-
Diwali Fire Crackers Burns Injuries Remedies : દિવાળી પર ફટાકડા થી સાવધાની રહો
દિવાળી પર ફટાકડા ફોડવાની નાના થી લઇ મોટા વ્યક્તિ દરેકને મજા પડે છે. દિવાળી પર ફટાકડા ફોડતી વખતે સાવધાની અને સાવચેતી રાખવી જરૂરી છે, નહીંત્તર નાની બેદરદારીના કારણે ફટાકડા ફોડવાની મજા સજા બની જાય છે. દર દિવાળી પર ફટાકડા ફોડતી વખતે દાઝ્યા હોવાના સમાચાર આવે છે. ઘણી વખત તો ફટકડા ફોડવા દરમિયાન થયેલી દૂર્ઘટનાથી આંખને નુકસાન થાય, શરીર દાઝી જાય અને જીવ પણ ગુમાવવો પડે છે. (Photo: Freepik) -
દિવાળી પર ફટાકડા ફોડતી વખતે સાવચેતી રાખો
દિવાળી પર ફટાકડા ફોડતી વખતે ઘણી બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. બાળકો સાથે ફટાકડા ફોડવાનું ટાળવું જોઈએ અને તેમની સાથે રંગોળી અને અન્ય પ્રવૃત્તિઓ દ્વારા દિવાળી ઉજવવી જોઈએ. જો કે, ઘણી વખત દિવાળી પર ફટાકડા ફોડતી વખતે લોકો અકસ્માતનો ભોગ બને છે. અહીં શરીર દાઝી જ્યારે ત્યારે કયા ઘરેલું ઉપચાર કરવા જોઈએ તેના વિશે જાણકારી આપવામાં આવી છે. (Photo: Freepik) -
દાઝેલા ભાગ પર ઠંડુ પાણી રેડવું
દિવાળી પર જો કોઈ કારણોસર તમારો હાથ બળી જાય તો સૌથી પહેલા તેના પર ઠંડુ પાણી રેડો. બળેલી જગ્યાને ક્યારેય નજરઅંદાર ન કરવી. બળી ગયેલી જગ્યા પર બરફ લગાવવાથી લોહી ગંઠાઈ શકે છે. બળેલા ભાગને થોડા સમય માટે ઠંડા પાણીમાં ડુબાડી દેવો જોઈએ. તે ત્વરિત રાહત આપી શકે છે. (Photo: Freepik) -
એલોવેરા જેલ
એલોવેરાનો ઉપયોગ ત્વચા સંબંધિત સમસ્યાઓ માટે થાય છે. ફટાકડાથી ચામડી બળી જાય તો તેના પર એલોવેરા જેલ લગાવી શકો છો. આનાથી ત્વરિત રાહત મળશે અને ફોલ્લા નહીં થાય. (Photo: Freepik) -
કોપરેલ તેલ
નારિયેળ તેલનો ઉપયોગ ઘણી વસ્તુઓમાં કરવામાં આવે છે. તે બળતરાને શાંત કરવામાં પણ ખૂબ અસરકારક છે. જો તમે ફટાકડાથી બળી જાઓ છો, તો તમે તે જગ્યા પર નાળિયેર તેલ લગાવી શકો છો. (Photo: Freepik) -
મધ લગાવો
બળતરા મટાડવા માટે તમે મધનો ઉપયોગ કરી શકો છો. તમે થોડા સમય માટે બર્ન એરિયા પર મધ લગાવી શકો છો. આનાથી ઘા ઝડપથી રૂઝાઈ જશે. (Photo: Freepik)