-
ગુજરાત બોર્ડ ધોરણ 12 અને ગુજકેટ 2024 પરિણામ
ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12 અને ગુજકેટ 2024ના પરિણામ 9 મે, 2024, ગુરુવારે જાહેર થયું છે. આ સાથે પરિણામ ને લઇ ધોરણ 12ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવી ગયો છે. ગત વર્ષ કરતા આ વર્ષે ધોરણ 12નું પરિણામ ઉંચુ આવ્યું છે. -
ધોરણ 12 પરિણામ કેટલા વાગે જાહેર થયું
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એક અખબારી યાદી જાહેર કરી છે. જેમા ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ગુજકેટ 2024 અને સંસ્કૃત માધ્યમના પરિણામ 9 મે, 2024ના રોજ સવારે 9 વાગે જાહેર થયું હતું. -
ધોરણ 12 પરિણામ ક્યા જોવા મળશે
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12ના પરિણામ વિદ્યાર્થીઓને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.gseb.org પર જોવા મળશે. (Photo – Freepik) -
ધોરણ 12 પરિણામ મોબાઇલ નંબર વડે ચેક કરો
ગુજરાત બોર્ડે વિદ્યાર્થીઓ ઘરે બેઠાં મોબાઇલ પર ધોરણ 12નું પરિણામ જોઇ શકે તેની સુવિધા કરી છે. વિદ્યાર્થીઓ ઘરે બેસી પોતાના મોબાઇલ વડે 6357300971 નંબર પર પોતાનો બેઠક ક્રમાંકનો મેસેજ મોકલીને પણ પરિણામ જોઇ શકે છે. (Photo – Freepik) -
ધોરણ 12 પરિણામ માર્કશીટ ક્યારે મળશે
વિદ્યાર્થીઓએ ધોરણ 12ની માર્કશીટ માટે રાહ જોવી પડશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે, વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર, અને S.R. શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે જણાવ્યું છે કે, પરીક્ષા બાદ ગુણચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગુણ-તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુનઃઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર હવે પછીથી પ્રસિધ્ધ કરવામાં આવશે તથા ગુણપત્રક અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે. (Photo – Freepik) -
ધોરણ 12 પરીક્ષા
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 બોર્ડની પરીક્ષા 11 માર્ચથી 26 માર્ચ દરમિયાન યોજવામાં આવી હતી. 2024ની ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં કુલ 630352 વિદ્યાર્થીઓએ નોંધાયા હતા. જેમાં વિજ્ઞાન પ્રવાહના 132073 અને સામાન્ય પ્રવાહના 498279 વિદ્યાર્થીઓ હતા. (Photo – Freepik) -
ધોરણ 12 સાથે ગુજકેટ 2024 પરિણામ જાહેર થશે
ગુજરાત શિક્ષણ બોર્ડના જણાવ્યા અનુસાર ધોરણ 12 સાથે ગુજકેટ 2024 પરીક્ષાના પરિણામ પણ જાહેર કરવામાં આવશે. મેડિકલ અને ડેન્ટલ અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે ગુજકેટ એટલે કે ગુજરાત કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ (GUJCET) પરીક્ષા પાસ કરવી જરૂરી છે. NEET પરીક્ષાના પરિણામ આગામી થોડાક દિવસમાં જાહેર થઇ શકે છે. -
ગત વર્ષ ધોરણ 12 પરિણામ કેવુ હતુ?
ગુજરાતમાં વર્ષ 2023માં ધોરણ 12નું પરિણામ 65.58 ટકા નોંધાયુ હતુ, જે વર્ષ 2022ના 72.02 ટકા પરિણામની તુલનામાં 7 ટકા ઓછું છે. ગત વર્ષ સમગ્ર રાજ્યમાં સૌથી વધુ પરિણામ મોરબી જિલ્લાનું 83.22 ટકા અને સૌથી ઓછું દાહોદ જીલ્લાનું 29.44 ટકા પરિણામ આવ્યુ હતુ. (Photo – Freepik) -
વર્ષ 2023માં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ 61 વિદ્યાર્થીએ A1 ગ્રેડ, 1523 વિદ્યાર્થીએ A2 ગ્રેડ અને 6188 વિદ્યાર્થીએ B1 ગ્રેડ મેળવ્યા હતા. ગુજેકટ 2023 પરિણામની વાત કરીયે તો એ ગ્રૂપના 488 અને બી ગ્રૂપના 781 વિદ્યાર્થીઓએ 99 ટકા તેથી વધુ પર્સેન્ટાઇલ રેન્ક મેળવ્યા હતા. (Photo – Freepik)
-
ધોરણ 12 પરિણામ બાદ અભ્યાસના વિકલ્પ
ધોરણ 12 પરિણામ બાદ વિદ્યાર્થીઓ તેમના મેઇન સ્ટ્રીમના આધારે વધુ અભ્યાસના વિકલ્પો પસંદ કરી શકે છે. વિજ્ઞાન પ્રવાસના વિદ્યાર્થીઓ મેડિકલ અને એન્જિનિયરિંગ કે આઈટી ટેકનોલોજીમાં કરિયર બનાવી શકે છે. તો કોમર્સ અને આર્ટ્સ પ્રવાસના વિદ્યાર્થી બીકોમ, બીએ કે અન્ય વોકેશનલ કોર્સ તેમજ આઇટીઆઈ માટે એડમિશન લઇ વધુ અભ્યાક કરી શકે છે. (Photo – Freepik)