-
ભારતને 2007 ICC T20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનાવવાવી મહત્ત્વની ભૂમિકા ભજવનાર ફાસ્ટ બોલર જોગીન્દર શર્માએ 3 ફેબ્રુઆરીએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. (ફોટો સોર્સ-X)
-
ઓપનર મુરલી વિજયે 30 જાન્યુઆરી, 2023 ના રોજ ક્રિકેટને વિદાય આપી. મુરલી વિજય ભારત માટે 61 ટેસ્ટ, 17 ODI અને 9 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો છે. (ફોટો સોર્સ-X)
-
ઓલરાઉન્ડર ગુરકીરત સિંહ માને નવેમ્બર 2023માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. 33 વર્ષીય ગુરકીરત સિંહ માન ભારત માટે 3 વનડે રમી ચૂક્યા છે. (ફોટો સોર્સ-X)
-
ઇંગ્લેન્ડના ઝડપી બોલર સ્ટુઅર્ટ બ્રોડે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 2023ની એશિઝ શ્રેણી દરમિયાન રમી હતી. બ્રોડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 847 વિકેટ સાથે પોતાની કારકિર્દીનો અંત આણ્યો હતો. (ફોટો સોર્સ-X)
-
દક્ષિણ આફ્રિકાના વિકેટ કીપર બેટ્સમેન ક્વિન્ટન ડી કોકે 2023 ICC ક્રિકેટ વર્લ્ડ કપ પછી ODI ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી. હવે તે માત્ર T20 રમતા જોવા મળશે. (ફોટો સોર્સ-X)
-
વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર સુનીલ નારાયણે આ વર્ષે નવેમ્બરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. સુનીલ નારાયણે 6 ટેસ્ટ, 65 ODI અને 49 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો છે. (ફોટો સોર્સ-X)
-
ડેવિડ વોર્નરે ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે.ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચેની ત્રીજી મેચ છેલ્લી ટેસ્ટ મેચ હશે. (ફોટો સોર્સ-X)
-
ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મેગ લેનિંગે પણ આ વર્ષે ક્રિકેટને અલવિદા કહી દીધી. લેનિંગે નવેમ્બર 2023માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. (ફોટો સોર્સ-X)
