-
Cabbage, Cauliflower Health Risk in Monsoon | ચોમાસા (monsoon) ની ઋતુમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધે છે, જેના કારણે બેક્ટેરિયા અને ફૂગનો ઉપદ્રવ પણ વધે છે. આ ઋતુમાં ખોરાક સંબંધિત સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે, ખાસ કરીને લીલા શાકભાજી બાબતે. કોબીજ અને ફ્લાવર જેવા શાકભાજી શિયાળામાં ખુબ ફાયદાકારક હોય છે, પરંતુ ચોમાસામાં તેનાથી કેટલાક નુકસાન થઈ શકે છે.
-
શા માટે કોબીજ અને ફ્લાવર ચોમાસામાં ટાળવા જોઈએ? : કોબીજ અને ફ્લાવર બંનેમાં અનેક સ્તરો હોય છે અથવા ગાઢ રચના હોય છે, જેમાં વરસાદી વાતાવરણમાં નાના જીવાત, ઇયળો અને બેક્ટેરિયા છુપાઈ શકે છે. તેમને સંપૂર્ણપણે સાફ કરવું ખૂબ મુશ્કેલ બની જાય છે. જો આવા શાકભાજીનું સેવન કરવામાં આવે તો તે પેટ સંબંધિત બીમારીઓ નોતરી શકે છે.
-
સંક્રમણનો ખતરો: વરસાદી પાણી અને ભેજને કારણે શાકભાજી પર બેક્ટેરિયા અને ફૂગ ઝડપથી વિકસે છે. જો આવા દૂષિત શાકભાજીનું સેવન કરવામાં આવે તો ફૂડ પોઈઝનિંગ, ઝાડા-ઊલટી અને અન્ય પેટના ચેપ લાગવાનો ખતરો રહે છે.
-
થાઇરોઇડની સમસ્યા: જે લોકોને થાઇરોઇડની સમસ્યા હોય તેમણે કોબીજ અને ફ્લાવરનું સેવન ચોમાસામાં ટાળવું જોઈએ, કારણ કે તેમાં ગોઇટ્રોજેન્સ (Goitrogens) નામના તત્વો હોય છે જે થાઇરોઇડ ગ્રંથિના કાર્યમાં અવરોધ ઊભો કરી શકે છે.
-
ચોમાસામાં શું કાળજી રાખવી? જો તમે ચોમાસામાં કોબીજ કે ફ્લાવર ખાવાનું પસંદ કરો છો, તો તેને ખૂબ જ કાળજીપૂર્વક સાફ કરો. તેને ગરમ પાણીમાં મીઠું કે હળદર નાખીને થોડીવાર પલાળી રાખો અને પછી ધોઈને ઉપયોગ કરો.
-
શું ખાવું? : શક્ય હોય તો ચોમાસામાં આ શાકભાજીનું સેવન ટાળો. જો કરવું જ પડે તો ખૂબ ઓછી માત્રામાં કરો. ચોમાસામાં કારેલા, દૂધી, પરવળ, ટીંડોળા, ગલકા, કંકોડા જેવા શાકભાજીનું સેવન ફાયદાકારક છે. આ શાકભાજી પચવામાં સરળ હોય છે અને તેમાં પોષકતત્વો પણ ભરપૂર હોય છે.
-
કુકીંગ મેથડ : શાકભાજીને હંમેશા સારી રીતે પકવીને ખાઓ. કાચા કે અર્ધ-રાંધેલા શાકભાજી ટાળો, ચોમાસાની ઋતુ આરોગ્યનું વિશેષ ધ્યાન રાખવાની ઋતુ છે. યોગ્ય ખાનપાન અને સ્વચ્છતા જાળવીને તમે રોગોથી બચી શકો છો અને ચોમાસાનો આનંદ માણી શકો છો.
