લોકસભા બેઠક પર ભાજપના રાજપાલસિંહ જાદવની 509342 લાખ મત માર્જિનથી જીત થઇ છે. રાજપાલ સિંહ જાદવને મળેલા 794579 મત સામે કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણને 285237 મત મળ્યા છે. -
બારડોલીમાં પ્રભુભાઇ રાઠવાની 2.30 લાખ મત માર્જિનથી જીત
ગુજરાત બારડોલી લોકસભા બેઠક પર ભાજપ નેતા પ્રભુભાઇ રાઠવા 230253 મતોની સરસાઇ સાથે ચૂંટણી જીત ગયા છે. કોંગ્રેસ ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરીના 533697 મત સામે ભાજપ નેતા પ્રભુભાઇ રાઠવાને 763950 મત મળ્યા છે. -
વલસાડ બેઠક પર ધવલ પટેલ વિજેતા
ગુજરાતમાં વલસાડ લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર ધવલ પટેલ કોંગ્રેસના અનંતકુમાર પટેલ સામે 210704 મત માર્જિનથી ચૂંટણી જીત્યા છે.