-
ઈસરોનું ચંદ્રયાન 3 ચંદ્ર પર સફળ લેન્ડિંગ કરી અંતરિક્ષમાં ઇતિહાસ રચશે
ચંદ્ર એ પૃથ્વીનું એક માત્ર ઉપગ્રહ છે. ઘરતી પરથી ચંદ્રને રાત્રે નરી આંખે જોઇ શકાય છે. ચંદ્રનું ધાર્મિક અને ખગોળ શાસ્ત્રની દ્રષ્ટિએ ઘણુ મહત્વ છે. રશિયાનું લુના 25 અવકાશયાન ચંદ્ર પર સફળ લેન્ડિંગ કરવામાં નિષ્ફળ રહ્યા બાદ હવે સમગ્ર દુનિયાની નજર ભાતરની અંતરિક્ષ સંસ્થા ઈસરોના ચંદ્રયાન 3 પર છે. તો ચાલો જાણીયે ચંદ્ર વિશેની તમામ વિગતો -
પૃથ્વીના 28 દિવસ એટલે ચંદ્રનો 1 દિવસ
ચંદ્ર પૃથ્વીની આસપાસ પ્રદક્ષિણ કરે છે. આ સમયગાળાને સાઈડરીયલ મહિનો કહેવામાં આવે છે. એટલ કે પૃથ્વીના 28 દિવસ બરાબર ચંદ્રનો 1 દિવસ થાય છે. -
પૃથ્વીથી ચંદ્ર કેટલું દૂર છે
ધરતી પરથી ચંદ્રને રાત્રીના સમયે નરી આંખે પણ જોઇ શકાય છે. પૃથ્વીથી ચંદ્ર 384000 કિલોમીટર દૂર છે.આ અંતર પૃથ્વીના વ્યાસથી 30 ગણુ વધારે છે. -
ચંદ્રનું કદ અને ગુરુત્વાકર્ષણ (moon size compared to earth)
ચંદ્રના કદની વાત કરીયે તો ચંદ્રની ત્રિજ્યા લગભગ 1,740 કિમી છે, જેનો અર્થ છે કે તે પૃથ્વીની પહોળાઈના એક તૃતીયાંશ કરતા પણ ઓછી છે. ચંદ્ર પરનું ગુરુત્વાકર્ષણ પૃથ્વીના 1/6 જેટલું છે. -
ચંદ્ર કેવી રીતે ચમકે છે?
ચંદ્ર પોતાની રીતે ચમકતો નથી. સૂર્યના કિરણો જ્યારે ચંદ્રની સપાટી પર પડે છે ત્યારે તે ચમકે છે અને આથી આપણને ધરતી પરથી ચંદ્ર દૂધ જેવો સફેદ અને પ્રકાશિત દેખાય છે. અલબત્ત સૌર મંડળમાં સૂર્ય ગ્રહ બાદ સૌથી વધુ ચમકતો ઉપગ્રહ ચંદ્ર છે. -
ચંદ્ર પર કેવુ વાતાવરણ અને તાપમાન છે?
ચંદ્ર પર વાતાવરણ ધરતી જેવું કોણ વાતાવરણ નથી. ચંદ્ર પર મહત્તમ તાપમાન 130° ડિગ્રી સેલ્શિયસ અને લઘુત્તમ તાપમાન -200° ડિગ્રી સેલ્શિયલ સુધી પહોંચી જાય છે. આથી જો ચંદ્ર પર હાઇડ્રોજન કે હિલિયમ વાયુ હોય તોપણ થોડાક જ દિવસો તે વિખેરાઈ જાય અને પાણીની વરાળ હોય તો ટકી શકે નહી. -
ચંદ્રનો એક ભાગ કેમ હંમેશા ઢંકાયેલો હોય છે?
ચંદ્ર પૃથ્વીની પ્રદક્ષિણ કરવાની સાથે સાથે પોતાની ધરી પર પણ ફરે છે. પૃથ્વી પશ્ચિમથી પૂર્વ તરફ ભ્રમણ કરે છે તો ચંદ્ર 12 કલાક આકાશમાં પૂર્વથી પશ્ચિમની દિશામાં ફરે છે. આથી આપણને ધરતી પરથી ચંદ્રની બંને બાજુ દેખાતી નથી. પૃથ્વીની પ્રદક્ષિણ વખતે ચંદ્રની જે -
પૃથ્વીનો એક માત્ર ઉપગ્રહ છે ચંદ્ર
સૌર મંડળના નવમાં આપણી પૃથ્વી ગ્રહનો સમાવેશ થાય છે. વિવિધ ગ્રહોને તેમના પેટા ઉપગ્રહ છે જે તેમની આસપાસ ભરે છે. પૃથ્વીને પણ એક ઉપગ્રહ છે, જેને આપણ ચંદ્ર (Moon) કહીયે છે અને તે ચંદ્રની આસપાસ પ્રદક્ષિણ કરે છે. સૌર મંડળમાં શનિ ગ્રહને સૌથી વધારે ઉપગ્રહો છે. શનિ એ સૌરમંડળનો બીજો સૌથી મોટો ગ્રહ છે. ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન મુજબ શનિ ગ્રહના ચંદ્ર છે. મે 2023માં ચંદ્રોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો હતો જ્યારે એકેડેમિયા સિનિકા ઇન્સ્ટિટ્યૂટ ઑફ એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સના પોસ્ટડોક્ટરલ ફેલો એડવર્ડ એશ્ટનની આગેવાની હેઠળની ટીમ દ્વારા 62 નવા ચંદ્રની શોધ કરવામાં આવી હતી. -
ચંદ્રયાન 3ના લેન્ડિંગ માટે ચંદ્રનો દક્ષિણ ધ્રૂવ પ્રદેશ જ કેમ પ્રસંદ કરાયો
ઇસરોએ ચંદ્રયાન 3નું ચંદ્રની સપાટી પર લેન્ડિંગ કરાવવા માટે ચંદ્રનો દક્ષિણ ધ્રૂવ પસંદ કરાયો છે. તમારી જાણકારી માટે જણાવી દઇયે કે, ચંદ્રના દક્ષિણ ધ્રુવનું મહત્તમ તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન માઈનસ 200 ડિગ્રી સેલ્સિયસ જેટલુ રહે છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવપર પુરતો પ્રકાશ હોય છે પરંતુ ત્યાંનું વાતાવરણ બહુ જ ઠંડુ હોય છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવમાં એટકેન બેસિન નામનું ચુંબકીય ક્ષેત્ર હોવાનું મનાય છે. ચુંબકીય ક્ષેત્રને કારણે તે અવકાશયાનને પોતાની તરફ ખેંચે છે. ચંદ્ર પર મોકલવામાં આવેલ અવકાશયાન અહીં ઉતરતા પહેલા ડિબૂસ્ટીંગ કરવામાં આવે છે. આ એક એવો તબક્કો છે જેમાં અવકાશયાનની સ્પીડ ધીમે ધીમે ઘટાડવામાં આવે છે જેથી તે ચંદ્રની સપાટી પર સરળતાથી ઉતરણ કરી શકે. દક્ષિણ ધ્રુવ ચુંબકીય ક્ષેત્ર હોવાથી અવકાશયાનની ગતિને અસર કરે છે.