-
ગુજરાત બોર્ડ ધોરણ 10 પરિણામ જાહેર
ગુજરાત બોર્ડે ધોરણ 10નું પરિણામ જાહેર કર્યું છે. માર્ચ 2024માં લેવાયેલી ધોરણ 10નું પરીક્ષાનું કુલ 82.56 ટકા પરિણામ આવ્યું છે, જે છેલ્લા 30 વર્ષનું રેકોર્ડ બ્રેક રિઝલ્ટ છે. બે દિવસ પહેલા ધોરણ 12નું પ્રોત્સાહક પરિણામ આવ્યા બાદ ધોરણ 10નું પરિણામ પણ સારું આવવાની આશા સાચી પડી છે. વર્ષ 2023માં ધોરણ 10ની પરીક્ષાનું 64.62 ટકા પરિણામ આવ્યુ હતુ. (Photo – Freepik) -
ધોરણ 10 પરીક્ષામાં 577556 વિદ્યાર્થીઓ પાસ
ગુજરાત બોર્ડ દ્વારા માર્ચ 2024માં 981 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા યોજવામાં આવી હતી. ધોરણ 10ની પરીક્ષા માટે 706370 નિયમિત વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાથી 699598 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને તેમાથી 577556 વિદ્યાર્થીઓ પાસ થાય છે. વર્ષ 2023માં ધોરણ 10ની પરીક્ષા આપનાર 734898 નિયમિત વિદ્યાર્થીમાંથી 474893 ઉમેદવાર થયા હતા. (Photo – Freepik) -
ધોરણ 10નું સૌથી ઉંચુ અને નીચું પરિણામ
ગુજરાત બોર્ડ ધોરણ 10 પરિણામ અનુસાર ગાંધીનગર જિલ્લાનું સૌથી વધુ 87.22 ટકા અને પોરબંદરનું સૌથી ઓછું 74.57 ટકા પરિણામ આવ્યું છે. પરીક્ષા કેન્દ્રની વાત કરીયે તો અમદાવાદ ગામ્ય વિસ્તારના દાલોદ અને ભાવનગર જિલ્લાના તલગાજરડા પરીક્ષા કેન્દ્રનું સૌથી વધુ 100 ટકા પરિણામ આવ્યું છે. તો ભાવનગર જિલ્લાના તડ પરીક્ષા કેન્દ્રનું સૌથી ઓછું 41.13 ટકા પરિણામ આવ્યું છે. -
ધોરણ 10 પરીક્ષામાં 70 શાળાનું 0 પરિણામ
ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર કર્યું છે. જે અનુસાર સમગ્ર રાજ્યમાં 70 શાળાનું પરિણામ શૂન્ય આવ્યું છે, જ્યારે ગત વર્ષ 2023માં 157 સ્કૂલોનું પરિણામ શૂન્ય હતું. ધોરણ 10માં શૂન્ય પરિણામ હોય તેવી સૌથી વધુ શાળા દાહોદની 8, ગીર સોમનાથની 7 અને પંચમહાલની 6 સ્કૂલ છે. અમદાવાદ શહેરની 1, અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની 2, અમરેલીની 3, ભાવનગર 4, જામનગર 4, જુનાગઢની 4 અને રાજકોટની 6 શાળા છે. -
264 શાળાનું 30 ટકાથી ઓછું પરિણામ
ગુજરાત શિક્ષણ બોર્ડ અનુસાર રાજ્યમાં ધોરણ 10માં 264 શાળાનું પરિણામ 10 ટકાથી ઓછું આવ્યું છે. તો 100 પરિણામ આવ્યું હોય તેવી કૂલ 1389 સ્કૂલો છે. 30 ટકાથી ઓછું પરિણામ હોય તેવી સૌથી વધુ શાળા જુનાગઢની 34, અમદાવાદ શહેરની 18, દાહોદની 16, આણંદની 14 શાળા છે. -
23247 વિદ્યાર્થીને A1ગ્રેડ
ધોરણ 10 પરીક્ષામાં 23247 વિદ્યાર્થીને એ1 ગ્રેડ, 78893 વિદ્યાર્થીને 44489 એ2 ગ્રેડ મેળવ્યા છે. સૌથી વધુ 143894 વિદ્યાર્થીઓએ બી2 ગ્રેડ મેળ્યા છે. 6110 વિદ્યાર્થીને ડી ગ્રેડ અને 18 વિદ્યાર્થીને E1 ગ્રેડ મળ્યા છે. -
6686 વિદ્યાર્થીને 99 પર્સેન્ટાઇલ
ધોરણ 10 પરીક્ષામાં 6686 વિદ્યાર્થીઓને 99 પર્સેન્ટાઇલ મળ્યા છે. તો 13060 વિદ્યાર્થીને 98 વધુ પર્સેન્ટાઇલ, 21387 વિદ્યાર્થીને 97 પર્સેન્ટાઇલ, 214542 વિદ્યાર્થીને 70 પર્સેન્ટાઇલ, 323601 વિદ્યાર્થીને 55 પર્સેન્ટાઇલ અને 719841 વિદ્યાર્થીને શૂન્ય પર્સેન્ટાઇલ મળ્યા છે. -
ધોરણ 10 પરીક્ષામાં ગેરરીતિ કેસના ઘટ્યા
ગુજરાત બોર્ડ દ્વારા માર્ચ 2024માં યોજાયેલી ધોરણ 10ની પરીક્ષામાં ગેરરીતિના કુલ 538 કેસ નોંધાયા છે. જ્યારે વર્ષ 2023માં ગેરરીતિના કૂલ 711 કેસ નોંધાયા હતા. -
ગણિતમાં 2660 વિદ્યાર્થીને 100 માર્ક
ધોરણ 10માં 2660 વિદ્યાર્થીએ સ્ટાન્ડર્ડ મેથ્સ વિષયમાં 100 માંથી 100 માર્ક મેળવ્યા છે. તેવી જ રીત સામાજીક વિજ્ઞાનમાં 753, વિજ્ઞાનમાં 828, સંસ્કૃતમાં 1905 વિદ્યાર્થીએ 100 માંથી 100 માર્ક મેવળ્યા છે. તો ગુજરાતમાં 7 વિદ્યાર્થીને 99 માર્ક અને હિંદીમાં 4 વિદ્યાર્થીને 98 ટકા મળ્યા છે. -
ધોરણ 10 પૂરક પરીક્ષા અને ફી
ગુજરાત બોર્ડ અનુસાર ધોરણ 10 પરીક્ષામાં 1, 2 અને 3 વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી શકે છે. વિદ્યાર્થીએ 1 વિષયની પૂરક પરીક્ષા માટે 145 રૂપિયા, બે વિષય માટે 205 અને ત્રણ વિષય માટે 265 રૂપિયા ચૂકવવા પડશે. કન્યા ઉમેદવાર અને દિવ્યાંગ ઉમેદવારોને પૂરક પરીક્ષાની ફી માંથી મૂક્તિ આપવામાં આવી છે. પૂરક પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓએ ઓનલાઇન ફોર્મ ભરવું પડશે.