-
એનર્જી બુસ્ટર બારમાં ચણા અને મખાના અને ડ્રાયફ્રૂટ્સ પણ એડ કર્યા છે, જેથી આ એનર્જી બાર હેલ્ધની સાથે ટેસ્ટ પણ મળી રહેશે, આ બાર ઓછી મહેનતએ તૈયાર થઇ જશે. જાણો સરળ રેસીપી
-
સામગ્રી : 1 મોટો બાઉલ મખાના, 1 નાની વાટકી બદામ, 1 નાની વાટકી કાજુ, 50 ગ્રામ શેકેલા ચણા, 1 ચમચી ઘી, 250 ગ્રામ ખજૂર, 1 ચમચી ઈલાયચી પાઉડર, બદામની કાતરી, 50 ગ્રામ ચોકલેટ
-
એનર્જી બુસ્ટર બાર રેસીપી : સૌ પ્રથમ એક કડાઈ ગરમ કરો એમાં મખાનાને ધીમી આંચ પર ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો. હવે તૈયાર ક્રિસ્પી મખાનાને બીજી થાળીમાં સ્થાનાંતરિત કરો.
-
હવે કડાઈમાં ઘી નાખો. એમાં બદામ અને કાજુ અને શેકી લો, ત્યારબાદ એમાં શેકેલા ચણા ઉમેરો. હવે બીજા પાત્રમાં ટ્રાન્સફર કરો. મિશ્રણ સહેજ ઠંડું થયા પછી તેમાં ઈલાયચી પાવડર, મખાના અને ખજૂર ઉમેરો.
-
હવે મિશ્રણને બરછટ પીસી લો, બટર પેપરને મોલ્ડમાં સેટ કરો, તૈયાર મિશ્રણ ફેલાવો અને સરખી રીતે પ્રેસ કરો. એમાં ચોકલેટ + માખણને ડબલ બોઇલિંગ પદ્ધતિથી ઓગાળી લો. મેલ્ટ થઇ જાય એટલે મિશ્રણ પર ફેલાવો, કાપેલી બદામ આખો અને તે બારને એક કલાક માટે રેફ્રિજરેટ કરો અને સ્લાઈસ કરી સર્વ કરો.