Famous Fort Killas And Places In Gujarat : રાજસ્થાનના મહેલ અને કિલ્લા દુનિયાભરમાં પ્રખ્યાત છે. પરંતુ ગુજરાતમાં આવેલા રોયલ પેલેસ એનાથી કંઇ કમ નથી. ગુજરાતના રાજવી પરિવારના મહેલની ભવ્યતા આજે પણ વૈભવી ઇતિહાસની સાક્ષી આપે છે. જો તમને ઇતિહાસમાં રસ હોય તો ગુજરાતના ફેમસ લક્ષ્મી વિલાસ પેલેસ, વિજય વિલાસ પેલેસ, નિલમ બાગ પેલેસ, રણજીત વિલાસ, કુસુમ વિલાસ પેલેસ સહિત અન્ય મહેલ અને કિલ્લા જોઇ તમે દંગ રહી જશો. તો રાહ કોની જોવો છો? બનાવો વેકેશનમાં ટુર પ્લાન અને જાણો ગુજરાતના રાજવીઓનો વૈભવી વિલાસ.
-
ગુજરાત રોયલ પેલેસ (Royal Palace in Gujarat): ગુજરાતના ગૌરંવવંતા ઇતિહાસની જેમ અહીંના રોયલ પેલેસ પણ એટલા જ ભવ્ય છે. વડોદરા સ્થિત લક્ષ્મી વિલાસ પેલેસ હોય કે વિજય વિલાસ પેલેસ, રાજવી ઠાઠની સાથે દરેક મહેલ પોતાની આગવી ઓળખ અને ભવ્ય વારસો ધરાવે છે. ગુજરાતના રાજા રજવાડાઓના વૈભવથી વાકેફ થવા આ રોયલ પેલેસ એકવાર તો અચૂક જોવા જ રહ્યા. (Photo – gujarattourism.com)

લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરામાં આવેલું છે. આ મહેલનું વર્ષ 1890માં મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા નિર્માણ કરવામાં આવ્યુ હતુ. આ મહેલના આર્કિટેક્ટ મેજર ચાર્લ્સ માન્ટ હતા. તે સમયે 500 એકરમાં ફેલાયેલા લક્ષ્મી વિલાસ પેલેસના નિર્માણમાં અંદાજે 60 લાખ રૂપિયાનો ખર્ચ થયો હોવાનું કહેવાય છે. આ મહેલનું નિર્માણ ઈન્ડો-સારાસેનિક ફુલ-થ્રોટલમાં કરવામાં આવ્યું છે. લક્ષ્મી વિલાસ પેલેસ બરોડાના રાજ પરિવાર ગાયકવાડનું નિવાસ સ્થાન પણ છે. આ મહેલની કોતરણી, કલાકૃત્તિઓ, શસ્ત્રો, રાજા રવિ વર્માના ચિત્રો જોઇ પ્રવાસીઓ આશ્ચર્યચકિત થઇ જાય છે. (Photo – gujarattourism.com)

વિજય વિલાસ પેલેસ કચ્છના માંડવીથી 7 કિમી દૂર દરિયા કિનારે આવેલો રજવાડી મહેલ છે. કચ્છની શાન ગણાતા વિજય વિલાસ પેસેજનું નિર્માણ 1920માં જયપુરના શિલ્પોએ કર્યુ હતું. આથી આ મહેલમાં રાજપુત શૈલીની ઝલક જોવા મળે છે. આ મહેલનું નિર્માણ કચ્છના મહારાવ શ્રી ખેંગારજી ત્રીજાના શાસનકાળમાં થયુ હતુ. આ પેલેસનું નિર્માણ વર્ષ 1920 થી 1929 સુધી ચાલ્યુ હતુ. રાજા વિજયરાજીનું 1948માં અવસાન થયું હતુ અને તેમની યાદમાં મહેલના પરિસરમાં એક છત્રી (સમાધિ) બનાવવામાં આવી છે. આ મહેલ કચ્છના શાસકો માટે ઉનાળુનું નિવાસ છે. લાલ રેતાળ પથ્થરમાંથી બનેલા વિજય વિલાસ પેલેસ એક મુખ્ય ગુંબજ અને ચારે બાજુ નાના ગુંબજ છે. છત પરના ઝરુખાથી આસપાસના કુદરતી સૌંદર્યનો નજારો માણી શકાય છે. આ મહેલમાં મનમોહક ઝરુખા, રંગીન કાચ, સુંદર ગુંબજ, રજવાડી ચિત્રો અને કચ્છ સમુદાયની કાગીરીની શૈલી જોવા મળે છે. (Photo – gujarattourism.com)

નિલમબાગ પેલેક ભાવનગરમાં આવેલું છે. નિલમબાગ પેલેસનું નિર્માણ ભાવનગરના ગોહિલ રાજવંશના રાજા દ્વારા 1859માં કરવામાં આવ્યું હતું. આ મહેલના આર્કિટેક્ટ વિલિયમ એમરસન હતા, જેમણે તખ્તસિંહજી હોસ્પિટલ અે કલકત્તાના વિક્ટોરિયા મેમોરિયલની ડિઝાઇન તૈયાર કરી હતી. લગભગ 4 એકરમાં ફેલાયેલા નિલમબાગ પેલેસને હાલ હોટેલમાં તબદીલ કરી દેવામાં આવ્યો છે. આથી નિલમબાગ પેલેસમાં ભારતીય શૈલી અને મોર્ડન આર્ટની ઝલક દેખાય છે. (Photo – gujarattourism.com)

રણજીત વિલાસ પેલેસ વાંકાનેરમાં આવેલો સુંદર મહેલ છે. વાંકાનેર શબ્દનો અર્થ છે નદીનો વળાંક. મચ્છુ નદી પર સ્થિત હોવાને કારણે આ શહેરનું નામ વાંકાનેર રાખવામાં આવ્યું. રણજીત વિલાસ પેલેસનો એક ભાગ હોટેલમાં તબદીલ કરવામાં આવ્યો છે. રણજીત વિલાસ પેલેસનું નિર્માણ 20મી સીદમાં વાંકાનેરના ઝાલા શાસક મહારાણા રાજ શ્રી અમરસિંહજી દ્વારા કરવામાં આવ્યુ હતું. 225 એકરમાં ફેલાયેલું ઝાલા રાજપૂતો દ્વારા બાંધવામાં આવેલો આ મહેલ વેનેટીયન ગોથિક, મુઘલ અને રાજપૂત સ્થાપત્ય શૈલીઓ પસંદ કરનારાઓ માટે એક અદભૂત સ્થળ છે. આ મહેલનો એક ભાગ હવે હેરિટેજ હોટલ, ધ રોયલ ઓએસિસમાં ફેરવાઈ ગયો છે.
આ મહેલ સ્થાપત્ય શૈલી અને કલાની દ્રષ્ટિએ બેનમૂન છે. આ મહેલનો ઘુમ્મટ મુગલ શૈલીનો, બારીઓ વિક્ટોરિયલ સ્ટાઇલ અને ફુવારા ઇટાલિયન સ્ટાઇલના છે. આ મહેલના ફર્નિચરમાં બર્માના લાકડા અને બેલ્જિયમના કાચનો ઉપયોગ કરાયો છે. રણજીત વિલાસ પેલેસનો દીવાનખંડ ખુબ જ ભવ્ય છે. આ મહેલમાં રાજાઓના શસ્ત્રો – તલવાર, ભાલા, ઢાલ, બખ્તરો અને મહારાજાઓના ચિત્રો, મસાલા ભરીને સાચવેલા પ્રાણીઓના શરીર અને ઘણી બધી એન્ટિક ચીજવસ્તુઓ છે. (Photo – gujarattourism.com)

રિવરસાઈડ પેલેસ ગોંડલમાં આવેલું છે. ગોંડલને ગુજરાતનું પેરીસ કહેવાય છે. રિવરસાઈડ પેલેસનું નિર્માણ ગોંડલના રાજા ભગવતસિંહજી જાડેજા દ્વારા 1869 થી 1944 સુધી ચાલ્યુ હતુ. ગોંડલ લગભગ 2652 ચોરસ કિલોમીટરના વિસ્તારને આવરી લેતું 11 બંદૂકોની સલામીનું રજવાડું હતું. રિવરસાઇડ પેલેસની નિર્માણ શૈલી એ યુરોપિયન સ્ટાઇલ છે. આ મહેલની બાજુમાં સુંદર બગીચો, રજવાડી રાચ રચિલું, કલાત્મક ચીજો એન્ટિક ચીજો આવેલુ છે. 11 શયનખંડ વિશાળ અને ઊંચી છતવાળા આ વૈભવી મહેલમાં યુરોપિયન કાળનું ફર્નિચર અને દરેકમાં એટેચ્ડ બાથ છે. આ મહેલની અંદર ચાંદીના વાસણો, કાપડ, પાઘડી, રમકડાં, ફર્નિચર અને અન્ય એન્ટિક ચીજવસ્તુઓનું સંગ્રહાલય છે. રોયલ વિન્ટેજ અને ક્લાસિક કાર કલેક્શનમાં પરિવાર દ્વારા 1910 પહેલાના નવા એન્જિન, 1920 અને 30ના યુરોપીયન વિન્ટેજ મૉડલ્સ અને 1940 અને 50ના દાયકાની અમેરિકન કારોને સ્પોર્ટ્સ કાર જોવા જેવી હોય છે. (Photo – gujarattourism.com)

ખીરસરા રાજકોટની નજીક ખીરસરા નજીક આવેલું ભવ્ય રાજમહેલ છે. આ મહેલ કાઠિયાવાડના ભવ્ય ભૂતકાળના સમૃદ્ધ વારસા અને સંસ્કૃતિનું સાક્ષી છે. આ મહેલનું રાજકોટના રાજવી ઠાકોર રણમલજી દ્વારા નિર્માણ કરવામાં આવ્યું હોવાનું મનાય છે. ખીરસરા ગામથી 150 ફુટની ઉંચાઇ પર આવેલા આશરે 450 વર્ષ જૂના આ મહેલમાં ભવ્ય સ્મારક, રજવાડી એન્ટિક ચીજો અને કલાત્મક ફુવારાઓ જોવા લાયક છે. 24 રજવાડી ઓરડા ધરાવતો આ મહેલ અજીત છે. તેનું કારણ છે ખીરસરા મહેલનું ભુલવણી.

હુઝુર પેલેસ પોરબંદરમાં આવેલું છે. યુરોપીયન સ્ટાઈલ સાથે ઇન્ડો-સારાસેનિક શૈલીના મિશ્રણથી નિર્મિતથી આ મહેલનું બાંધકામ 20મી સીદના આંભમાં પોરબંદરના છેલ્લા મહારાજા રાણા નટવરસિંહ દ્વારા કરવામાં આવ્યુ હતુ. આ મહેલમાં પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ છે. આ મહેલમાં રાજ પરિવારના સભ્યો નિવાસ કરે છે. (Photo – wikimedia.org)

કુસુમ વિલાસ પેલેસ છોટાઉદેપુરમાં આવેલું છે. 40 એકરમાં ફેલાયેલા કુસુમ વિલાસ પેલેસનું નિર્માણ 1920માં કરવામાં આવ્યુ હતુ. આ મહેલમાં ઘણી બધી ફિલ્મોનું સુંદર થયુ છે. કુસુમ વિલાસ પેલેસ ગુજરાતમાં એક મનોહર અને ઐતિહાસિક રીતે મહત્વનું પ્રવાસન સ્થળ છે. મહેલ સંકુલની અંદર પ્રેમ ભવન છે, જે મુલાકાતી પ્રવાસીઓને સમાવે છે. ઇતિહાસ પ્રેમીઓ તેની સ્થાપત્ય શૈલી અને ઐતિહાસિક કહાણી જાણી આશ્ચર્ય પામે છે. (Photo – gujarattourism.com)