-
છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર વિશ્વનું ધ્યાન ભારતના ચંદ્રયાન 3 મિશન પર હતું.
-
ચંદ્રયાન 2 ની નિષ્ફળતા પછી, ISROના વૈજ્ઞાનિકોએ ચંદ્રયાન 3 મિશનને સફળ બનાવવા માટે તેમના શ્રેષ્ઠ પ્રયાસો કર્યા અને ભારતીયો તે ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા.
-
વિક્રમ લેન્ડરે સાંજે 5.44 વાગ્યે ચંદ્રયાન મિશનમાં તેની પોઝિશન લીધી.
-
ચંદ્રયાન 3ના લેન્ડરે પૃથ્વીની 21 અને ચંદ્રની 120 ભ્રમણકક્ષા પૂર્ણ કરી.
-
ઈસરોના ચંદ્રયાન -3 અવકાશયાને કુલ 55 લાખ કિલોમીટરનું અંતર કાપ્યું,
-
ચંદ્રયાન-3 જ્યારે ચંદ્રથી 21 કિમી દૂર હતું ત્યારે તે 1.5 કિમી પ્રતિ સેકન્ડની ઝડપે આગળ વધ્યું હતું.
-
આ પછી તેની સ્પીડમાં વધુ ઘટાડો કરવામાં આવ્યો હતો.
-
ચંદ્રયાનનો વેગ શૂન્ય થયા પછીની છેલ્લી 22 સેકન્ડ નિર્ણાયક હતી.
-
ભારતના ચંદ્રયાન-3 ચંદ્રની સપાટી પર 23 ઓગસ્ટ, 2023 બુધવારના રોજ સાંજે 6:04 વાગ્યે સફળ લેન્ડિંગ કર્યું હતુ. આ સાથે ભારતે ચંદ્ર પર પહોંચવાનો ઇતિહાસ રચ્યો.
-
વિક્રમ લેન્ડરે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કર્યું.
-
વિક્રમ લેન્ડરના સોફ્ટ લેન્ડિંગ પછી, રેમ્પ ખુલ્યો અને પ્રજ્ઞાન રોવર ચંદ્રની સપાટી પર આવ્યું
-
આ સાથે, ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરનાર પ્રથમ દેશ બન્યો.
-
તાજેતરમાં, રશિયાએ લુના 25 મિશન દ્વારા ચંદ્રની સપાટી પર ઉતરવાનો પ્રયાસ કર્યો હતો.
-
જો કે, તેમાં ટેકનિકલ ખામી સર્જાતા રશિયાનું લુના-25 અભિયાન નિષ્ફળ ગયું હતું.
-
રશિયાનું લુના-25 અભિયાન નિષ્ફળ જતા સમગ્ર દુનિયાની નજર ભારતના ચંદ્રયાન-3 પર હતી.
-
ભારતના ચંદ્રયાન-3ની સફળતાને લઇ શંકા-આશંકા હતી. જોકે, ઈસરોને વિશ્વાસ હતો કે આ વખતના મૂન મિશનમાં સફળતા મળશે.
-
વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે ચંદ્રયાન 2ની નિષ્ફળતામાંથી આપણે ઘણું શીખ્યા છીએ. ભારતના વૈજ્ઞાનિકો તેમનામાં રહેલા વિશ્વાસ પ્રમાણે જીવ્યા.
-
ભારતનું ચંદ્રયાન અનેક અવરોધોને પાર કરીને હવે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડિંગ કરીને ઇતિહાસ રચ્યો છે.
-
ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર અવકાશયાન લેન્ડ કરનાર ભારત વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે.
-
મિશનની સફળતા બાદ ઈસરોના વડા એસ. સોમનાથે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતના લોકોને એક જણાવ્યું – “આપણે હવે ચંદ્ર પર છીએ.” (India Now On The Moon)
-
ચંદ્રયાનના સફળ લેન્ડિંગ બાદ રાષ્ટ્રને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત માટે આ એક અવિસ્મરણીય ક્ષણ છે. નવા ભારત માટે જીતના શંખનાદની ક્ષણ છે.
-
સમસ્યાઓના મહાસાગરને પાર કરીને અમે અહીં પહોંચ્યા છીએ. 140 કરોડ લોકોનું સપનું આજે પૂરું થયું હોવાની લાગણી પીએમ મોદીએ વ્યક્ત કરી હતી.
-
પીએમ મોદીએ એમ પણ કહ્યું કે, આજે દરેક દેશવાસીની જેમ મારું મન પણ આ ચંદ્રયાન મિશન સાથે જોડાયેલું છે. ચંદ્રયાન-3નું ચંદ્ર પર સફળ લેન્ડિંગ એ ભારતની જીતનો શંખનાદ છે.
-
(તસવીર સૌજન્ય – ISRO)
